STORYMIRROR

#DSK #DSK

Crime Inspirational Tragedy

4  

#DSK #DSK

Crime Inspirational Tragedy

યે રિશ્તા તેરા મેરા - ૧૨

યે રિશ્તા તેરા મેરા - ૧૨

5 mins
28.6K


ડી સર... યશે દવા પી લીધી. તમે જલ્દી અહીં આવો. સર, તમે મારા દીકરાને બચાવી લો. (પ્રવિણભાઈનો કોલ હોય છે.)

ડી, ચિત્કાર પામી ગયો. આશ્ચર્યચકિત થઇ જાય છે. તેની એક નજર પ્રિયાના શણગાર સામે જાય છેને પ્રિયાને તે સફેદ વસ્ત્રમાં ઊભેલી જોતો હોય એવું લાગે છે. તે દોડવા લાગે છે.

રમેશ ગાડી બહાર નીકાળ જલ્દી.દયા તું નરેશ જોડે પૈસા મોકલાવ જલ્દી. ચલ જલ્દી ચલ... હોસ્પિટલ.

દયાબેન; પણ શું થયું ? એ તો કહેતા જાવ... આમ દોડવા કેમ લાગ્યા.

પ્રિયા; મમ્મા... પા... પા...

દયાબેન; લે નરેશ પૈસા. જે થયું હોય તેને માટે ફટાફટ કોલ કરજે. [તિજોરીમાંથી પૈસા નીકાળતા જ દયાબેન બોલ્યા.]

ડી; હોસ્પિટલ પહોચે છે. ડૉક્ટર કહે છે પૈસા ગમે તેમ વાપરો પણ યશ બચી જવો જોઇએ.

ડૉ: સર,જો પૈસાથી જિંદગી બચી જતી હોય તો.....પૈસાવાળા ક્યારેય

પોતાના લોકોંને મરવા જ....ખેર ડૉ.જાય છે.યશને બચાવવા ટીમ કામે ચડે છે.

પ્રિયા; પાપા... યશ...

પાપા; બેટા ! રડતા-રડતા "પાપ તો પીપળે ચડીને જ પોકારે બેટા."

પ્રિયા; પા... પા... રડતા રડતા... (કોલ કટ કર્યો)

પ્રવિણભાઇ; સર, આભાર, આજે તમારા કારણે

ઇલાબેન; સોરી સર,અમે યશને સમજાવીશું, તે પ્રિયા સાથે લગ્ન કરાવા તૈયાર થઇ જાય.સર...સ...ર.પણ મારા

દીકરાની જાન બક્ષ આપજો.તે પગે પડી જાય છે ડી ના.

ડી;બહેન,આજથી તારોને મારો સંબધ પૂરો.

પ્રવિણભાઇ ડરી ગયાને ડીના પગમાં પડી ગયા બોલ્યા; ના, સરના, એવું ન કહો, મારા દીકરાને હું સમજાવીશ, એવું ન કહો સર એવું ન કહો. મારે એક જ દીકરો છે, હું કેમ જીવીશ?

ઇલાબેન; તમે મને "બેન" કહી છે "ભાઇ" તો તું તારી જ બહેનને નિ;સંતાન બનાવીશ?

ડી; ઊભી થા બેન ! હું યશને મારા બંધનમાંથી મુક્ત કરું છું.

[ત્યાં પ્રિયા અને દયાબેન આવી જાય છે નરેશ કોલ કરી દે છે એટલે હોસ્પિટલ પહોંચી જાય છે. આ સાંભળી પ્રિયાના પગ ડગમગી જાય છે, તેને આઘાત લાગે છે કે પાપા શું કહે છે?]

યશને પ્રિયા સાથે લગ્ન નથી કરવા એટલે ઝેર પી લીધું. હું એ છોકરાને હેરાન નહી કરું. હું અને મારી દીકરી તમારા પરિવારને અમારા પરિવારના તમામ બંધનમાંથી મુક્ત કરીએ છીએ.

