STORYMIRROR

shital malani

Thriller

4  

shital malani

Thriller

યાદગાર સફર

યાદગાર સફર

3 mins
63

ટ્રેનની એક યાદગાર સફર... એવી યાદગાર સફર કે જેમાં ડર જ હતો અજાણ્યો..આ સત્ય ઘટના છે. પણ કોઈની જાતિ પરત્વેનો વિરોધ નથી. ગોધરાકાંડ વખતે જે હિંદુ-મુસ્લિમો વચ્ચે કોમી રમખાણો હતા. એ સમયની આસપાસનો લેખ છે. કોઈને હું ખરાબ દર્શાવવા નથી ઈચ્છતી પણ સાચી વાત છે એ દર્શાવતો નાનો પ્રયાસ છે..કોઈની લાગણી દુભાય તો માફ કરશો.

            હીના એક વાર મુંબઈથી જામનગર એકલી અને પહેલીવાર જ આવી રહી હતી. સંજોગોને આધિન સીટ કન્ફર્મેશન પણ બાકી હતું. થઈ જ જશે અને હેરાન નહીં જ થાવ એવા દ્રઢ વિશ્વાસ સાથે એ તો બાંદ્રાથી બેસી...બે વાગ્યે ભરબપોરના... ચડવા સમયે ધ્યાન ન ગયું પણ પછી ધ્યાન પડ્યું કે આખી ટ્રેનના મુસાફરોમાં એંસી ટકા મુસાફરો મુસ્લિમ..બધા હજ પઢીને પાછા આવતા હતા. ગોધરાકાંડની ઘટનાને છ મહિના જેવો જ સમય થયો હતો. બધું બધા માટે તાજેતાજું જ હતું.

      એને અનેક વિચાર આવ્યાં ખરાબ ! પણ, બુરખાધારી પાંત્રીસેક વર્ષની યુવતીએ પ્રવેશ કર્યો અને પોતાની ખાવિંદની સીટ હીનાને ઓફર કરી. એની બાજુમાં હીના બેઠી જ કે મુસ્લિમ યુવતી બોલી "દીદી, તમને મહેંદી આવડતી હોય તો મૂકી દો ને ! મને મહેંદીનો રંગ ન ચડ્યો જરા પણ..કાલ અમારા માટે મોરબી જશ્ન ગોઠવ્યું છે તો સારું નહીં જ લાગે."

    હીનાએ આનાકાની ન કરી કારણ મહેંદી જ હીનાનો જબરો શોખ હતો. તેણે સરસ મહેંદી મૂકી દીધી અને એ યુવતીએ એ દરમિયાન મકકા-મદીનાની તમામ સફરનો આનંદ વર્ણવ્યો. હીનાએ પોતાની કોઈ ઓળખ ન આપી છતા એણે નામ જણાવવા કહ્યું.. 'હીના' સાંભળ્યું કે એણે હાથ ચૂમી લીધા.

      એ કોચમાં ફક્ત બે યુવતી સિવાય આગળ પાછળના બધા કોચમાં ખાલી પુરૂષો જ.. ત્યાં જ એ યુવતીના શૌહર આવ્યા. એ યુવતીએ એની મહેંદી એમને બતાવી અને હીના જે વ્યથા અનુભવતી હતી એ કદાચ પોતે જાણી ગઈ હશે !

તો એના શૌહરે હીનાની સામે જ એક પછી એક ફોન ચાલુ કરી દીધા. એમની ભાષા હીનાને નહોતી સમજાતી. એ પણ ડરથી ઢીલી પોચી થતી થતી.. શું થશે એવા વિચાર કરવા લાગી. એણે બધા સાથે મહેંદીની ચર્ચા અને મૂકનારની જ વાત કરતા હતા એ પાકું હતું.

     લગભગ, પાંચ કલાક પછી જે સ્ટેશન આવ્યું એ સ્ટેશન પર ટ્રેન સ્ટોપ થઈ. તે વિચારતી જ રહી અને એ કોચના તમામ પુરુષો એક પછી એક સામાન આડાઅવળા કરતા કરતા ગાયબ જ થઈ ગયા.. આખું પ્લેટફોર્મ દાઢી, સુરમો, બુરખાધારી, અતરવાળા મુસ્લિમોથી ભરચક...કોઈ વિચાર જ નહોતો આવતો મનમાં...

    બધા નીચે હતા ત્યાં જ હીનાએ ગભરાટમાં જેવું તેવું જમી લીધું અને પોતાની સીટનું કન્ફર્મેશન શ્યોર થયું કે સીટને પકડી નીડરતાથી બેસવાનો ડોળ કર્યો. હવે જ ડર હતો કારણ રાત થવાની હતી. ત્યાં તો ગજબ થઈ ગયો !! એ કોચના ચાર પુરૂષો સિવાય બાકી બધા અલગ થલગ ગોઠવાઈ ગયા અને એના આખા કોચમાં ખાલી મહિલાઓ જ રહ્યા એ પણ બુરખાવાળા. હીના પાસે મહેંદી મૂકાવનારી યુવતી સિવાય ત્યાં બીજી છ મહીલા હતા. પુરુષો કોઈ જ નહીં.

    આ જોઈને વધુ ડર પેઠો કે શું વિચાર હશે આ લોકોનો.. પણ ભગવાનની મહેરબાની સમજો કે રાજકોટ સુધી એ કોચમાં હીનાની સાથે એ યુવતી ત્યાં જ રહી. વિરમગામ સ્ટેશને એ યુવતીના પતિ બે ચા,એક કોફી અને નાસ્તો લઈને આવીને કહે, " અમારી હજની આ સફરના તમે પણ‌ સહભાગી.. કારણ તમે આ મહેંદીનો રંગ ચડાવ્યો મારી બેગમના હાથે તો એ રંગ આપણા સંબંધનો પણ. હીનાબેન તમે મારા અને એના નાના બહેન બન્યા. આમ કહી, એ લોકોએ ચાંદીની એક વીંટી આપી યાદી માટે.

   હીનાને વિચાર આવ્યો કે એની પત્નીને મેં મહેંદી લગાવી હતી એ વાત એણે બધાને કહી જ હશે કે હું આ ટ્રેનની સફરમાં એકલી છું અને કદાચ હું આ બધાથી ડરી ગઈ છું.. એ વાતને સમજી એના ખાવિંદે બધા પુરુષોને આડીઅવળી સગવડો કરી મને સલામતી અનુભવાય એવી વ્યવસ્થા કરી. રાજકોટ આવ્યું અને એ લોકો ઊતરી ગયા. ફરી એ જ માહોલ.. આખું પ્લેટફોર્મ લીલા, કાળા અને સફેદ રંગથી છવાયેલું...

    ટ્રેન ઊપડી ત્યાં સુધી એ યુવતી બારી પાસે જ ઊભી રહી અને છેલ્લે મારો હાથ ચૂમીને નીકળી ગઈ...

    દિલધડક સફર ટ્રેનની હજી યાદ આવે ત્યારે એ રાત જે અજંપાભરી હતી એ ભૂલાતી નથી. પણ, સવાર યાદોભરી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Thriller