વલય નુ વમળ
વલય નુ વમળ
આજે બજારમાં વહેલી નિકળી. કામ પતાવતી શાકભાજી લેવા ગઈ. મોટાભાગના રાહદારી રસ્તો અોળંગવા હાથ કરી વાહનને ઊભું રખાવે. અેમાં બૈરાઅો ખાસ, અેમ મેં પણ અેમજ કયૅુ. અોળંગતા સામી તરફ પલક ઊભી હોય અેમ લાગ્યું. મનમાં થયું અહીં પલક કયાંથી હોય. પણ અનાયસેજ અેની બાજુમાં જ આવી ગઈ નજર કરીતો સાચેજ પલક હતી,
"પલક તુ અહીં !"
"અરે ! બેલા તું વાહ તું પણ અહીં."
"વચ્ચે જ અટકાવતા હું પારસનગર રહું છું."
"ને હું મહાવીરનગર"
"ચાલ રસ પીઅે."
"ચાલ"
રસ પીતા પતા વાતો કરી અેકબીજાને ફોન નંબર આપ્યાંને ફરી મળશું જલ્દી જ કહી છૂટા પડ્યા. ને હું ઘરે આવી ખૂશી સમાતી ન હતી. 'વલય' આવ્યા ને ખૂશી વ્યકત કરતાં કહયું, "આજે તો પલક મળી બજારમાં ઘણાં વષૅે."
"તો ! હું શું કરું, તને અેક ઘર મળી ગયું ગણવા ને હરવા ફરવા. રખડવાનું બહાનું પણ." ને મારો બધોજ ઉત્સાહ અોસરી ગયો. રસોડામાં ગઈ બાળકો અને વલયની થાળી પિરસીને ડાઈનીંગ ટેબલ ઉપર મૂકી ને હું રસોડું આટોપવા ગઈ.
"બેલા...બેલા..." હું સાંભળી બહાર આવી વલયે કહયું: "હું આવતીકાલે રાતે બહારગામ જાઉં છું બે દિવસ માટે મારી બેગ ભરી રાખજે ભૂલ્યા વગર.."
"હા ભરી રાખીશ."
'બે દિવસ' ને 'બહારગામ' આ બે શબ્દો સાંભળી અોસરેલો ઉત્સાહ આનંદમાં પરિણમ્યો ને મન પતંગિયાની જેમ ઊડવા લાગ્યું. જો મોબાઇલ હોતતો પલકને મેસેજ કરી જણાવી દીધું હોત. આજે મોબાઈલની ખોટ વર્તાઈ. આ તોતેર મણનો 'તો' બધેજ નડતો હોય. ને શેખચલ્લીના વિચારો કરતાં સવાર પડી ગઈ.
અોફિસ જતાં ફરી યાદ કરાવ્યું. દરવાજો બંધ કયૅો ને પલકને ઘરના નંબર ઉપર ફોન કયૅો. પલકેજ ઊપાડ્યો હતો. પલક સાંભળ "'વલય, બે દિવસ માટે બહારગામ જાય છે. આપણે મળશું તું બીજો કોઈ પ્લાન ના બનાવતી"
"હા સારું, પાક્કુ"
"તું કયાં ? ને કેટલા વાગે મળશું ? જણાવજે કહી મેં ફોન મૂકી દીધો. સાંજે રોજ કરતાં વલય વહેલા આવ્યા થોડો આરામ કયૅો ને નિકળ્યા. જતાં જતા પણ વ્યંગમા બોલવાનું ના ચૂક્યા "ટેવ મુજબ મે દરવાજો બંઘ કયોૅ ને !"
હાશ ! બે દિવસ ના કોઈ બંધન કે ના કોઇનો ડર બસ મુક્તિ. ને સોફા પર થોડીવાર અેમજ બેસી રહી. ખુબજ સારું લાગ્યું ટી.વી. ચાલું કયૅુ જૂના ગીતોની ચેનલ મૂકી અેય જાણતો હોય મારા મનને અેમ ગીત અેવુજ આવતું હતું.
"પંખી બનુ ઊડતી ફીરું મસ્ત ગગન મેં,
આજ મૈં આઝાદ હું દુનિયાકી ચમન મેં".
ચાંદલિયો પણ જાણે મને અભિનંદન આપતો હોય અેમ હસતો લાગ્યો.
જીલ અને આશય જેટલી રસોઈ બનાવી કામ પતાવી સમય કરતાં વહેલાં પહોંચી ગઈ. અને પલક આવી. રીક્ષા પકડી મોલમાં ગયાને ત્યાં 'કોફી ડે'માં બેઠાં. કોફી અને સેન્ડવીચ મંગાવી વાતોઅે વળગ્યા. અેકબીજાના પરિવાર વિશે જાણ્યું વચ્ચે વચ્ચે ફોન આવતો ને પલક ફટાફટ મેસેજ કરતી હું જોઈ રહી હતી.
"બેલા શું થયું ? કેમ બોલતી નથી ?"
"અરે ! કંઈ નહીં બસ અેમજ."
"બેલા, બોલ હવે જલ્દી શું થયું શું વિચારે છે ?"
"પલક આ મોબાઇલથી બધીજ માહિતી મળતી હશેને !જોઇ પણ શકાતું હશેને, નંબર ના હોય તો પણ સંપર્ક કરી શકાય ને."
" હા વોટ્સ અપ,ફેસબુક ડાઉનલોડ કરવાનું. અેમા જેને અેડ કરવા હોય તેને કરવાના. ફેસબુક ઉપરતો ચેટીંગ પણ કરી શકાય. નવા મિત્રો બને ને જુનાનો ભેટો પણ થઈ જાય. પણ કેમ અેમ પુછ્યુ તે ?"
