STORYMIRROR

Margi Patel

Inspirational Romance

5.0  

Margi Patel

Inspirational Romance

વરસાદનો જાદુ!

વરસાદનો જાદુ!

5 mins
27.7K


પતિ પત્નીના વચ્ચે કેટલાક દિવસથી નોક-જોક ચાલતી હતી. બંને એક બીજાની વાતોમાં સાચ્ચા હતા. એમના નજરિયાથી. તો બંનેમાંથી કોઈ વાતને પડતું જ ના મુકે. એક વાતને લઇને ખુબ જ લડાઈ થઇ બંનેના વચ્ચે. ઘરવાળો ને કે હમણાં થઇ જશે હમણાં થઇ જશે, તો પણ કઈ નિવેડો નીકળ્યો જ નઈ. બંનેના વચ્ચે પ્રેમ ખુબ જ. બંને એક બીજા વગર બિલકુલ ના રહી શકે. પત્ની(અર્પિતા)ને એના પતિની તબિયત લઇને ચિંતા. અને પતિ(અનુપ)ને એની પત્ની. એક બીજાને આટલો બધો પ્રેમ કરવા છતાં પોતાની ચિંતા પોતાનો પ્રેમ વ્યકત ના કરી શકે. બંનેની જિંદગી એક બીજા પૂરતી જ.

ઘરની રોનક જ એ બંનેથી. એક દિવસ ઘરવાળાએ કંટાળીને બંનેને કીધું કે જાઓ તમે બહાર જતા આવો. એમાં પણ બંનેને વાંકુ પડ્યું. અર્પિતાને એમ કે અનુપ કેમ મને ના કહી શકે બહાર જવાનું. અનુપને એમ કે અર્પિતાને બહાર જવું જ હતું તો મને કે. બંનેના વચ્ચે વાત-ચિત બંધ હોવાથી ગેરસમજ વધતી જ રહી હતી. એના લીધે ઘણા બધા પ્રોબ્લમ થયા. વાત-ચિત બંધ થવાનું કારણ એ હતું કે બંનેના વચ્ચે મત -ભેદ સર્જાયા હતા. થોડાક સામાજિક કારણોસર અને થોડા ખુદના. બંનેની ભૂલ ત્યાં હતી કે બંનેએ વાતચીત બંદ કરી. જ્યાં તેઓ એ પોતાના વિચારો વ્યક્ત કરવાના હતા ત્યાં બોલવાનું બંદ કર્યું.

પ્રોબ્લમ તો બંનેના વચ્ચે ખૂબ જ આવ્યા. તે છતાં બંને બહાર ગયા. સવારથી બંને બહાર ગયા તો પણ કઈ વાત-ચિત ના કરી. બંને બહાર તો સાથે જ ફરતા હતા. પણ કોઈ જ વાત ના કરે. નહીંતર તો જો બંનેને થોડો પણ સમય મળે તો એટલી બધી વાતો કરે કે સમયનો અંદાજ ના રહે. પણ આજે તો ચિત્ર કઈ અલગ જ હતું. બંનેના વચ્ચે એટલી ખામોશી કે તમને હવાનો પણ અવાજ સંભળાય. બંને એક બીજા વગર જે રહી નથી શકતા એ માણસો આજે એક બીજાની આખો માં વાતો કરે છે પણ મોં પર એક શબ્દ નથી. બંનેના મન-મગજમાં ખુબ જ સવાલો છે. પણ બંને એક બીજાને કેહતા નથી.

સવારથી ફરતા ફરતા સાંજ પડી ગઈ. ઘરે જવાનું અર્પિતા કેહતી એટલામાં તો વરસાદ પડ્યો. જયારે બંને પેહલી વાર મળ્યા ત્યારે બિનમોસમ વરસાદ પડ્યો હતો. એ દિવસના વરસાદને આજ પણ અર્પિતા ભૂલી નથી. અર્પિતાને ઈચ્છા હતી કે જયારે પણ મને મારો જીવનસાથી મળે ત્યારે વરસાદ પડે. અને જયારે પેહલી વાર બને મળ્યા ત્યારે પણ વરસાદ પડ્યો અને અર્પિતાના સપનું પૂરું થયું એવું એને લાગ્યું હતું. અર્પિતા અને અનુપ એ દિવસથી વરસાદની મજા જોડે લેતા હતા. અને ભગવાનના સંજોગ કે આજે પણ બિનમોસમ વરસાદ થયો.

વરસાદ વરસતો હતો બંને એક બીજાની આખોમાં દેખી રહ્યા હતા. પેહલાના દિવસો યાદ કરતા. પણ કોઈ બોલે નઈ . યાર ! આ બંનેની ચુપી તો જીવ લઇ લેશે. વરસતા વરસાદમાં બંને ચાલતા ચાલતા આગળ જતા હતા. એટલામાં જ અર્પિતા લપસી અને અનૂપે અર્પિતાને પકડી દીધી. હવે તો શું યાર એક બાજુ વરસાદ પડતો હોય અને પોતાનો જીવનસાથી સાથે હોય. અને સામે એક ચાઇનો સ્ટોલ હોય. તો તો કેવી મજા આવે. હાય, હવે અનુપનો અવાજ સાંભળવા મળ્યો કે 'ચાલ આપણે ચાઇ પીએ.' બંને ચાઇ પીધી. અનુપ કહે અર્પિતા ને કે "તને કઈ વાગ્યું નથી ને. જોઈ લે નહીંતર ડૉક્ટર પાસે લઇ જાઉં." અર્પિતા ધીમા સ્વરમાં બોલી "ના હું ઠીક છું તમને કઈ નથી થયું ને ?" અનુપ કહે, 'ના હું પણ ઠીક છું.' આટલી વાતથી એમના બંને વચ્ચે વાતની શુભ શરૂઆત થઇ.

