વળગણ
વળગણ


આરતી મા વગરની હતી. એટલે જ નાનપણથી એના પપ્પાનું એને ખૂબ જ વળગણ હતું. જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ એની લાગણીઓ વધતી ગઈ. ઉંમરલાયક થતા એના એક સારા પરિવારના છોકરા સાથે લગ્ન થયા.
સાસરે આવ્યે સાત મહિના થયા હતા. અને આરતીને પણ સારા દિવસો હતાં. ઘરમાં બધા જ ખુશ હતાં. એક દિવસ અચાનક વહેલી સવારે આરતીના પિયરથી આરતીના સસરા ઉપર ફોન આવ્યો કે એના પપ્પાને એટેક આવ્યો હતો અને તે બચી શક્યા નહોતા. આરતીના સાસુ-સસરા એ આરતીને ગામડે જવા તૈયાર થવાનુ કહ્યુ આરતીએ પૂછ્યું કે 'અચાનક શું થયું ?' તેના સાસુએ કહ્યું કે 'તારા પપ્પાની તબિયત સારી નથી, સિરયસ છે તો ગામડે જવાનું છે.' આરતી આ સાંભળતા જ બેભાન થઈ પડી ગઈ. તરત ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ડોકટરે આવીને આરતીને તપાસી કહ્યું કે કેસ ખલાસ છે.
આરતી આત્માથી આત્માનું વળગણ કરવા ચાલી નીકળી.