યે રિશ્તા તેરા મેરા ભાગ ૨.૧૧
યે રિશ્તા તેરા મેરા ભાગ ૨.૧૧


જયદિપના મમ્મી આરતીબેન; જયદિપ...[ટેબલ પર જમવાનુ રાખતા બોલ્યા]
જયદિપ; હમ્મ. મમ્મી
આરતીબેન; મારી એક વાત માનીશ બેટા?
જયદિપ[હસીને]; મમ્મા,તુ કેવી વાત કરે છે?બોલ શુ છે?તમારી ખુશી માટે મે મારી જિંદગી...
જયદિપના પાપા રાહુલભાઇ; બસ,તારી કોઇ બકવાસ નહી...
જયદિપ કશુ ન બોલ્યો...
આરતીબેન;બસ,શુ તમે પણ?
નિરવા રસોડાની બહાર ઉભી-ઉભી સાંભળે છે
આરતીબેન;બેટા!!! તમારા લગ્ન તો થઇ ગયા,હવે માતાજીના દર્શન કરી આવો..
જયદિપ;મમ્મા,એવી શુ જરુર છે?
રાહુલભાઇ;જયદિપ,તુ ને નિરવા જઇ આવો બેટા.
જયદિપ;હમ્મ
રાહુલભાઇ;એમ, પણ આપણે રિવાજ છે જવાનો,તમારે થોડુ લેટ થય ગયુ.
જયદિપ;હા,પપા..
જયદિપ;જમ્યા વગર જ ઉપર જતો રહ્યો...
આરતીબેન;નિરવા,તુ અને જયદિપ..
નિરવા;હા,મમ્મી..
નિરવા આવી ડિસ લઇને,જયદિપ ગેલેરીમા ઉભો છે...
નિરવા;જયદિપ..
જયદિપે પાછ્ળ જોયુ પછી પાછો ફરી ગયો.
નિરવા;મને ખબર છે તુ પાપાથી નારાજ છે પણ મારો હાથ નથી મમ્માને..
જયદિપે નિરવાની વાત કાપવા કશુ ન બોલ્યો માત્ર હાથ જ ઉંચો કર્યો...
નિરવા; ચલ. જમી લઇએ,નિરવા એ વાત ફેરવી નાખી...
જયદિપ;જમી લે...પછી સૂઇ જા, મારે સુવુ છે ; મને પરેશાન કરીશ નહી.
નિરવા; પણ જમ્યા વગર નિંદર નહી આવે.
જયદિપ;મારો વહીવટ તુ ન કરે તો જ સારુ.
નિરવા;ઓકે,મારે પણ નથી જમવુ.
જયદિપ;પણ,તને જમવા માટે આગ્રહ પણ કોણ કરે છે?સુઈ જા. મને કોઇ ફર્ક ન પડે,નિરવા...એ દિવસની તુ આશા ન રાખતી કે મને તારા દુ:ખથી દુ:ખ કે ખુશીથી ખુશી મળશે.
જયદિપ સૂઇ ગયોને જ્યા જયદિપ ઉભો હતો એજ જગ્યા એ ઉભા-ઉભા નિરવા રડવા લાગી. પોતે અમીર માતા-પિતાની દિકરી ટી.વી મા આવતા ખેલની જેમ ખેલ નાખ્યોને સફળ થયો..પણ પ્રેમ...પ્રેમ આજેય ખેલ જ છે...
***
અવની; મીત, તારી દીદીને તો મજા નથી, અંશને તો મીરાને આકાશમાંથી ફુરસદ નથી મળતી નથી...
મીત; હા,સાચી વાત છે.મીતભાઇ દીદી કરતા મીરાનુ ધ્યાન વધારે રાખે છે.
અવની;એ જ તો કહુ છું,આ તો હું કહુ તો તને ખોટુ લાગે!!!
મીત; ખોટુ શુ? જે છે એતો છે જ.....
અવની;એ પણ છે.
કેયુર;શુ છે?
અવની બોલે એ પેલા મીત બોલ્યો; તમે છો.
અવની મનહી મન હાશ!!!!
કેયુર; અવની સવારમા તો ...બહું કામ છે,હવે સૂઇ જવુ જોઈયે...
અવની;હા,મીતને સુવાડીને આવુ જ છુ.
અવની;મીત,તારે પણ સ્કુલ જવાનુ છે?સુઇજા હો,ઓકે.
મીત;હમમ...
થોડીવારમા મીત સૂઇ ગયોને અવની બહાર આવી...અરે કેયુર તું શું કરે છે હજુ?
કેયુર;બસ,તારો ઇંતઝાર.
અવની;કેમ?
કેયુર;બસ,એમ જ.
અવની; ઓહ..કે..કર..ગુડ નાઇટ..મજાક કરીને ખડખડાટ હસી અવની સૂવા જતી રહી..
કેયુર;અવની,આઇ લવ યુ.તને જ્યારે પણ હોસ્પિટલમાંથી સમય મળશે,મને પણ મળશે,હું તને રોમેંટીક પ્રપોઝ કરીશ....દુનિયાનું બેસ્ટ....
આંખોમા સપનાઓની કતાર લગાવી સુઇ ગયો.કેયુર...
***
અંશ; મહેક,તુ ચિંતા ન કર, મીત અવની જોડે ઓકે જ છે.
અવની મારી બેસ્ટ ફ્રેંડ છે, મને મારા જીવ કરતા વધારે વિશ્વાસ છે.
મહેક; મને તારા પર...
અંશ; લે પાણી પી લે .
મહેક; હમ્મમ...તું આમ મને રોજ કેમ પાણી પાઇ છે....
