વૃક્ષોની ગપસપ
વૃક્ષોની ગપસપ
એક હતું આંબાનું ઝાડ અને બાજુમાં હતું લીમડાનું ઝાડ. બપોરનો સમય હતો. બધા જમીને આરામ કરતા હતા. આંબાએ લીમડાને કહ્યું," હે લીમડાભાઈ તમારે તો કેવી મજા. તમારી લીંબોળી કડવી. એટલે કોઈ ને ભાવે નહિ ને કોઈ ખાય નહિ. મારે તો કેવી ઉપાધિ. "
લીમડો કહે," એમાં વળી શું ઉપાધિ. કેરી આવે એટલે લોકો તોડીને લઈ જાય. મારું તો લાકડું, થડ, ડાળી કડવી લીંબોળી બધું ઉપયોગી. મને તો લોકો આખો કાપીને જ લઈ જાય. ફર્નિચર બનાવવા લાકડું લઈ જાય. દવા બનાવવા થડ અને છાલ લઈ જાય. એમાં પણ ચોમાસામાં મચ્છર ભગાવવા મારા પાંદડા લઈ જાય ને ધુમાડો કરે. કેટલી પરેશાની. "
આંબો કહે," હા લીમડાભાઈ આપણી બંનેની સ્થિતિ સરખી જ છે. મારા ઝાડમાં કેરી આવે એટલે નાની નાની ખાખડી ખાવા લઈ જાય. અથાણું કરવા કેરી પાડવા પથ્થરના ઘા મારે. એમા એ ઓછું હોય તે કેરી પાકી જાય એટલે આખો ઝારી નાખે. "
લીમડો કહે," હા સાચી વાત. મનુષ્ય કેટલા સ્વાર્થી છે. પોતાના ફાયદા માટે આપણો ઉપયોગ કરે. તેમ છતાં નવાં ઝાડ ઉગાડતા નથી. પછી કહે, વરસાદ આવતો નથી. તાપમાન વધી ગયું. આમ કરે તો બીજું શું થાય.