આ સાંભળી પ્રિયાને લાગ્યું તેના પાપા ખરેખર સુધરી ગયા છે. પ્રિયાને દયાબેનને ડીએ બાથ ભીડી લીધી.ત્રણે જણ રડી રહ્યા.

યશ બેભાન છે તેમ છતાંય તેને યાદ આવે છે કે યશનો મોબાઇલ વાગ્યો... તે પોતાના જ રૂમમા બેઠો હોય છે

યશ; હલ્લો

પ્રિયા; યશ, હું પ્રિયા.

યશ; પ્રિયા કોણ?

પ્રિયા; જેની સાથે તારી સગાઇ થઇ છે તે પ્રિયા. યશ ઉભો થઇ ગયો. ઓહ, સોરી સોરી પ્રિયા હું તારી શું સેવા કરી શકું. પણ પ્લીઝ મારા માતા-પિતાને કશું ન થવું જોઇએ.

પ્રિયાના દિલ પર આ શબ્દોથી જોરદાર ઠેસ વાગી. તે બોલી; એક જ સેવા કર મને મળવા આવ...'લેપ' ગાર્ડેનમાં.

યશ; જી કેટલા વાગે મે’મ

પ્રિયા; બસ અભી

યશ; જી મેડમ જી

પ્રિયાની આંખ રડી પડી. સગાઇ પહેલાં એકબીજાને મળવા બે જીવ તલપાપડ થાય છે. જ્યારે પ્રિયાને કેટલા માન-સન્માન સાથે યશ બોલાવે છે. બંને 'લેપ' ગાર્ડેનમાં મળે છે.

પ્રિયા; યશ

(યશે પ્રિયા સામે જોયું. શરીરે ગોરીને મીડીયમ લંબાઇના વાળ, સરસ તૈયાર થઇને ઉભેલી પ્રિયાને જોઇ તે ક્ષણભર મોહિત થઇ જાય છે. પણ તરત જ મોહ ભંગ થઇ જાય છે.)

યશ; મેડમ ! બોલો. હું તમારી શું ખીદમદ કરી શકું છું. હું હાજર છું.

પ્રિયા; યશ! પ્લીઝ..મને ખબર છે કે પાપા એ તારા ફેમીલી સાથે જબરદસ્તી

કરી પણ.. તું મને આમ મે’મ તમે એમ કહી શરમાવ નહીં. હું દિલથી કહું છુ યશ.

યશ; મે’મ, તમારા લોકોને દિલ હોય એ મને નથી ખબરને મારા ફેમીલીમા તો દિલ જ નથી.

પ્રિયા; [પ્રિયા એક ઉંડૉ શ્વાસ લઇ મુદ્દા પર આવી] જો યશ ! મને ખબર છે,તારે મારા જોડે મેરેજ કરવા નથી. પરતું તમે મારા પાપાને કારણે મજબૂર છો.

યશ;ઓહ, એટલે હમદર્દી જતાવવા આવી છો?તારો હાથ પકડવા કોઇ તૈયાર ન’તું ને તારા પાપા એ ગાળીયો મને પોરવ્યોને હવે, તું મને સાંત્વન આપે છે.

પ્રિયા; જી! હા! તું એવુ કરજે કે આમ તો કેહવાય નહીં પણ મેરેજના એક દિવસ પહેલા તું જૂજ દવા પી લે જે.તું જે દવા પીવે તે બોટલ બાજુમા જ રાખી દેજે. ડૉકટરને સારવાર કરાવવામા સારુ રહે.લેટરમા લખજે કે ડીની જબરદસ્તીથી.

યશ; વ્હોટ?

પ્રિયા; હું પાપાને કહીશ હવે મેરેજ માટે હું ના પાડુ છું. પાપા તારાફેમીલીને પછી કશું નહી કરે.

યશ;પ્રિયા

પ્રિયા; યશ, હું પાપાને અત્યારે ના નહીં પાડી શકું, કેમ કે ખુદ મારા પાપા મારાથી છુટકારો જોઇએ છે. તેનુ કારણ મારી જાતિ છે. પાપાને દીકરો જોઇતો હતોને હું દીકરી થઇને આવી. બસ ત્યારથી એ મારો છુટકારો ચાહે છે. હું તને આ

પ્લાનથી જ જબરદસ્તીથી બાંધેલા બંધનથી મુક્ત કરી શકું છું.

યશ; પણ તારા પાપા તારાથી છુટકારો કેમ ચાહે છે.

પ્રિયા; પાપા, વારસદાર ચાહતા હતા ને હું દીકરી...

યશ; પ્રિયા! આઇ એમ સોરી.

પ્રિયા; હવે પાછું શું થયું?

યશ; મેં તને ગલત સમજી.

પ્રિયા; યશ ઓકે ગલત તો મને આખી દુનિયા સમજે છે તું એક વધારે એમ પણ હાલ તો ભૂલ જ મારા પાપાની છે તો...

યશ;પ્રિયા, તને મારી ખુશીની આટલી પરવા છે તો હું તારી સાથે અવશ્ય મેરેજ કરીશ.

પ્રિયા; યશ... તું આમ ભાવનામાં આવીને કોઇ નિર્ણય ન કર. છેલ્લો નિર્ણય તારો જ હશે. આ મારો નંબર.. ચિઠ્ઠી આપી જતી રહે છે.

પછી યશ પ્રિયા વિશે જાણે છે. તેને બધા જ રિવ્યૂ સારા મળે છે પણ ડીના કારણે બધા તેનાથી દૂર રહેતા હોય છે યશને પ્રિયા માટે લાગણી જાગે છે. તેના મગજમાં પ્રિયાના જ વિચારો ઘર કરી જાય છે તેના દુઃખના પણ વિચાર આવવા લાગે છે પછી

...

પછી તો મોબાઇલમાં મોડે સુધી વાતોને બગીચામાં મળવાનું. એકબીજાનો હાથ પકડવો, નજીક બેસવું, ખોળામાં સૂવું, પપ્પી કરવી, આવું બધુ જ યશને યાદ આવવા લાગ્યું અને તે બડબડવા લાગ્યો પ્રિયા... પ્રિયા... પ્રિયા...

બેભાન યશ પ્રિયા સાથે વિતાવેલી પળોને અસુધ અવસ્થામા પણ યાદ કરતો રહ્યો.

ડૉક્ટર દોડીને આવ્યા અને યશને ઓકિસજન પર રાખ્યો પછી બે કલાક બાદ યશને ભાન આવ્યું અને બોલ્યો પ્રિયા.. પ્રિયા... પ્રિયા... ડોક્ટરના કહેવા મુજબ પ્રિયા તેની બાજુમાં જ છે. ડૉક્ટર બોલીને ગયા કે પ્રિયા યશ જોડે આઈ.સી.યુ.માં જ રહે. ફરીવાર ભાન આવ્યુ તો પણ પ્રિયા યશ જોડે જ છે અને તે ઉભા થવા પણ કોશીશ કરી તો પ્રિયાએ સુવા જ કહ્યું અને બોલી; ’’તારે મેરેજ ન’તા જ કરવા તો મારી જોડે પ્રેમનું નાટક કેમ કર્યું ? મારા પાપા જોડે બદલો લેવા માટે ? બીજું દવા પી લીધી તેના કરતા મને કહ્યું હોત તો કદાચ હું તારા માટે કશુંક વિચાર કરીને રસ્તો શોધી લેત. હું તને બહાર મોકલીને પાપાને કહેત કે યશ લગ્ન પહેલાં બીજી છોકરી જોડે ભાગી ગયો. મમ્મી... પાપાને એક આંચ પણ... યશે થોડી સુધ્ધ અવસ્થામાં તેનો હાથ પ્રિયાના મોં પર મૂક્યો... હજુ તેનામાં તાકાત નહિવત જ છે માત્ર થોડો ભાનમાં આવ્યો છે.

