મનસૂબો
મનસૂબો
'મનસૂબો' સપના પુરા કરવાની વાત નથી, આ અેક વૃધાશ્રમ છે. નામ પ્રમાણેજ અેની સાથૅકતા હતી. બધાજ મોટી ઉંમરનાને હું અે બધાથી નાની, મારાથી નાની બહેનો ભાઈઓ હતાં તે અલગ અલગ વિભાગ સંભાળતા હતાં. અેક પરિવાર હતો ને હું અેમા ભળી ગઈ હતી. મારી નિષ્ઠાને કાયૅકુશળતા અને મળતાવળા સ્વભાવને કારણે 'મનસૂબો'નુ સંચાલન મને સોંપ્યું. સંચાલિકાની ફરજ હું બેખૂબીથી નિભાવતી હતી. બધાને ન્યાય મળે અે રીતે મેં અઠવાડિયાનુ સમયપત્રક બનાવ્યું. હું જ બધાને રસાસ્વાદ પીરસતી. ભજનો ગીતો રમતો લેખનકાર્યને બધાની વાતોને સાંભળતી. આશ્વાસનના શબ્દોથી હૈયાધારણ આપતી. બધાની લાડકી દિકરીને મોટીબેન બની ગઈ હતી.
ત્રણ વર્ષ પહેલા સુનંદા. આવી ખૂબજ પ્રેમાળ. મારું ખૂબજ ધ્યાન રાખે મને મોટીબેન કહે કામમાં પણ મદદ કરે. મનેતો ખાસ કરવાજ ના દે. આમ વર્ષો વીતતા ગયા. હું મારા રૂમમાં બેઠી હતી. ત્યાંજ સુનંદા આવી મને કાગળ પેન આપ્યાંને બોલી, "લખીને રાખજો આવતીકાલે શું કરવું છે." "કેમ શું છે કાલે ?" મે આશ્ચર્યથીપૂછ્યું. તેણે કહ્યું, "ભૂલી ગયાને ! ખબરજ હતી મને. અેટલેજ કહું છું હવે તમારું થોડું ધ્યાન રાખો. લો આ દૂધ પી લો ને લખીને રાખજો હું લઈ જઇશ. તૈયારી કરુંને આવતી કાલે વીસ વષૅ પૂરા થશે ને અેકવીસમુ વષૅ બેસશે તમને 'મનસૂબો'માં" ને આવું છું કહી ગઇ. દૂધના ઘૂંટડે ઘૂંટડે હું અતીતમાં સરી પડી.
વીસ વષૅની હતી પરણીને આવી ત્યારે ને તે 'દિ' થી પિયર તરફ વળી જોયું ન હતું. સપ્તપદીના સાતેય વચનોને નિભાવ્યા ને ઘરની તમામ જવાબદારીઓ માથે લઇ લીધી હતી. સાસુ-સસરા જેઠ-જેઠાણી દિયર-નણદો બધાનો પડ્યાે બોલ ઝીલતી, અેમની જીભ ચાલેને મારા પગ. સવારે પાંચ વાગે ઊઠતી. બધાનું તૈયાર હોય તોય મારા નામની બૂમો સવારથીજ શરૂ થઈ જતી. ને રાત પતિને હવાલે. મારી ઈચ્છાઅો શોખને તો ધરબી દીધા હતાં. કયારેય પ્રશંસાની આશા નોતી રાખી પણ શરદ તરફથી થોડી ઘણી રહેતી. કયારેક બપોરે મારા શોખને કાગળમાં કંડારતી પણ શરદ નજર ના કરતા ને આ બધુ ફાલતુ છે આડુંઅવળું બોલતા ને સૂઇ જતાં. ને હું પણ આંસુની બાજેલી ધારે અેમજ સૂઈ જતી.
પિયર ગયાને વર્ષો થઈ ગયા હતા. બધાને મળવાનું મન થયું હતું, ખાસ સહેલીઅો ને 'મા'બહેનને મા વારંવાર કહેણ મોકલતી અેકવારતો આવીજા પણ...!
આજે સવારે નાસ્તાે કરવા બધા બેઠાં ને મેં વાત મૂકી. હું બે દિવસ પિયર જઉ માને મળવા. બધાની આંખો સ્થિર થઈ મને જોવા લાગ્યા ને શરદ તો જાણે માથે આભ તૂટી પડ્યું હોય અેમ ધૂઆપૂઆ થઇ ગયા, "કેમ ? શું કામ છે અે લોકો બધા આવીને મળીજ જાય છે ને ! તારે જવાની શી જરૂર છે ? ફોન પર વાત કરી લેવાની, કંઈ જરૂર નથી જવાની ને" અે અોફિસ જતા રહયા. ને હું રસોડામા ચાલી ગઈ. કોઈજ બોલ્યું નહીં મારી તરફેણમાં સમય સમયનું કામ કરે છે.
અમારુ હયૅુભયૅુ સંયુક્ત કુટુંબ હવે વિભક્ત થઈ ગયુ. બધા પોતપોતાના માળામાં પરોવાઈ ગયા હતા. સાસુ સસરા અમારી સાથે રહેતા તેમનો આગ્રહ કહો રીતરિવાજ કે પરંપરા કહો પણ તહેવારો બધાઅે સાથેજ ઉજવવાના. તહેવારોમાં બધાજ ભેગા થતા. મારા પણ બે દિકરા ને અેક દિકરીના લગ્ન થઇ ગયા હતા. દિકરી સુખી હતી. વહુઅો નોકરી કરે જવાબદારી હજી મારાજ માથે. હું તો હજી વહુની વહુજ હતી. સાસુ-સસરા પરલોક સિધાવ્યા. પણ પરંપરા હજુ જળવાઇ હતી.