ધીમે ધીમે બંને ચાલતા ચાલતા આગળ જઈ રહ્યા હતા અને બંનેના વચ્ચેના મત-ભેદ દૂર થતા ગયા. થોડો ઝઘડો પણ થયો. થોડી બહેસ થઇ. વાત-ચિત, ઝઘડો, આનાકાની કરતા કરતા બંનેના વચ્ચેના મતભેદ ઘણા ઓછા થઇ ગયા. બંને એ એક બીજાને સોરી કહી દીધું હોયને તો આટલું બધું થાય જ નહિ. પણ સોરી બોલે કોણ ? દોસ્તી અને રિલેશનમાં "નો સોરી, નો થેન્ક્સ" લોકો કહે છે. પણ એવું નથી. "થેન્ક્સ અને સોર્ય" રીલેશનમાં ખુબ જ જરૂરી છે. આ બે શબ્દો તમારા સંબંધોને સાચવી રાખી છે. જયારે પણ જરૂર પડે ત્યારે સોરી અને થૅન્ક્સ કહી જ દેવાનું. પતિ પત્ની વચ્ચે ઝગડો પણ જરૂરી છે જેથી બંને વચ્ચેનો સબંધ મજબૂત બને. એ પણ જરૂરી છે કે બંને એક બીજાની વાત સાંભળે. એક બીજાને સમજે. અર્પિતા અને અનુપ ચાલતા ચાલતા એમના વચ્ચે ગણી બધી વાતો થઇ.. બંને વચ્ચેના મત ભેદ દૂર થતા ગયા.

થોડીક એવી પણ વાતો હતી કે બંને એક બીજાનો વિરોધ કરતા હતા. અને એ ચર્ચા કરતા કરતા અર્પિતા એ એકદમ જ અનુપ ને કીધું કે "અનુપ, આઈ એમ પ્રેગ્નેટ..." અનુપ એ સાંભળીને સ્તભ થઇ ગયો. એને ખબર જ ના પડી કે એ શું કરે કે શું ના કરે?. અનુપ એટલો બધો ખુશ થઇ ગયો કે અર્પિતાને ઉઠાવીને વરસાદમાં ઘૂમવા લાગ્યો. એટલો ખુશ કે અર્પિતા એ પેહલા કદી એને આટલો ખુશ દેખો જ નઈ. બંનેના વચ્ચેના દરેક ઇસ્યુ ખતમ થઇ ગયા. અનુપ અને અર્પિતા ઘરે જઈ રહ્યા હતા. જયારે બંને ઘરેથી નીકળ્યા હતા એ વખતે બંને એક બીજા સાથે વાતો પણ કરતા ન હતા. અત્યારે બંને ખુશી ખુશી ઘરે જય રહ્યા હતા. બંને એક બીજાની આંખમાં દેખતા હતા. પણ અત્યારે કોઈ સવાલ નઈ પણ પ્રેમ, ખુશીનો અનુભવ કરી રહ્યા હતા. ઘરે પહોંચ્યા ત્યારે ઘરના સભ્યો બંનેને ખુશ દેખીને અમને પણ શાંતિ થઇ. અને જયારે અનુપ ઘરમાં વાત કરી તો ઘરમાં ખુશીનો માહોલ છળવાઇ ગયો. અનુપ અને અર્પિતા જીવનમાં ફરીથી આ વરસાદે એક બીજી ખુશી આપી. એ બંને માટે વરસાદ એક મેજીક જેવું છે.

અનુપ અને અર્પિતા બહાર ના ગયા હોય અને બંને એ વાત ના કરી હોટ તો આજ પણ બંને વચ્ચે પ્રોબ્લમ હોય. અને બંને આ ખુશ ખબરીની આટલી ખુશી પણ ના હોય. બંને વચ્ચેના મત-ભેદ દૂર થઇ ગયા. બંને ખુબ જ ખુશ રહે છે. રીલેશનમાં કોમ્યુનીકેશન ખુબ જ ખુબ જ જરૂરી છે. જયારે પતિ પત્ની વચ્ચે કૉમ્યૂનિકેશન ઓછી થયાને ત્યારથી બંને વચ્ચેના પ્રૉમ્બલની શરૂઆત થાય છે. પછી તો ખુબ જ નાની નાની બાબતે પણ લડાઈ થઇ છે. નાની નાની બાબતો પણ મોટું સરૂપ લે છે. દરેક રિલેશનમાં કૉમ્યૂનિકેશન જરૂર છે. તમે એક બીજાને ખુબ જ પ્રેમ કરો છો બંનેને ખબર પણ છે. તો પણ અમુક સમય એ પ્રેમ ને શબ્દોમાં વ્યક્ત કરવું જરૂરી છે. જેનાથી તમારા સબંધો વધારે મજબૂત બને છે. આજે અર્પિતા અને અનુપ એટલા ખુશ છે કે તેનો કોઈ અંદાજો નથી. બનીનું જીવન શાંતિથી વીતી રહ્યું છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational