Smita Shukla

Inspirational Romance

3  

Smita Shukla

Inspirational Romance

વેલેન્ટાઇન - મારાં પુસ્તકો

વેલેન્ટાઇન - મારાં પુસ્તકો

2 mins
14.1K


પ્રેમ શબ્દ પરજ અોળધોળ થઈ ન્યોછાવર થઈ જઈએ છીએ.

'પ્રેમ' ઇશ્વરે આપેલી અનમોલ ભેટ છે.

આજે મને પણ મારાં અનમોલ મિત્રો ખૂબજ યાદ આવતાં હતાં. કેટલાક સમયથી મળ્યાં નહોતાં. પરવારીને અખબાર વાંચવા લીધું ને મારી નજર અેક જાહેરાત ઉપર પડી અેમાં લખ્યું હતું, "અમારાં આંગણે આપ સૌને આમંત્રણ છે સમય છે સવારે ૧૦થી રાત્રે ૮ સુધી જરૂર પધારજો." હું તો વાંચીને ઊછળીજ પડી પણ હજુતો ત્રણ દિવસની વાર હતી. આખરે અે દિવસ આવી ગયો સવારનું ફટાફટ કામ પતાવી ઝટ તૈયાર થઈ પટ પહોંચી ગઈ.

જેવો પગ મૂક્યો ને હું તો આંનદ વિભોર થઈ ગઈ. આભી બની ગઇ. સુંદર સજાવટ તો હતીજ પણ મારા મિત્રોની તો કાયાપલટ થઈ ગઈ હતી. નવા વાઘા પહેરી નવા સ્વરૂપ ધારણ કરીને અેકદમ શિસ્તબધ ગોઠવાયેલાં હતાં.

મેં પૂછ્યું; "કેમ છો?"

કહે, "મજામાં. આવ આવ તું કેમ છે?"

"મજામાં, પણ અેતો કહો કયાં હતાં અાટલા દિવસ?"

"અહીં જ હતાં પણ નવા વાઘા સજવામાં વ્યસ્ત હતાં. બહુ યાદ આવતી હતી તમારી, અમને પણ તારી યાદ આવતી." બધા સાથે હાથ મળાવ્યા.

"જા આગળજા બધા મલશે." હું આગળ વધી. જોયું તો નવલકથા, આત્મકથા, સ્મરણકથા, આધ્યાત્મિક-ધાર્મિક, પૌરાણિક, સામાજિક, વૈજ્ઞાનિક, સાહિત્યિક, નવલિકા, વાર્તા, ટૂંકીવાર્તા આ સ્વરૂપ જોઇને મંત્રમુગ્ધ થઈ ગઈ. નવલકથા ને ટૂંકીવાર્તા અેક અેક લીધી થોડી આગળ વધી તો મારી પ્યારી સખી કાવ્ય ને મિત્ર ગઝલ તેમને તો ભેટીજ પડી. આંસુનું બુંદ ટપકી પડ્યું ખુશીનું ને અેમને લઇને અેક ખૂણામાં જઇને બેસી ગઈ.

પાના ઉથલાવી આછી નજર કરી લીધી. પણ અવઢવમાં પડી આટલી બધીતો કેવીરીતે લઈ શકીશ? "પથારી હોય અેટલીજ સોડ પથરાયને? ફરી અેક નજર કરીને જે વધારે ગમતી હતી ને જરૂરી હતી તે સખીઅોને લીધી. બીજી સખીઅો મિત્રોને પાછા મૂકી આવી શિસ્તબધ ગોઠવીને માફી માગી, "પ્રિય સખીઅો - મિત્રો માફ કરજો હું તમને બીજીવાર લઈ જઈશ પાક્કું !"

"અરે! કંઈ વાંધો નહીં તું ચીંતા નહીં કર અમેતો બીજાને ત્યાં લટાર મારી આવશું." મેં તેમના પાલકની પરવાનગી લીધી અને સખીઅોને લઈને ઘરે આવી. બરાબર તેમની જગ્યાઅે બેસાડી દીધાં ને ફરી કામમાં પરોવાઈ. ઝળઝળિયાંતો આવી ગયાં મૂકીને આવી હતી તેમને યાદ કરીને. પરવારીને સખીઅો પાસે બેઠી. વાતોઅે વળગ્યા ને અેકબીજામાં અેવા અોતપ્રોત થઈ ગયા કે જાણે પ્રેમી પંખીડા ના હોઇએ? અમારો રોજનો ક્રમ હું સખીઅોને કોફી ને અેટોલી અેમનામાં અેકરૂપ ને આોતપ્રોત થઈ ગઈ કે મારી કલમને વાચા આપવા લાગી,નવું સજૅન થવા લાગ્યું ને અમારો પ્રેમ પાંગરતો રહ્યો રાત્રે પણ અેકજ પથારીમાં ભેટીને સૂતા અમે ને વૃદ્ધ થયેલી સખીઅોની સાર સંભાળ લેતી કાયાપલટ કરતી પંપાળતી.

મારે મનતો મારો વેલેન્ટાઇન મારાં પુસ્તકો, કાવ્ય સખીઅો આજના દિવસે શબ્દો સરી પડ્યા,

"પુસ્તકો મારો ખજાનો,

રહીશું સદાય સાથે,

અમારો સાથ મજાનો.

હું તમને ચાહું છું ને ચાહતી રહીશ

મારી વેલેન્ટાઇન સખી મિત્રો."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational