યે રિશ્તા તેરા મેરા ભાગ ૨.૮
યે રિશ્તા તેરા મેરા ભાગ ૨.૮


મોબાઇલ વાગી રહ્યો,ઇશુ પોતાના રૂમમા ગુમસુમ બેઠી છે. વિચારી રહી...
’’પેલી મીરા મેડમ દગો દેશે તો? એ કોલ નહી કરે તો? હું ક્યા સુધી રાહ જોઉ તેની? તેણે કોલ સવારમાં કરવા કહેલું; ત્રણ વાગી ગયાને હજુ સુધી કોલ ન આવ્યો.’’
ના,ના...એમણે પ્રોમીસ કરી છે, એ મને અવશ્ય બચાવશે જ.
પણ, પણ આવું મારી સાથે ચિરાગે કર્યુ'તુ.
આમ જ એ વાયદા આપતો ને છટકી ગયો.
આમ જ એ મને લલચાવતો બસ, મને એ કહેતો તું મારી જાન છે, મારો શ્વાસ છે, મારી ધડકન છે; ને આપણે લગ્ન કરવાના જ છે તો એક થવામાં પ્રોબ્લેમ શું છે?
ને; હું પગલી માની પણ ગઇ?
મને પણ ભાન ન રહ્યુ મારી પવિત્રતાનું, મારા સ્વમાનનું, ને મે પણ એ મજા ઉઠાવી...
છી..છી...મને ધ્રીણા થાય છે મારા પર મે કેવું નીચ કામ કર્યુ?
છી.....પ્રેમમા આટલું પાગલપન આટલો વિશ્વાસ, ને અંતે.....
એક ઉંડો નિ:સાસો નાખતા બોલી......દગો...એક માત્ર દગો...
ત્યા જ કોલ આવ્યો
ઇશુ બોલી; હલ્લો...
હું કશુ આડાઅવળુ થાય એવું નથી ઇચ્છતો ઇશુ,
હું એ બાળકનો પિતા બનવા નથી માંગતો!
મને કોઇ રસ નથી એમાં..
બસ,આ તો જરા મસ્તી-મસ્તીમા થોડુ કશુ થઇ ગયુ કે શું, તું તો...?
મને તારો જાગીર માની બેઠી,
છી....તું કેટલી હદે હલકટ હોઇશ કે....તે મારી સાથે...કેવું કેવું કર્યુ.?
તને પણ એમા મજા આવતી જ હતીને હું તને મજા કરવાતો હતો,
બસ,પુરુ....
હું તને હજુ પણ મજા કરાવી શકું છું,બસ..
તું જીદ છોડી હું આપું એ ગોળી...
ફરી પાછા આપણે સાથે...
ઇશુ બોલી જોરથી બસ....ચિરાગ બસ,
’’હવે હદ થઇ ગઇ, તારી ઇજ્જ્તની, તારા સંસ્કારની...તારા નાલાયકપણાની....
તું શું માને છે?
હું તારા વિરહમાં રોઇશ, માથા પછાડીશ, તારા પ્રેમમાં પાગલ ફરીશ, નહી હરગીઝ નહી...
’’હું પોલીસ-સ્ટેશન જઇશ તારા વિરુધ્ધ રેપનો કેસ નોંધાવીશને તારી આખી જિંદગી હું નર્ક બનાવી દઇશ.’’
તને ખબર જ છે મારી એક ફ્રેંડ પોલીસ પણ છે,
હા,હા
ઇશુ પ્લીઝ...એવુ નહી કરતી;
તારી ને મારી ઇજ્જતનું શું થશે?
આપણા માતા-પિતા કેમ જીવશે?
બોલ,ઇશ્?
ગભરુ ગાય જેમ ચિરાગ કાલાવાલા કરવા લાગ્યો.
ચિરાગને બે ચાર અનુભવ એવા થઇ ગયેલા કે ઇશુ એમતો હિંમતવાળી, ધાર્યુ કરવાવાળીને એક જિદ્દી છોકરી છે.
આ પેલા પણ ઇશુ એ પોતાની જાત સોંપતા ધમકી આપેલી અગર તે મારી સાથે ફતવા કર્યા તો હુ તને નહી છોડુ એટલે નહી જ.
ચિરાગ ખરેખર મુંઝાયો પણ....
ઇશુ એ કોલ કટ કરી દીધો..
ત્યા જ બીજો કોલ આવ્યો
ઇશુ સોરી...તને ખબર જ છે એક ડોકટરની લાઇફ કેટલી બીઝી હોય છે.!!!
એક કામ કર...
બોલો શુ?
તું મને કાલે મળી શકે છે?
હા,કેમ નહી.
કેટલાય બંક મારીને જો ચિરાગને મળી શક્તી હોય તો તમને કેમ નહી?
મિત્રો
આપનો અભિપ્રાય અવશ્ય અપજો
તમારો અભિપ્રાય મારા માટે અમૂલ્ય છે
અભિપ્રાય સારો જ આપો એ જરૂરી નથી
પણ
આપજો જરૂર
જેનાથી હું વધુ ઉત્તમ રચના આપી શકું
મનુષ્યના છેલ્લા શ્વાસ સુધી શીખતાં જ રહેવાનું હોય છે
મને તમારા અભિપ્રાય દ્વારા ચોક્કસ માર્ગદર્શન મળશે
બીજું આપના અભિપ્રાય થી મને કોઈ નાણાકીય લાભ પણ નથી
આ તો ખાલી કહું છું.
આપ મારા પેજમાં જોડાવ
ફરીવાર કહીશ મને કોઈ નાણાકીય લાભ નથી આપ મારા પેજ સાથે જોડાવ
આપના અભિપ્રાય અર્પણ કરો એવી આશા સાથે
મારું પેજ
હું અને તું
લાગણીની ભીનાશ
મારુ ગ્રુપ
શબ્દનો સ્પર્શ
આભાર