Parin Dave

Drama Romance

4.8  

Parin Dave

Drama Romance

વર્ષા

વર્ષા

2 mins
376


અમદાવાદમાં કાળઝાળ ગરમીનો માહોલ હતો. જૂન મહિનાના અંતિમ દિવસ ચાલી રહયા હતા. શ્યામલ અને કેતકી બંને ઓફિસમાંથી ઘરે જવા પોત પોતાના વ્હીકલ ઉપર નીકળ્યા અને અચાનક જ પવનના સુસવાટા આવવા લાગ્યાશ અને ક્યાંકથી એક ઘનઘોર વાદળ આકાશમાં આવીને મોસમના પહેલાં વરસાદના આગમનના એંધાણ આપી રહ્યાં. ધીમે ધીમે મોસમનો પહેલો વરસાદ વરસવાનો ચાલુ થયો. આ જોઈને શ્યામલ અને કેતકી બંનેએ પોતાના વેહિકલને સાઈડમાં પાર્ક કરીને એક નવા બનતા બિલ્ડિંગમાં વરસાદના છાંટા એમને ભીના ના કરે એ રીતે ઊભા રહ્યા. બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા એટલે હાય હલ્લોના સંબંધ તો હતા. 

આજ ના આ પહેલા વરસાદે બંનેને જાણે વાતો કરવાનો મોકો આપ્યો હોય એવું હતું. બંને મનોમન એકબીજાને ગમતાં હતા પણ આજ સુધી કંઈ કહી શકયા નહોતા. આજે એ મોકો ચૂકી જવાનું કોઈ વિચારતું નહોતું. બંને જણા મનમાં ને મનમાં વાતો કરતા હતા પણ પહેલ કોણ કરે ? ત્યાં જ એકદમ ક્યાંક નજીકમાં વીજળી પડી હોય એવો અવાજ સાંભળ્યો સાથે સાથે વાદળોની ગર્જના પણ વધી ગઈ. અત્યાર સુધી ધીમે ધીમે આવતો વરસાદ એકદમ જ તૂટી પડયો. એની સાથે સાથે જ શ્યામલ અને કેતકી બંને વચ્ચેનું અબોલાપણું પણ તૂટી ગયું. 

 બંને હવે એકબીજા સાથે વાત કરવા લાગ્યા. વરસતાં વરસાદથી શરૂ થયેલી વાત " હું તને/તમને ચાહું છું " સુધી પહોંચી ગઈ. આમ ને આમ બે વરસ થયા છે. બંનેનો પ્રેમ હવે લગ્નમાં પરિણમ્યો હતો. આજે ફરીથી વાદળો ગર્જના કરે છે, વીજળીઓ થાય છે. શ્યામલ કેતકીને લઈને હોસ્પિટલમાં આવ્યો હતો. કેતકી મા બનવાની હતી. થોડીવારમાં જ ડૉક્ટરે શ્યામલને એ દીકરીનો પિતા બન્યો છે. એના ખબર આપ્યા અને બીજીબાજુ મોસમનો પહેલો વરસાદ ચાલુ થયો. બંને જણાની મુલાકાત વરસાદને લીધે થઈ હતી અને દીકરી પણ એવા જ દિવસે આ દુનિયામાં આવી હતી એટલે એનું નામ એમણે "વર્ષા " રાખ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama