વ્રતનો મહિમા
વ્રતનો મહિમા
એક નાનકડું ગામ. ગામને પાદર એક ભગવાન શિવનું મોટું મંદિર. અષાઢ મહિનાનો સમય હતો. નાની નાની બાળાઓ હાથમાં જવારા અને થાળી લઈને જતી હતી. સામેથી એક સાત વર્ષની દીકરી. નામ રૂપા સામે મળી. તેમણે આ બાળાઓને પૂછ્યું," તમે ક્યાં જાવ છો અને આ તમારા હાથમાં શું છે."
તે બધી બાળાઓએ કહ્યું," અમે બધા ગૌરીવ્રત કરવા જઈએ છીએ. અમારી પાસે જવારા અને વ્રતના પૂજાપાની થાળી છે. આ વ્રત કરવાથી કુંવારી કન્યાને મનગમતો વર મળે. રૂપાએ પૂછ્યું," મારે પણ આ વ્રત કરવું છે ? મને કહોને તેના માટે શું કરવું જોઈએ."
એટલે પેલી છોકરીઓએ વ્રતની વિધિ કહેવા જ જતી હતી ત્યાં પાંચમાંથી એક છોકરીએ ના પાડી. આપણે તેને વ્રતની વિધિ નથી કહેવી. બાકી એને આપણા કરતાં વધારે સારો વર મળશે. તે છોકરીઓ વ્રતની વિધિ કહ્યા વિના જ આગળ જતી રહી.
આ છોકરી જે કોઈ પણ નીકળે તે બધાને ગૌરીવ્રત વિશે પૂછે. પણ તેમાંથી ઘણા આ વિધિ વિશે જાણતા ન હોય. પરંતુ ત્યાંથી એક ડોશીમા નીકળ્યા. તેણે ગૌરીવ્રતની આખી વિધિ આ નાનકડી છોકરીને કહી.
ડોશીમા એ કહ્યું,"આ વ્રત કરવા માટે જેઠ મહિનાની ચાર રવિવાર ઉપવાસ કરવાનો હોય છે. ત્યારબાદ અષાઢ મહિનાના સુદ અગિયારસથી પૂનમ પાંચ દિવસ સુધી મોળું ખાવાનું. ગોરમા બનાવી તેની પુજા કરવાની.પ્રસાદ બાળકોને વહેંચવી. પાંચમા દિવસે જાગરણ કરવું. જવારા વાવી તેની પુજા કરી નદીમાં પધરાવવા." પાંચ વર્ષ પૂર્ણ થયા પછી તેની ઉજવણી કરવાની.
રૂપા કહે હું પણ આ વ્રત આવતા વર્ષથી કરીશ. રૂપાએ પણ બધી છોકરીઓની જેમ જ સવારે તૈયાર થઈ મંદિરમાં જઈ પૂજા કરી. જવારાનું પૂજન કર્યુ. જાગરણ કર્યું. પુરી શ્રધ્ધા અને ભકિતભાવથી વ્રતનું ઉજવણું કર્યું.
સમય પસાર થઈ ગયો. રૂપા મોટી થઈ તેને ખૂબ જ સુંદર ઘર અને વર બંને મળ્યા. જ્યારે પેલી છોકરી જેમણે વ્રત ની વિધિ ન કહી, તે અત્યારે જીવનમાં ખૂબ દુઃખી છે.
વ્રત પુરી શ્રધ્ધા અને ભકિતભાવ સાથે કરો તો અવશ્ય તેનું ફળ મળે જ છે.
