વૃધાધાશ્રમ
વૃધાધાશ્રમ
૫૦ રૂપિયા નું બંડલ લઈને સમીર શાહ આજે વૃધાધાશ્રમ માં એક રાઉન્ડ લેવા નીકળ્યા .. બધાના ખાટ્લા પર જય શ્રીકૃષ્ણ કહીને ૫૦ની નોટ મુકતા .
એક ખાટ્લા પર જેવી નોટ મૂકી ત્યાં બેસેલા વડીલે એની પાસે ૧૦૦૦ નું બંડલ મુક્યું . અને બોલ્યા" દીકરા જિંદગી પૈસાથી નહિ. માણસોથી ચાલે છે. આ રૂપિયા લઇ લે આગળ જતા અહિયાં નામ લખાવા કામ લાગશે "
અભિમાનથી ઉઠેલી ગરદન નજર સાથે નીચી થઇ ગઈ.
