The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

#DSK #DSK

Drama Thriller

3  

#DSK #DSK

Drama Thriller

યે રિશ્તા તેરા મેરા ૨.૫

યે રિશ્તા તેરા મેરા ૨.૫

4 mins
313


યે રિશ્તા તેરા મેરા ભાગ-૨.૫

સવારમાં બધા જ ફ્રેશ થયા

મીરા, આકાશ, મહેક, અંશ, મીત...

નાસ્તો પણ કર્યો ને મીતને બસ લેવા માટે આવી, મીતનો પ્રથમ દિવસ જ સ્કુલનો ને આજે ૫ માં દિવસે જ ગરબાનો કાર્યક્રમ રાખેલો, હજુ નવરાત્રિની રજા પ્રાઇવેટ સ્કુલવાળા એ નથી આપી. સરકારી શાળામાં રજા જાહેર થઈ ગયેલી. મીતને લાડ પ્રેમથી તૈયાર કર્યો મહેકેને. મહેક ગેટ પાસે આજે પ્રથમ દિવસે મુકવા માટે ગઇ મીતને, જ્યા સ્કુલ બસ આવવાની છે.

આ બાજુ અંશ બોલ્યો હવે, તમે હોસ્પિટલમાં આવી શકો છો ને કામ કરી શકો છો.

મીરા; 'થેક્સ ભાઇ'

આકાશ; 'થેંક્સ યાર,ગળે મળીને'

મહેક; 'મીત તારુ ધ્યાન રાખજે'

મીત; 'હા,દીદી'

મહેક; 'બસવાળા ભાઇ આજે મીતનો પહેલો જ દિવસ છે એનું ધ્યાન રાખજો.'

[બસવાળા ભાઇ એ માથું હલાવીને હા પાડી]

અવની હોસ્પિટલમાં જ છે. સવાર-સવારમાં પોતાનું કામ શરુ પણ કરી દીધું. મહેક લાંબા સમય પછી કંપનીમાં પહોંચીને, મીરા, આકાશ અને અંશ હોસ્પિટલમાં બધા એક જ ગાડીમાં ગયાને રસ્તામાં મહેકને ડ્રોપ કરતા ગયાં.

આજે મીરાને આકાશનો પ્રથમ દિવસ હોસ્પિટલમાં છે. અવની એ થોડી સરપ્રાઇસ તૈયાર કરી, હોસ્પિટલમા તોરણ લગાવ્યા, કુમકુમને આસોપાલવના તોરણ, ફુલ લગાવ્યાને થોડી અલગ જ હોસ્પિટલને સજાવી, ત્રણેય પહોચ્યાને ખુશ થઈ ગયા.

અંશ; 'વાઉ...સો કુલ એંડ બ્યુટીફુલ'

મીરા; 'યા..નાઇસ'

આકાશ; 'આજે કશું છે હોસ્પિટલમાં અવની.?'

અવની; 'ના'

અંશ;'તો?'

અવની; 'તારા દોસ્તોનો પ્રથમ દિવસ છે, આ હોસ્પિટલમાં. જે કામ તારે કરવું જોઇએ એ મેં કર્યુ. એમના સ્વાગત માટે.'

મીરા; 'સાચી વાત...ડીઅર..'

અવની;[હસીને મનોમન વિચાર્યુ, હું ડીઅરમાંથી તને હરણ બનાવી ન દઉ તો...હું અવની નહી.] "હા,મીરા"

અંશ; 'થેંક્યુ સો મચ, અવની' આજે તારા કારણે જ હું આટલો ફ્રી રહી શકું છું.'

અવની; 'એક દોસ્ત જ બીજા દોસ્તને કામ આવે છે.'

મીરા; 'સાચી વાત અવની, જોને આજે તું ને અંશ...મારાને આકાશના કામમાં આવ્યા.'

અવની; 'એ જ દોસ્તીનો અસુલ છે.ચલો, તમે બંને દિપ પ્રગટાવીને તમારા શુભકામની શરુઆત કરો જી...'

થોડા દર્દીઓની હાજરીમાં દિપ પ્રાગટ્ય કર્યુ મીરા અને આકાશે. ગણપતિની આરતી ઉતારીને પ્રસાદી વહેચી, ચારેય દર્શન કરી કેબિનમા(ઓફિસ)ગયા.

અંશ; 'કોને ક્યો વિભાગ આપુ એ વિચારવુ પડશે?'

અવની; 'લે વિચારવાનું શું?'

આમ બોલવાથી ત્રણેય જણે અવની સામે જોયુ.

અંશ; 'કેમ'

અવની; 'અંશ, મીરા ગાયનેક છે; સો તેને એ જ વિભાગ આપવો પડે એમા તું મને ન મોકલી શકે રાઇટ?'

અંશ; 'હા,સાચી વાત.'

અવની; 'આકાશ,બાળકોનો ડૉકટર છે,એમા તું અવનીને ન મુકી શકે રાઇટ?'

અંશ; 'રાઇટ' [મીરાને આકાશ હસી રહ્યા]

અવની; 'તો આપણે બંન્ને તો ફિક્સ જ છીએ,રાઇટ?'

અંશ; 'યા'

અવની; 'તો આમાં વિચારવાનું છે શું?'

અંશ; 'રાઇટ' [ને બધા હસી પડ્યા]

અંશ; 'ઓકે મારી મા ઓકે....મીરા, આકાશ તમને બંન્નેને અવની તમારા વોર્ડ બતાવે છે, તો શુભકામમાં દેર શા માટે?'

