Vibhuti Mehta

Inspirational Thriller Children

3  

Vibhuti Mehta

Inspirational Thriller Children

વૃદ્ધાવસ્થાના એંધાણ

વૃદ્ધાવસ્થાના એંધાણ

2 mins
226


બાળપણ અને વૃદ્ધવસ્થાની પરિસ્થિતિ એકસરખી હોય છે. કારણ, બાળકો અને વૃદ્ધોનો સ્વભાવ એકસરખો હોય છે ફર્ક માત્ર ઉંમરનો જ હોય છે. આપણી અંદર એક બાળકબુદ્ધિ ક્યાંક ને ક્યાંક હોય જ છે બસ‌‌ ખાલી દુનિયાનાં ખેલ સામે આપણે બાળક બુદ્ધિનો‌‌ ઉપયોગ નથી કરી શકતા. કારણ, નહીં તો હાર આપણી નક્કી છે પણ ખરેખર આપણે હારવાનું નથી.

મારું બાળપણ ખુબ મોજ અને મસ્તીમાં વિત્યું છે' હું બહુ નસીબદાર છું કે ‌મારુ બાળપણ મારા દાદાજી સાથે વિત્યું હતું એનો મને આનંદ છે, મને પોતાની બાઈક પાછળ બેસાડી દુપટ્ટા વડે બાંધીને ગામડે લઈ જતા બાંધી એટલે દેતા કે; હું ગાડીમાં સૂઈ જાવ તો પડી ન જાવ ! એ દિવસો પણ‌ અદ્ભુત અને રમણીય હતાં,"બાળપણ‌ની યાદો બહુ આવે છે: ઘરમાં બાંધેલી ખાંટ (હિંચકો), એમાં બેસવાની ખુબ મજા આવતી જેટલાં મોટા હિંચકા ખાવાં હોય એટલાં ખાવાનાં પડવાની પણ બીક ન હતી. વડની ડાળી પર પણ હિંચકો બનાવીને રમતા હતા, સૌથી વધારે બાળપણની પ્રિય રમત "ઘરઘરતા" હતી, એ શબ્દ આજનાં યુગમાં લુપ્ત થઈ ગયો છે' સમય જતાં બધું બદલાઈ ગયું પણ‌ બાળપણ હજી યાદ છે.

હું તો નારિયેળના ઝાડ પર ચડી ગઈ હતી એકવાર ચડતા ચડાય ગયું પણ‌ ઊતરી ન શકાયું ! આ દિવસો પણ હતાં હો બાકી ! ગામડાંના ઘરે ગાયો પણ રાખતા હતા એટલે બાળપણથી ગાય ને દોતાં પણ આવડતું હતું.

દાદા ખુબ સ્ટ્રોંગ હતાં એટલે કદાચ જીવનમાં હું સંઘર્ષ કરી શકું છું. દાદાની ટ્રેનિંગ મળી એટલે કામયાબ બની છું, દાદાનું સ્વપ્ન હતું કે હું પોલીસ બનું એને મેં એમનું સ્વપ્ન સાકાર કર્યું, મારાં બાળપણનાં શક્તિમાન મારાં દાદા હતાં આજે પણ એ જ છે. ભલે મારી જોડે નથી પણ‌ કાયમ મારી વર્દીમાં મને મારા દાદા દેખાય છે. ઘરનો મોભી જો આત્મવિશ્વાસુ હોય તો પાછળની દરેક પેઢી એમનાં આત્મવિશ્વાસને અનુસરીને ચાલશે, એમની આવડત અને સ્વભાવ પુરા પરિવારને બાંધેલો રાખશે આ ખરેખર વાસ્તવિકતા છે !

બાળપણમાં હું ટાયરથી પણ રમતી, લંગડી પણ રમતી આ બધી રમતો લુપ્ત થઈ ગઈ છે પણ‌ ક્યાંક આપણી યાદોમાં છે હજી પણ ! રમત સાથે ઘણું બધું લુપ્ત થતું દેખાય છે આપણા મમ્મી-પપ્પા,બા-દાદાને માન-સન્માન આપે સેવા કરે છે પણ કદાચ આવું આપણી પેઢીમાંથી અદ્રશ્ય થઈ ગયું હોય એવું લાગે છે !

આમ, આપણી પેઢી દર વર્ષે મોટી થતી રહી પણ સાથે જવાબદારીઓ ઘટાડતી ગઈ , સાથે-સાથે મોજ-શોખ પણ વધતાં ગયાં અને બાળપણ એમ જ ભૂલાતું ગયું !

પણ હું કયારેય એકાદ અંગત સાથે હજી પણ બાળક બનીને હું શ્રેષ્ઠ બાળપણ જીવી રહી છું. હસતાં-હસતાં..!બાળપણ ચાલ્યું ગયું છે બાળક તો હજી એક નાનકડા ખુણામાં બેઠું છે....અને ધીમે ધીમે સફેદ વાળ અને વધારે પડતી સમજદારીથી વૃધ્ધાવસ્થાના એંધાણ આવી રહ્યાં છે !                


Rate this content
Log in

Similar gujarati story from Inspirational