આજે રોજના સમયે આંખોતો ખૂલી ગઇ પણ માથુ ને આંખો ભારે લાગતી હતી. શરીર કળતુ હતું. તાવ જેવું લાગ્યું ઊઠી ના શકી ને પડી રહી. સહેજ આંખ મળી ગઈ ને "વીભા.. વીભા" શરદની અેકધારી બૂમોઅે સફાળી જાગીને રાબેતા મુજબ કામે વળગી. બધા પોતપતાના કામે નિકળી ગયા. પણ કોઇઅે અેકવાર પણ ના પૂછ્યું કે "મા,મમ્મીજી કેમ આજે મોડુ થયું ઊઠવામાં ?" કે ના શરદને પૂછવાની જરૂર લાગી કે. "શું થયું છે તબિયતતો સારી છે ને !" હું જ મારા લાડ કરતી સાંજની તૈયારી કરવા લાગી. દિકરી જમાઇ વેવાઈ વેલાના સ્વાગતની સાંજે બધા અાવ્યાં જમી કરીને બધા વાતો કરતા બેઠાં. વાત વાતમાં બધાની હાજરીમાં શરદે મારું અપમાન કયુૅ. નાની વાતમાં આમતો ઘણીવાર કરતાં પણ આજે વહુઅોની હાજરીમાં થયું અે હું ના સહી શકી. મને ખુબજ લાગી આવ્યું હતું. બધા પોતપોતાના રૂમમાં ગયા, હું પણ ગઈ. રાત વીતતી ગઇને મનમાં અેક મકકમ નિર્ણય સાથે સવાર પડી.
રોજની જેમજ કામમાં પરોવાઈ. બધા ગયાં ને પરવારી હું પણ બહાર ગઇ ટેક્ષી પકડી ડ્રાઇવરને સરનામું આપ્યું. સીધી ત્યાં ઊભી રહી. હું અંદર ગઈ. બધી માહિતી મેળવી જાણી વિગતો ભરી પૈસા ભયાૅ ઘરે આવી. રાતે પરવારી બેગ ભરી જરૂર મુજબની ચીજ વસ્તુઓ મુકી અેક ચીઠ્ઠી લખી.
"હુ કાયમ માટે ઘર છોડીને જઉં છું. મને શોધવાની કે મળવાની કોઇજ કોશિશ ના કરતાં. બહાર ટેબલ ઉપર મૂકી વહેલી સવારે નિકળી ગઇ મારા 'મનસૂબો'માં ને જણે મારો નવો જન્મ થયો.
"મોટીબેન... મોટીબેન... અો વીભાબેન..." સુનંદાના અવાજથી વિચારોની હારમાળા તૂટી,અતીત માંથી વાસ્તવિકતામાં આવી. દૂધ અધુરુ જ રાખ્યું ને મેં ગ્લાસ સામે જોયું. "બેન તમને કોઈ મળવા આવ્યું છે પણ નામ નથી કહેતાં, કહયું બસ અેકવાર મળવાદો." "કોણ હશે અે અવઢવમાં કહયું સારુ જા અંદર લઇ આવ ને હું બહાર ચોગાનમાં આવીને બેઠી." "કેમ છે? વિભા" આગંતુકનો અવાજ પરિચિત લાગ્યો ને જોયું તો શરદ હતાં. લગ્ન જીવનમાં પહેલીવાર કેમ છે ? પુછ્યુ હતું. હું કંઈજ બોલી નહીં. તેમણે જ આગળ ચલાવ્યું, "વિભા તારી નારાજગી યોગ્ય છે. હું તને લેવા આવ્યો છું. ચાલ આપણાં ઘરે" મેં ફ ફક્ત નજર કરી બોલી નહીં શરદએ આગળ ચલાવ્યું, "જોતો ખરી, કોણ કોણ આવ્યું છે તને લેવા! મેં જોયુ મારો સંપૂર્ણ પરિવાર હતો.
"વિભાવહુ, ભાભી, મમ્મીજી, મા, દાદી, નાની આપણાં ઘરે ચાલો અમે લેવા આવ્યા છીયે દાદી નાની ખુબજ વાતો ને વાર્તા કરશું" બધાના ચહેરા ઉપર આશા ને વિસ્મયતા સ્પષ્ટ દેખાતી હતી. બધાને આટલા વષૅ પછી જોઇને આંખો છલકાઈ ગઈ. પણ મારું મન મકકમ હતું અે શરદ સમજી ગયાં. શરદે કહયું, "હું આજથી અહીં જ રહેવાનો છું, તમે જાવ ને કયારેક આવતા રહેજો."
સુનંદા આવી ને બોલી; "મોટીબેન કેવી લાગી આપણાં 'મનસૂબો' પરિવારની આ ભેટ." ને ઘટાદાર વડલાની છાયામાં વૃધાશ્રમ 'મનસૂબો' ને હું જોતી રહી...

