shital malani

Inspirational Children

4.5  

shital malani

Inspirational Children

જ્ઞાનનો દીપક

જ્ઞાનનો દીપક

3 mins
37


એક શિક્ષકે જ્ઞાન અને અજ્ઞાનના ભેદની વાત કરતા કરતા એના ચાર વિધાર્થીઓને બોલાવી બધાને એક એક કાગળ આપ્યો. આજ શિક્ષક કશું નવિન શિખવી જ્ઞાનનો દીપક પ્રજ્વલિત થશે કે કેમ એ શિખવવા માંગતા હતા કારણ કે એ શિક્ષકનો આજે એ શાળામાં ભણાવવાનો છેલ્લો દિવસ હતો. 

શિક્ષકે કહ્યું કે "આ કાગળનો સદુપયોગ કરજો. એ તમારી આજીવિકા બનવી જોઈએ. એનાથી તમારી જીંદગી પ્રકાશિત થવી જોઈએ.એ તમારી બુદ્ધિમતાની કસોટી ગણાશે."

પહેલા બાળકે એ કાગળમાંથી સુંદર ફૂલ બનાવ્યું.

બીજા બાળકે એ કાગળમાંથી સરસ દેડકો બનાવ્યો.

ત્રીજા બાળકે એ કાગળમાંથી પડિયો બનાવ્યો.

ચોથા બાળકે એ કાગળમાંથી કશું ન બનાવતા કોરો જ રાખ્યો.

ચારે બાળકો શિક્ષક પાસે ગયા. 

પહેલા બાળકનું ફૂલ જોઈને સાહેબ ખુશ થયા અને કહ્યું કે "આવડત તો સારી છે પણ હું એક ફૂલથી સંતુષ્ટ નથી. એનું કારણ એ જ કે કુદરતી ફૂલોની સરખામણીમાં આ ફૂલોનો ઊપયોગ ઓછો જ રહેશે. તારો પ્રયાસ સારો છે. તું જઈ શકે છે."

બીજા બાળકે બનાવેલો દેડકો જોઈ સાહેબ તો આશ્વર્ય પામ્યા. એણે કહ્યું કે "તારી કારિગરી તો અદ્ભુત છે પરંતુ, વરસાદના પાણીમાં આ દેડકો જીવશે કે કેમ ? એને તો તું સ્પર્શ કરે ત્યારે જ એ કૂદકો મારે છે. ભવિષ્યમાં તારી આ કારિગરીમાં તું બધે આ દેડકાની સાથે બધે હોઈશ કે કેમ ? નિરાશ ન થજે. તારી આવડત પણ અતિસુંદર છે."

ત્રીજા બાળકને પણ સાહેબે બોલાવ્યો. એ બાળક તો એના પડિયામાં 'ચણી બોર' ભરી લાવ્યો હતો. એણે સરસ મજાનું સુશોભન કરી ભરેલો પડિયો સાહેબના હાથમાં થમાવ્યો. આ તો સાહેબ હતા ! બુદ્ધિના બાદશાહ ! એણે સ્વીકાર્યો અને ચણીબોરનો તો ઘા કરી ફેંકી દીધા. બાળક કશું જ ન સમજ્યો !

સાહેબે કહ્યું, " જીંદગીમાં ખુશામત કરીને તું કેટલી સીડીઓ સર કરી શકીશ ? આવડત સારી છે પણ પગભર બનવા માટે ખુદની સીડી બનાવતા શીખો."

હવે આવ્યો ચોથા બાળકનો વારો. એ બાળકે ફૂલ, દેડકો અને પડીયો લઈને સાહેબને કહ્યું કે "આ બધાની કિંમત તો ખૂબ જ અણમોલ છે. પરંતુ, આપને તો એ ન ગમ્યું ! હું તો સાવ કોરો કાગળ જ લાવ્યો છું. હું મારી આજીવિકા માટે આવા નાના - મોટા કારીગરની કળાનું સન્માન કરીશ અને એ લોકોને એની આવડતનું યોગ્ય વળતર આપીશ. દરેક લોકોમાં કંઇક ખૂબીને ખામી હોય જ. હું એને ઓળખી એમની સાથે મારો પણ નફો રળીશ. જો તમને મારી વાત ગમી હોય તો આ મારો કોરો કાગળ એક એગ્રીમેન્ટ સમજી મને આગળ વધવામાં સહાય કરજો." આમ કહી, કોરો કાગળ સાહેબ સમક્ષ ધર્યો. સાહેબે તો એમાં સહી કરી અને એની પીઠ પણ થાબડી.

બાળક ખુશ થઈ ચાલતું થયું તો સાહેબે એને પાછો બોલાવ્યો. એ બાળક પાછો આવ્યો . હવે સાહેબે એના ખિસ્સામાંથી એક કોરો કાગળ કાઢયો અને પ્રેમથી કહ્યું કે "દીકરા, ઓટોગ્રાફ તો આપતો જા. ભવિષ્યમાં કયારેય મારે તને મળવું હોય અને એપોઈન્ટમેન્ટ લેવી પડે અને કદાચ તારી પાસે સમય ન હોય અને તું મને ના પાડી દે તો ? "

એ બાળકે હોંશથી પોતાનો ઓટોગ્રાફ આપ્યો અને નીચે લખ્યું પણ ખરા, "આપનું આ ઘડતર મને સફળતા તરફ લઈ જશે. પરંતુ, આપને એપોઈન્ટમેન્ટની જરુર નહીં પડે. હું જ તમને મળવા આવીશ. આપે જ્ઞાનના દીપકથી અંતરની આંખો ખોલી છે.

જયહિન્દ...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational