Smita Shukla

Abstract Inspirational

3  

Smita Shukla

Abstract Inspirational

'ખાલીપો'

'ખાલીપો'

4 mins
14.8K


અસ્તાચળના આવરણ અોઢી સૂર્ય અસ્ત થવાને આરે હતો. સંધ્યા ખીલી રહી હતી. આથમતા સૂર્યના આછાઆછા સોનેરી કિરણો વાતાવરણને જાણે સોનાનું વરખ ચઢાવતા હોય તેમ આખુંય આભ કેસરી, લાલ અને પીળાશના આવરણના બાહુપાશમાં આવી ગયું હતું. સાંજ બસ ઢળવામાંજ હતી. સલોની સાંજના અે નજારાને ઉદાસ મને બાલ્કનીમાં બેસી નિહાળી રહી હતી, વ્યથિત હ્રદયે મનોમન બોલી કેટલી અેકલતા સાલે છે ને જાણે સાંજ સાથે વાત કરતી હોય ના હોય,તેના સૂરજ ને સૂયોૅદય સાથે ને ફોરમ ને સાંજ સાથે સરખાવતી. બાલ્કનીમાં બેસી જોઇ રહી હતી ને ભૂતકાળના સોહામણા દિવસોમાં ખોવાઈ ગઈ. આછેરા સ્મિત સાથે 'ખાલીપો' અનુભવતી સલોની.

સલોની અને સૂરજ અેક જ શેરીમાં રહેતા હોવાથી બાળપણથી જ મિત્રો હતા. ને ધીરે ધીરે બાળપણની મિત્રતા પ્રેમમાં પરિણમી. બંન્ને અેકબીજાના ગળાબૂળ પ્રેમમાં હતાં.

સલોની સાધારણ પણ સંસ્કારી ને ભદ્ર કુટુંબમાંથી હતી. તેના માતા-પિતા સમજદાર, વિચારશીલ દીધૅદ્રષ્ટિ ધરાવતા પ્રેમાળ સ્વભાવના હતા., સલોની નાની મોટી ખાનગી કે સામાન્ય દરેક વાત માતા-પિતા ને કરતી, સૂરજ સાથેના પ્રેમસંબંધની વાત પણ તેણે સાહજિકતાથી કરી, દિકરી ઉપર સંપૂર્ણ વિશ્રવાસ ધરાવતા હોવાથી તેના મા-બાપે કંઈપણ પૂછ્યા વગર રાજીખુશીથી દિકરીના લગ્ન સૂરજ સાથે કરાવી દીધા.

સૂરજ અેક સાધારણ પરિવારનો હતો, અેક પ્રાઇવેટ કંપનીમાં 'કેશિયર'ની જગ્યાઅે ફરજ બજાવતો હતો. સલોની પર પ્રેમનો ધોધ વરસાવતો, પ્રેમની દોલત લૂટાવી સઘળું ન્યોછાવર કરી દીધું હતું, અગાધ પ્રેમમાં ડૂબી ગઇ હતી. ખુશી દરવાજે દસ્તક દઇ રહી હતી, જીવનની સરિતા ખળખળ વહેતી રહી હતી, સુખથી છલોછલ જીવન વ્યતીત થઇ રહયું હતું.

બંન્ને બાલ્કનીમાં બેસી વતોમાં મશગૂલ હતાં, સૂરજ લાગણીશીલ થઈ પ્રેમના સાગરમાં ડૂબી ગયો હતો, તે બોલ્યો; "સલુ જો દિકરો અવતરશેતો તેનું નામ 'રવિ' રાખશું ખબર છે કેમ? કેમકે તારા લાડકવાયા દિકરાના નામથી તને હંમેશાં મારુંજ સ્મરણ થશે." સલોની કહેતી, "દિકરી અવતરશેતો અેનુ નામ 'ફોરમ' રાખશું જાણે છે કેમ ? કેમકે અાપણી ફોરમ આપણાં પ્રેમથી છલોછલો છલકતા ઘરને અેની કાલીકાલી ભાષા,હાસ્ય, સંસ્કાર ને ગુણોથી મહેકાવશે ને આપણું ઘર ને કૂળ મહેકી ઉઠશે."

સમય જતાં સલોની ને સૂરજના જીવનમાં પરી જેવી દીકરીનું આગમન થયું ને બંન્નેનો જીવનબાગ નાની ફોરમની કિલકિલારીઅોથી ગુંજી ઊઠયો. સલોની ફોરમના ઉછેરમાં વ્યસ્ત છે, સમયની સરિતા વહી રહી છે. દિકરીને વધતા કયાં વાર લાગે છે ભણવામાં ને ઈતરપ્રવૃતીમાં હોંશિયાર ફોરમ સાતમીમાં આવી ગઈ.

વિધિની વક્રતા કહોકે સલોનીના બદનસીબ, અચાનક સૂરજને અોફિસમાં હ્રદયરોગનો હૂમલો આવે છે કમૅચારીઅો કંઈ કરે અે પહેલાં સૂરજ મૃત્યુ પામે છે. સલોનીનો સૂરજ કાયમ માટે અસ્ત થઈ જાય છે. જીવનદીપ બુઝાઈ ગયો છે. સલોનીને માથે આભ તૂટી પડ્યું છે, અચાનક સૂરજના જવાથી પ્રેમની ઊણપથી ભાંગી જરૂર પડી છે પણ હિંમત નથી હારી. ફોરમના વહાલે તેનામાં જીજીવિષા જાગી હતી ને તે કામે લાગી ગઈ હતી. અેક સેવાભાવી સંસ્થાની સહાયથી સિલાઈ મશીન વસાવી સિલાઈનું કામ કરતી ને રસોઈનું કામ પણ કરતી. ફોરમનું ગ્રેજયુઅેશન પુરુ કરાવ્યું, ભણવામાં ખૂબજ હોંશિયાર ફોરમની આગળ ભણવાની પ્રબળ ઇચ્છાને આધિન સલોનીઅે પોતાનું સ્ત્રી ધન વહેંચી ને સૂરજની બચતમાંથી ફોરમને અેમ.બી.અે કરાવવા કમર કસી.

આજે ફોરમ પ્રાઇડ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ જેવી મોટી કંપનીમાં મેનેજર છે. અેની કાયૅકુશળતા ને કૂનેહથી કંપનીનું નામ માકૅેટમાં મોખરે છે ફોરમ ઉપર કંપનીને ખૂબજ ગવૅ છે.

કંપનીઅે મોટો સેમિનાર યોજ્યો છે કંપનીના કાબેલ ને કુશળ કમૅચારીઅોનુ બહુમાન કરવાની છે. સાથે મેનેજર ફોરમનું પણ કંપની ગોલ્ડ મેડલ અને કુશળ અધિકારીનું સટૅીફિકેટ આપવાની છે.

વિશાળ હોલ ને ભવ્ય વાતાવરણમાં ફોરમનું બહુમાન થતું જોઇને સલોનીની છાતી ગદગદ ફૂલે છે. સૂરજની યાદમાં અશ્રુધારા વહી રહી છે. કંપની અેક હોનહાર કમૅચારીની માતા તરીકે સલોનીને પણ બિરદાવે છે.

સવારથી ભવ્યતા સાથે ચાલતો સમારંભ આથમતાં સૂર્ય સાથે પુરો થાય છે. બધાજ અેકબીજાને અભિવાદન આપી છૂટા પડે છે. દિવસ આથમી ગયો છે ને સાંજ ખીલવાની તૈયારીમાં છે. ફોરમ વાતો કરતાં કરતાં 'મા'ને લઇને બહાર આવે છે. બંન્નેના ચહેરા ઉપર આંખોમાં રાજીપો ડોકાઈ રહ્યો છે, ફોરમના ચહેરાની લાલીમા કંઇક કેહેવાની ચાડી ખાતી હોય અેમ સલોનીને સમજતાવાર નથી લાગતી. તે કહે છે, "બોલ હવે શું કહેવુ છે ?શું વાત છે ?" ને ફોરમ અેકી શ્વાસે કહી દે છે ને આંગળી ચીંધી બતાવે છે, "મા જો પેલો ઊભો તે રવિ છે, સલોનીએ સંમતી આપી દીધી, સલોનીને પણ જમાઇના રુપે દિકરો મલ્યાની ખુશી છે તે માણે અે પહેલા...

નસીબમાં સુખ લખ્યું જ ના હોય તો... મુખ્ય રસ્તા પર આવતાંજ અચાનક સામેથી ડમ્પર આવ્યું. સલોનીને અડફેટમાં લે અે પહેલાં ફોરમ માને જોરથી હડસેલે છે તે પટકાય છે દૂર ને ફોરમ ડમ્પરની નીચે આવી જાય છે. તેનું પ્રાણપંખેરુ ઊડી જાય છે. દીકરીને નજર સામે ચગદાઈ જતાં જોઇને સલોની કારમી ચીસ પાડી ઊઠે છે મારી ફોરમ.......

ફોરમને પોકારતી હોય અેમ સલોની મોં ખોલે છે ને તંદ્રા માંથી બહાર આવે છે અેકલી અટૂલી સલોની આથમતા સૂર્યને, ખીલતી ઢળતી સાંજને નિહાળી રહી છે. ને અજબ 'ખાલીપો 'છવાઇ ગયો છે,.નિ:સહાય સલોનીની કોરી આંખો આકાશમાં ટમટમતાં બે તારલાને તાકી રહી છે. અેકલતાના અોછાયામાં રાત્રીના નિરવ અંધકારમાં 'ખાલીપાો'નું ઘેરુ વાદળ ઘેરી વળ્યું સલોની ને...


Rate this content
Log in

Similar gujarati story from Abstract