મહેંદી રંગ લાવી
મહેંદી રંગ લાવી
જયના જન્મથીજ મુંબઇ રહેતી હતી પણ અચાનક સંજોગોવસાત ગામડે કાયમ માટે આવવું પડ્યું.ગામડે આવી ત્યારે નવમી કક્ષામાં હતી ને હું પણ નવમી કક્ષા માં હતી તે ભણવામાં ખૂબજ હોંશિયાર હતી અમે અેકજ વગૅમાં હતા સાથે સબંધમાં બહેનો પણ મામા ફોઇ ની મારા કરતાં અેક દિવસ મોટી હતી કયારેક રોફ પણ જમાવતી આમ અમે બહેનો કરતાં ખાસ સહેલી વધારે બની ગયાં હતાં હું ના માનુ કોઇ વાત તો રોફ જમાવી મનાવી લેતી અેની અે દાદાગિરી માં પણ પ્રેમ છલકતો આમ અમે બંન્ને અેકજ નાવના પતવાર જેવા હતા પરિસ્થિતિમાં
અેસ.અેસ.સી ની બોડૅની પરીક્ષા પતી ગઇ ને જયના ની સગાઇની વાત ચચૅાવા લાગી ને અે કારણસર અમે અમદાવાદ ગયાં છોકરો જોયો ને હા આવી બેઉ તરફથી ગોળધાણા ખવાયા સાથે લગનની તારીખ પણ નક્કી થઇ ગઇ જેને માટે ગયા હતા અે પાર પડ્યું ને પાછા ગામડે ઘર આવી ગયા લગન ની તૈયારી શરુ થઇ ગઇ સાથે પરિણામ પણ આવી ગયું ૧૧મી માં પણ અેને તો છોડવું પડ્યું અધુરુ
લગ્નનો દિવસ નજીક આવતો ગયો અેમ અમે પણ વધુ નજીક રહેવા લાગ્યા.લગ્નને બે દિવસ પહેલાં મહેંદી મુકવાની હતી જયનાની બાજુમાં જ અમારા સગાજ રહેતા હતાં કુટુંબના ને તે સમયે તેમની દિકરી હેમા પણ આવી હતી તેણે સામેથી કહયું હું મુકી આપીશ હું શાળામાં ગઇ હતી આવી ને હું પણ હેમાના ઘરેજ ગઇ મહેંદી મુકાવાનો આશય તો હતોજ જયનાની મહેંદી મુકાતી હતી મેં હેમાને કહયું
મને પણ મુકી આપીશને થોડી પણ ચાલશે ને હેમાઅે ચોખ્ખી ના પાડી ના નહીં મુકી આપુ મને સમય નથી.મને ખૂબજ મનમાં લાગી આવ્યું હું તરતજ ત્યાંથી નિકળી ઘરે ગઇ ખુબજ રડી પણ અેના ઘરેજ મનમાં નિર્ણય લઇ લીધો હતો કે હું પણ મહેંદી મુકતા શિખીશજ આમ લગ્ન પતી ગયા શાંતિપૂર્ણ જયના સાસરે ગઇ સંસારમા પરોવાઇ ગઇ.
બે વષૅ પછી મારા પણ લગ્ન થઇ ગયાં ને હું પણ મુંબઇ આવી મનમાં મહેંદી શિખવાનો નિર્ણય અટલ હતોજ મેં ઘરમાં વાત કરી પતિશ્રિઅે તો ના પાડી પણ સસરા અે હા પાડી ને મેં મહેંદી શિખવાનું શરુ કરી દીધું નાના થી શરૂ કયોૅ હતો પણ પુરો કોસૅ કરયો મહેંદી,હેરસ્ટાઇલ,મેકપ ને પુરો થતાં અોડૅર પણ લેવા લાગી જેટલાં ખચૅાયા હતાં અેનાથી ડબલ તબલ મેડવી લીધા હતા.
મારા બિલ્ડીંગ ની બધીજ દિકરીઅોની મહેંદી મેંજ મુકી ને પૈસા ફિક્સ માં પણ મુકતી ને મન ગમતું વસાવતી પણ આજે જયના આ દુનિયામાં હયાત નથી પણ તેતો મારા દિલમાં હમેંશાજ છે રહેશે.
આમ આ ઘટના અે મને મહેંદી શિખવા પ્રોત્સાહિત કરી ને મેં થોડો સમય અેમાં કારકિદી કરી ને
આમ મનોમન હેમાનો આભાર પણ માન્યો.