"બસ અેમજ" ને અમે બહાર આવ્યા. પલકે ખરીદી કરી મને સુંદર પેન ભેટ આપી ને ડીનર માટે બેઠાં. શાળાથી આજ સુધીની સફર ખેડીને ફરી જલ્દી મળશું કહીને છૂટા પડ્યા. આજે મન હળવું થયુ. ઘરે આવી જીલ આશય માટે સેન્ડવીચ બનાવી. બંન્ને આવી ગયાં. જમ્યા આશય બહાર ગયો.
"જીલ મને મોબાઇલ લેવો છે."
"કેમ ? અચાનક !"
"બસ લેવો છે અેમજ"
"રવિવારે લેવા જઈશું."
"ભલે"
થાકી ગઈ હતી આજે રુમમાં આવીને આડી પડી ટી.વી. જોતાં જોતાં સૂઇ ગઈ.
બીજા દિવસે ઘરમાં સાફસફાઈ કરી સાંજ સુધી ચાલી. પછી પલક સાથે વાત કરી ને બેઠી. મન પાછું વમળોમાં અટવાયુ. આજની રાત હતી. કાલથી તો ફરી અેજ માહોલમાં વ્યંગબાણ ને ઉપહાસ ને...
સવારે 'વલય' આવ્યા. અોફીસ ગયા પણ ટેવ મુજબ "રખડી ફરી લીધુંને." ચૂપ રહી. હું ને જીલ રવિવારે નવો મોબાઇલ લઈને આવ્યાં. અેણે થોડું શીખવાડ્યું ને થોડું જાતે શીખતી. હવે આવડી ગયું હતું. પલક સાથે ને બીજા બધા સાથે ને વાઈફાઈ પણ ઘરે લઈ લીધું હતું. આશયે ને જીલે વોટ્સઅપ ને ફેસબુક પણ ડાઉનલોડ કરી આપ્યાં ને શીખવ્યું પણ. ને પછીતો રોજ પલક સાથે રાતે મોડે સુધી વાત થતી અેક દિવસ અણજાણ્યા નંબરથી મેસેજ આવ્યો. આવતાં જ ગયાં હું ગભરાઈ ગઈ કોણ હશે. ડરતાં ડરતાં મેં મેસેજ કયોૅ
"કોણ ?"
ને તરતજ ડીપી બદલાયુ. જોઈને ખુશીતો થઈ પણ જે વાતનો ડર હતો તેજ થયું. ને પછીતો રોજ મોડી રાત સુધી ને દિવસે પણ મેસેજથી વાતો થતી. પલક સાથે અોછી થતી તેથી પલકનો ફોન આવ્યો.
"કેમ કોઇ નવો મિત્ર મલી ગયો છે કે શું ? વાતજ નથી કરતી."
મેં કહયું "ના રે ના અેવું કંઈ નથી બસ અેમજ."
"અેમજ વાળી બોલ હવે શું વાત છે ?"
ને મેં બધી વાત કરી "ફેસબુક ઉપર રીકવેસ્ટ આવી મેં સ્વિકારી પણ"
"બેલા, આ શું કરી રહી છે, નહી જા અે તરફ પાછી વળ. વલય'ને ખબર પડશેતો ખબર છેને શું થશે. બેલા માન મારું" પણ હું ના માની વાંચતી ને ડીલીટ કરી નાખતી.
આજે રજા હતી. જીલ આશય બહાર ગયા હતાં. 'વલય' સૂતા હતાં. સાંજે બજાર ગઈ. અડધે પહોંચી ને યાદ આવ્યું 'મોબાઇલતો ઘરે રહી ગયો છે' હવે મનોમન મારા કાનાને યાદ કયોૅ શાક લઈ ઘરમાં પગ મૂકતાંજ વલય બોલ્યા
"કયારનો ફોન આવે છે. ઊપાડયો તો કોઈ બોલતું નથી. કેટલીવાર આવ્યો ને પલકનો પણ હતો."
"કોણ છે ? અે નામ નથી આવતું ?" ગભરાટમાં બોલી "હશે કોઈ મસ્તી કરતું હશે" પલક પણ મજાક મસ્તી કરતી હોય. મોબાઇલ લીધો જોયું ને વાંચી બધાજ મેસેજ કાઢી નાખ્યા ને રસોઈમાં ગઈ. પરવારીને સૂવાનો ડોળ કરતી રહી આજે મોબાઇલ લીધો નહીં. કયારે સૂઈ ગઈ ખબર નહીં.પણ અેકધારા "બેલા... બેલા... બેલા"ની બૂમોથી જાગી ગઈ ત્યારે પણ ડોળજ કયોૅ "હંમમ શું છે ?"
"શું શું છે ? કયારની આ શાના લવારા કરે છે. હવે ફોન નહીં કરું.વાત નહીં કરું."
"સાચું કહું છું મને માફ કરી દો."
"શાની માફી ! કોની સાથે વાત ફોન નહીં કરું, શું છે આ બધું શું વાત છે ?"
ગભરાટ તો હતોજ "અરે ! કંઈ નથી. આતો ટી વી માં જોયું ને સાંભળ્યું મનમાં રહી ગયું હશે. ચલો સૂઈ જાવ ને તે સૂઈ ગયા.મેં ઘીરેથી મોબાઇલ લીધો ને અેનો નંબર ને વોટ્સઅપ માંથી પણ વિદાય કયોૅ. બારી બહાર જોયું તારો ખયોૅ મેં આંખો બંઘ કરી ને વલયને 'વલય'ના વમળ સાથેજ વિંટળાઈ ગઈ.