અંશ; તારી તબિયત ઓકે રહે શક્તિ ન જતી રહે માટે....તને પહેલેથી જ નબળાઈ આવી જાય છે યાદ છે ને?
મીરા; એક્સક્યુઝ મી પ્લીઝ સોરી...અંશ પ્લીઝ કમ, હોસ્પિટલનું કામ છે.
અંશ;ઓહકે...
મહેક; અંશનો હાથ પકડી પ્લીઝ,પછી કરજે ને.
અંશ ઓકે..મહેકનો હાથ પોતાના હાથમા લીધોને કિસ કરી.
મહેકે અંશ સામે જોઇ આછી સ્માઇલ કરી,
ટેકો દઇને બેઠેલી મહેકને પોતાની બહોમા લેતો અંશ બોલ્યો મહેક,આઇ લવ યુ...
થોડા સમયથી ન જાણે આખું વાતાવરણ જ ચેંજ થઇ ગયુ.
મને થોડો પણ સમય તારી જોડે નથી મળતો.આઇ એમ સોરી.
મહેક; ઓકે..નો પ્રોબ્લેમ અંશ...ચાલ્યા કરે.
અંશ; મહેકના માથા પર કિસ કરી..બોલ્યો એક વાત કહુ
મહેક; હમમ્મ
અંશ બોલે એ પેલા ફરીવાર મીરા આવી અંશ પ્લીઝ....જરુરી કામ છે.
અંશ; મહેક,સોરી.
મહેક; જી,કામ કર, હું આરામ કરુ છું.
અંશ;બાય, સૂઇ જા...આઇ લવ યુ.
મહેક; આઇ લવ યુ.
મીરા; અંશ, જો આકાશને મે નક્કી કર્યુ છે કે હોસ્પિટલમાં લોકોને ઓછા ખર્ચે વધુમા વધુ કેમ સારવાર આપી શકાય એ માટેની વ્યવ્સ્થા અમે થોડી કરી છે, અગર તું જોઇ લે તો...
અંશ; હમ્મ...લાવ...
અંશ કોમ્પુટરમાં જોવા લાગ્યો, મીરા,અંશને સમજાવતી જાય છે ને અંશ પોતાનો અભિપ્રાય આપે છે.
અંશ; જો મીરા,કોઇ પણ ઓપરેશનમા નવાણિયા ન રાખી શકાય, હા કોઇ રિપોર્ટ કે બીજી સારવાર માટેનો પ્રોબ્લેમ.
મીરા; હા,એમ જ મેં આકાશને કહ્યુ. ક્યા આકાશ?
લે એ તો સૂઇ ગયો.
અંશ; ચલ,આપણે ગેલેરીમા જતા રહીએ, શાયદ એ થાકી ગયો છે.
મીરા; હમમ...
મીરા અંશને પોતે નોંધેલી વિગતો તેમા આવતા પ્રશ્નો અને યોગ્ય જ્વાબ અંશને આપી રહી છે,અંશ તેને સારુ લાગે ત્યા હા, કહે છે ને બરાબર ન લાગે ત્યા...માથુ હલાવીને કહે આવુ ન ચાલે મીરા, બીજી વ્યવ્સ્થા કરવી પડે; આ કોઇ ઉકરડો નથી કે ગમે તે ફેંકી શકાય.
મીરા; ઓકે,સર...
મીરા વારંવાર અંશ ઉપર નજર કરે છે, બંન્નેની નજર વારંવાર એક થાય છે, અંશ હસે તો એ પણ આછુ સ્માઇલ કરે...
મીરા; અંશ, અગર જો તમામ સવલતો આપણે ઉભી કરવી હોય તો એ પહેલા જગ્યા જોઇએ જે છે જ આપણી જોડે પણ બિલ્ડીંગ પણ જોઇએ...
બીજુ સ્વચ્છતા પણ....એક મારા સર્વે મુજબ હાલમાં પણ આપણી હોસ્પિટલ જેટલી ન્યુ ગોલ્ડેન સીટી કે બહારની કોઇ હોસ્પિટલ ક્લીન નથી આપણા જેટલી. જે આપણા માટે બેસ્ટ વાત છે.
અંશ; કોમ્પ્યુટર પોતાના બાજુ લેવા ગયો કે મીરાને ટચ થઇ ગયો એ નીચે જોઇ ગઇ.
અંશ; મીરાને એક ગાલ પર મારતા બોલ્યો પાગલ,આમ શું વારંવાર જોવે છે.
મીરા; તને
અંશ; કેમ?
મીરા; તું કેટલો ક્યુટ છે.એકદમ મસ્ત...સો સ્વીટ.
અંશ; એમ કે ને અસલ ચોકલેટી.
મીરા; યા..છોકરીઓને પહેલી નજરમા ગમી જાય એવો.
અંશ; ને તને?
મીરા; મને તો તું બહું જ ગમે છે, આઇ લાઇક યુ.
અંશ; મીરા..મીરા તારી તો...પાગલ છોકરી...સ્વીટહાર્ટ..
મીરા; યસ...માય ડીઅર....
ઓય મમ્મા...અંશ...એમ બોલતા જ એ અંશની બાજુમા જઇને બેસી ગઇ, કે મિરાથી નીચે પડી જવાત કે અંશે તેને સંભાળતા પોતાના બંન્ને હાથ વડે પકડી તેને...
[મીરાને અંશ ; આકાશ સૂઇ ગયા પછી ગેલેરીમાં ગયા એ ઘટનાને પોતાની નજરથી જોઇ....મહેકે મીરાના રૂમના દરવાજા પાસે ઊભા-ઊભા.. ]
વધુ આવતા અંકે