મહેક; સર... યશ...

ડી રડવા લાગ્યો, બેટા દવા પી લીધી, મે< જબરદસ્તી....

અંશ; સર ! તમે હિંમત રાખો. પ્રિયાને કોણ સંભાળશે ? ડૉક્ટરને મળીને અંશને મહેક અંદર જાય છે. ડોક્ટર અંશ હોવાથી

કોઇ ના કહી શકે એવું કશું હતું જ નહીં.

મહેક; પ્રિયા (પ્રિયા દોડીને તેની ખાસ તેનો સાથ આપનારને બાથ ભીડી બોલી) યશે કેવુ કર્યુ ! તેને મેરેજ ન’તા કરવા તો શા માટે આટલું મોટું મારા જોડે પ્રેમનું નાટક કર્યુ ? શા માટે મહેક ? શું પ્રેમ આમ દગો કરીને જ થાય છે કે પ્રેમનો અંજામ કરુણ જ હોય છે ? મહેક કશું જ ન બોલી તેના પર આ જ આપવિતી થઇ કેમ ભૂલી શકે મહેક ?

પ્રિયા; તને યાદ છે 'તું ટાઇગર જિંદા હૈ' જોવા તું અમને છોડી ગઇ હતી?

મહેક; હા..પ્રિયા હા... પ્લીઝ, તું તારી જાતને સંભાળ.

પ્રિયા; ને એકાંતમા... તારા ઘેર... પણ... મળ્યા છીએ.

મહેક; પ્લીઝ,,,પ્રિયા..બસ...

(અંશ યશની બાજુમાં છે)

યશ;અં....શ........અં...શ [માંડ માંડ બોલ્યો યશ આટલું]

અંશે યશનો હાથ પકડ્યૉ યશ યશ

યશ;અં...શ...મે.......દ...વા...ન...થી...પી.....ધી......... યશને ખૂબ જ શ્વાસ ચડવા લાગ્યો......તે હાથ-પગ-માથું હલાવવા લાગ્યો... પછી માંડ માંડ બોલ્યો મે......ટેબલ........પ...ર...પડે....લુ દુ....ધ...પી...ધુ.......હતું.....યશ

બેભાન થય ગયો.

અંશે ઓકિસજન આપી યશને શ્વાસ આપ્યો. મહેકને પ્રિયા ચોકી ગયાં.

પ્રિયા; મતલબ.... યશને કોઇ બીજા એ જ ઝેર આપ્યું છે.

મહેક; પણ કોણ... કોણ આવું કરી શકે?

અંશ; મહેક-પ્રિયા આ વાત કોઇને ન કહેતા.

પ્રિયા; પણ અંશ આ વાત પોલિસને કરવી જ જોઇએ.

અંશ; ના પ્રિયા, આ ભૂલ નહીં બકા...

પ્રિયા; બટ વ્હાય નોટ ?

અંશ; આનાથી આરોપી સતર્ક થઇને સબૂતનો નાશ કરશે.

મહેક; પણ એવું થઇ શકે ફરીવાર એ યશની જાન લેવા કોશીશ કરી શકે છે ?

અંશ; આના માટે પોલિસ પ્રોટક્શન, ડીના કોઇ દુશ્મને આ હરકત કરી એમ કહીને.

મહેક;હમ્મમ,આ થઇ શકે પ્રિયા

પ્રિયા; જી, ગમે તે કરો પણ યશને બચાવોને આરોપીને પકડૉ બસ... એ રડવા લાગી મહેંકે તેને બાહોમાં લીધી.

(વઘુ આવતા અંકે)


Rate this content
Log in

Similar gujarati story from Crime