Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

#DSK #DSK

Romance Tragedy


3  

#DSK #DSK

Romance Tragedy


યે રિશ્તા તેરા મેરા ભાગ ૨.૬

યે રિશ્તા તેરા મેરા ભાગ ૨.૬

3 mins 693 3 mins 693

ઓયે..હુ તને એક વાત કેહવા માંગુ છુ...એ તારે ધ્યાન દઇને સાંભળવાની જ છે...પછી તારે નિર્ણય લેવાનો છે.. તર્જની બોલી....

ઓકે બોલ હુ એમ પણ નિર્ણય લેવામા જન્મથી જ એક્સપર્ટ છુ,ને એની તને ખબર છે કેમ કે તુ એકલી જ વારસદાર છે મારી દોસ્તીની...ઇશિતા બોલી !

હા,એ તો બિલકુલ સાચુ છે પણ પણ નિર્ણય તારે સમજી વિચારીને લેવાનો છે.તર્જની બોલી..

હુ સમજ્યાને વિચાર્યા વગર પાણી પણ નથી પીતી તને યાદ છે ને ?ફુલ મજાકમા ઇશિતા બોલી.

આ કોઇ મજાકની વાત નથી ઇશુ ...

હુ મજાકમા લેતી પણ નથી ડાર્લિંગ...

ઓકે,તો સાંભળ..

હમ્મ્મ બોલ,દાઢિયે હાથનો ટેકો દઇને ઇશિતા ધ્યાનથી બેસી ગઇ...

મારો ભાઇ ‘’સ્વર’’ તને પ્રેમ કરે છે,

ઓહ..!!!

બેહદ,બેપનાહ...મહોબ્બત કરે છે.

ફરી ઇશુ બોલી તુ એની ચમચી થઇને આવી છે?

ઇશુ!!! તુ આમ મારા ભાઇના પ્રેમની મજાક તો ન જ ઉડાવી શકે ને ?

ઓહ...તર્જની રાણી....તમે જે બોલી રહ્યા છો ને એ વાત જ પાયા વગરની છે...

"તારો ભાઇ છોકરીઓ જેવો છે છોકરીઓ જેવો"

....સોરી...બટ હકીકત તો આજ છે...ઈશુ બોલી.

ઇશુ...ઉંચા સ્વરમા તર્જની એમ બોલી....તુ મારી બેસ્ટ ફ્રેંડ છો એટલે બાકી...બીજુ કોઇ હોત તો હુ;તેને ફગાવી દઉ મારા ઘરમાંથી..

હુ એ જ કહુ છુ કે હુ તારી બેસ્ટ ફ્રેંડ છુ એટલે જ કહુ છુ કે ‘’તારો ભાઇ છોકરીઓ જેવો છે,બાકી તો બધા ‘’બાઇલો’’ કહે છે ‘’બાઇલો’’ સમજી તુ.’’

ને તુ એની ચમચી થઇને આવી છે...કે શુ?

ઇશુ,બસ...હવે મારા ભાઇની અંગેસ્ટમા એક લબ્ઝ નહી...નેવેર..

તર્જુ...સોરી બટ આજ હકીકત છે...

બધા આવી જ વાતો કરે છે અને "નિહારિકા" તો કેહતી હતી કે..તારા ભાઇને જ્યારે તેના દોસ્તો પુછે કે; તુ છોકરીઓને જોતો નથી કે તેના વિશે ઉલ્ટુ-સુલ્ટુ બોલતો નથી,તને સારી છોકરીઓ જોઇને કશુ થતુ નથી?"

ત્યારે તારા ભાઇ એ કહેલુ ‘’ના’’ મને એવુ કશુ જ થતુ નથી,એવી કોઇ છોકરી જ નથી કે જેને જોઇને મને કશુ થાય?

હવે તુ જ કે કોલેજની 5000 છોકરીઓમા એવી કોઇ છોકરી જ નથી કે તારા ભાઇને એને જોવાથી કશુ થાય ? કે પછી એ "નપુસંક"છે કે એનામા કોઇ લાગણી જ નથી....

બસ,ઇશુ બસ...નિકળી જા....પ્લીઝ ઇશ્વર માટે પ્લીઝ તુ અહીંથી નિકળી જા...

પણ તર્જુ....આવુ હુ એક નહી આખી દુનિયા કહે છે.

તર્જની બોલી આખી દુનિયામા ને તારામા કોઇ ફર્ક નથી, ઇશુ?

હુ તારા પાસેથી આવી અપેક્ષા ન’તી રાખતી.

હા,પણ તુ જ કે એક નપુંસકને હુ કે...મ....પ્રે....મ.....ક...રુ...?

બસ,હવે હદ...થઇ આજથી તારીને મારી દસવર્ષની દોસ્તી પુરી;તુ જઇ શકે છે.

તુ બોવ જ પસ્તાઇશ કે એક નપુસંક છોકરા માટે તારા ભાઇ માટે તે આપણી દોસ્તીને ધક્કો માર્યો,તારો પરિવાર તારાથી છુપાવે છે કે તારો ભાઇ....બાઇલો છે બાઇલો....

ગેટ આઉટ ....પ્લીઝ અત્યારેને અત્યારે...જ...

ને ઇશુ જતી રહી....

સ્વર...સ્વર...પ્લીઝ...ભાઇ તુ ખોટુ ન લાગીશ...મને તારા પર કોઇ શક નથી ને કોઇ વહેમ કે શંકા પણ...આખી દુનિયા ગમે તેમ કહે પણ મારો ભાઇ આ દુનિયાનો બેસ્ટ ભાઇ છે.

જે છોકરીઓની દિલથી રીસ્પેક્ટ કરે છે,ગમે તે છોકરી વિશે ગમે તેવુ વિચારવા નથી લાગતો,તે છોકરીઓને માતા અને બેન સમાન માને છે,તે છોકરીઓને ‘’માલ’’ નથી માનતો. એ એવુ વિચારે છે કે મારે પણ ‘’મા ને બેન’’ છે તો શુ એ પણ ‘’માલ’’ જ ને?

ભાઇ,કસોટી સત્યની જ હોય ને?

રડતી તર્જુને પોતાની બાહોમા લેતા સ્વર બોલ્યો હા,તર્જુ હા...મને પણ ખબર જ છે લોકો મને શુ કહે છે?

શાયદ તને આજે ખબર પડી મને તો....હુ મજાકમા લઇ લેતો પણ આજે મારા કારણે તને દુ;ખ થયુને? ઇશુ..ની દોસ્તી હમેશા માટે તુટી ગઇ.

નથી જોઇતી મારે એવી દોસ્ત જે મારા ભાઇને એલ ફેલ બોલે,નથી જોઇતી.

તર્જુના આંસુ લુછ્તો સ્વર બોલ્યો દરેક ભાઇને બેન તો તારા જેવી જ મળે

ઈશુની વાત મીરા ધ્યાન થઈ ને સાંભળતી રહી, એ ઊભી થઈને 2-4 વાર બહર પણ જોઈ આવી કે કોઈ દર્દી નથી આવ્યું ને ?

પણ નસીબ જોગ ઈશુ સિવાય આજના પ્રથમ દિવસે હજુ કોઈ બીજું દર્દી ન'તુ આવ્યું


Rate this content
Log in

More gujarati story from #DSK #DSK

Similar gujarati story from Romance