મીરા; 'યા,થેક્સ અંશ'

આકાશ; 'થેક્સ,અંશ'

અંશ; 'ભાગો નહિતર બંન્નેને માર પડશે. ત્રણેય ભાગે છે. અવની હોસ્પિટલ બતાવતા અને વાતો કરતા-કરતા બંન્નેને મુકી આવી.

આકાશને મીરા બેઠા ત્યા જ આકાશને યાદ આવ્યુ.

આકાશ; 'મીરા, અહી પડદાની વ્યવસ્થા નથી, હું કરીને આવું છું,તું દર્દી સંભાળ...'

મીરા; 'ઓકે....મીરા બહાર જઇને કહ્યુ એક એક દર્દીને અંદર આવવા દે જો હું બેલ મારુ પછી.

જગત 'જી'

મીરા; 'તમારુ નામ ભાઇ?'

જગત; 'જી જગત.'

મીરા; 'ઓકે જગતભાઇ'

મીરા એ અંદર જઇને બેલ મારીને મીરાની પ્રથમ ગર્ભવતી દર્દી આવીને બોલી: મીરા બોલે એ પે’લા જ. 'મેડમ મારે એબોર્શન કરાવવાનું છે.'

મીરાની આંખો ચમકીને પહોળી થય ગઇ. તેની સામે બેઠેલી યુવતીને જોઇ રહી, થોડીવાર એ કશું જ ન બોલી શકી, પછી સ્વસ્થ થઇ બોલી 'કેમ?'

યુવતી; 'બસ,અમારે પૈસાની તંગી છે ને તો...અચકાતીને થોથરાતી ડુસકે ડુસકે બોલી રહી...અમે આ બાળક નહી સાચવી શકીએ.'

મીરા; 'તમારુ નામ'

યુવતી; 'ઇશિતા.'

મીરા; 'જો ઇશિતા, બધુ થઇ જશે.તું ચિંતા ન કર.હું તને સાથ આપીશ બસ..'

ઇશિતા; 'પણ તમે દવા મફત કરો પછી પાલવવાનું તો મારે છે ને આ બાળક? હું તેને બેસ્ટ જિંદગી નહી આપી શકું એટલે..'

મીરા; 'ઇશિતા,દુનિયામાં ૩૫% બાળકોને બેસ્ટ લાઇફ નથી મળતી તો શું ફર્ક પડે?'

ઇશિતા; 'ફર્ક પડે,બીજાને નહી; પણ એક માતા તરીકે મને ફર્ક પડે.'

મીરા; 'ઓકે,તમારા પતિ ક્યા છે?'

ઇશિતા; 'ઘેર.'

મીરા; 'ઓકે,એ કેમ ન આવ્યા.'

ઇશિતા; 'મેડમ,તમારે કામકાજ હોય એમ અમારેય હોય જ ને?'

મીરા; 'ઓકે,તું એને કોલ કર હું વાત કરુ.'

ઇશિતા; 'નો,અમારે આ બાળક નથી જોઇતું એટલે નથી જ જોઇતું.'

મીરા; 'પણ એકવાર વાત તો કરાવો?'

ઇશિતા; 'બસ,મેડમ....તમારે આ કામ કરવું હોય તો કરો નહિતર ના પાડો, પણ મહેરબાની કરીને મારી જિંદગીનો નિર્ણય તમે ન લો' રડતા-રડતા બોલી.

મીરા એ પાણી આપ્યુ ને બોલી; 'જો "ઇશુ" તને જે વાત આજ સામાન્ય લાગે એ કાલે મોટું સ્વરુપ પણ ધારણ કરી શકે છે.આજે તારે આ બાળક જોઇતું નથી ને કાલે ઇશ્વર તને જોઇતું હોય ત્યારે બાળક જ ન આપે?તને ફરી કયારેય ‘’મા’’ જ ન બનાવે ને આખી જિંદગી તારે ‘’વાજંણી’’ બનીને જિંદગી વિતાવવી પડે તો?

ઇશુ; 'આ જિંદગી કરતા એ જિંદગી તોય સારી હશે? મારા માતા-પિતા પર બદનામીનું કલંક નહી હોય, મારા પર નાઝાયજ સંબંધનો દાગ નહી હોય, કોઇ છોકરા જોડે રંગરેલિયા મનાવીને કુંવારી માતા બનવાની બદનામી નહી હોય...' આટલુ જ કે’તા એ ઢળી પડી...

મીરા એ ચેઅર પર બેસાડીને બોલી 'તો તારા માથે સિંદુરને ગળામા મંગળસુત્ર કેમ છે? તે સાડી કેમ પે’રી છે?ને તું જુઠ કેમ બોલે છે કે તું ને તારા પતિ આ બાળક.....તું એક સુહાગન બની કેમ આવી? બોલ ઇશુ બોલ? કારણ શું છે?

ઇશુ; 'હા, ડોકટર હું તમને બધુ જ કહીશ. કેમ કે મે આ વાત કોઇ ને કહી નથી ને હું પણ હવે આ વાતનો બોજ લઇને થાકી ગઇ છું...સાંભળો.....

હું ગર્ભધારણ કેમ કરી...ચુકી એ પણ કુંવારા....'

મીરા.....'હમમમમ બોલ....'


Rate this content
Log in

Similar gujarati story from Drama