Shaimee Oza

Inspirational Others


3  

Shaimee Oza

Inspirational Others


વિસરાયેલ જીવ ભાગ 1

વિસરાયેલ જીવ ભાગ 1

5 mins 472 5 mins 472

"રક્તનો જવાબ રક્ત માંગે,

આંસુ ઓનો હિસાબ માંગે,

બસ એક વાત સરહદ પર

ગયા વિના હર એક યુદ્ધ માંગે.

રણસિંગાના સાદે વીરો માં જોશ સુણાય

ને ચાર મો ગાથાથી કસુંબો રુડો પાય.

ભાગ આતંકવાદ ભાગ આતો ભારત વર્ષની તાકાત છે, આ ભારત ભુમિનું પાણી દુશ્મનોને ખાનદાન યાદ કરાવે, આતો વીરોની ભુમી છે

આતો વીરો કેરી ભુમિ છે."

વાત છે, એ વીરોની જે દેશ ખાતર પોતાને સદાયને માટે હોમી જાય છે, ને આવા વીરોનો દેશ સદાય ઋણી રહે છે, એવા મારા પુલવામાંના અને કાંગડા ભુમિ પર જે શહિદ થઇ ગયા તે ભાઈ ઓને યાદ કરીએ .આ લખતાં આ "લબ્સ"નો હાથ ધ્રુજી જાય છે. આંખો પણ રડી પડે છે.

હવે સમય આવી ગયો છે. ભારત જાગ ભારત જાગ હવે જોજે હા મોડું ન થઇ તને આ સમજાય આપણા દેશ પર સદી ઓથી આક્રમણો થતા આવ્યાં છે. આર્યો, શકો, હુણો, મુગલો, ફ્રેન્ચો, પોર્ટુગીઝો,અંગ્રેજો આવ્યા ન દેશ ને લૂંટીને ગયા. આ દેશ અડીખમ ઉભો છે, ને અત્યારે પણ આ થાય જ છે, દાનવો જે ચોરની જેમ ધુસીને જે કાયર જેવો હુમલો કરી ગયાં. એમાં આપણા ૫૦ ભાઇઓ શહીદ થયાં. થોડા દિવસ સોર મચાયો, પછી બધાં જેસે થે,તેમ થઇ ગયું. આ બોલતા મને શર્મ અનુભવાય છે.

આ દાનવો જે ચોરી છુપી આવ્યા ,એનું કારણ કોઇ રાજકીય પક્ષ જવાબદાર નથી, તે માટે જવાબદાર છે, દેશમાં એકતાનો અભાવ. બધાં એ એકસુત્રતામાં બંધાવવાની જરુર છે, દેશનો પ્રત્યેક નાગરિક મજબુત હશે તો સરકાર મજબુત થશે. માટે લોકો એ જાગવાની જરુર છે.

આપણા દેશ માં કેટલાય એવા લોકો પણ રહે છે જે ભારતમાં રહી પાકિસ્તાનના ગુણ ગાય છે, એવાં દેશદ્રોહીઓ કંલક છે તેને ડામવા જરૂરી છે. નહીં તો દેશમાં આવી રીતે કેટલાંય સાપ દેશને ડંખીને ખોખલો કરી નાંખશે. પહેલાં મોદી દાદા તમે તેમને નિકાળો. અમે શહીદના કુટુંબ ની પડખે ઉભા છીએ. મોદી દાદા તમને વિનંતી શહીદને પરિવાર ખાતર અમારા એકાઉન્ટ માંથી પૈસા કાપો તો કંઈ વાંધો નહીં. એ વીરોના પરિવારને કોઈ સામે હાથ ન ફેલાવો પડે, એની તમે કાળજી રાખજો.

એ કરુણ દિવસ મને યાદ છે, દેશભર ઉત્સવ હતો, જયાં લોકો આ દિવસે પ્રેમનો એકરાર કરતાં હતા ને ફરતા હતા, સમગ્ર દેશમાં ખુશીનો માહોલ હતો ને એક સમાચારે બધાને હલાવી નાંખ્યા. સમગ્ર ખુશી દુ:ખમાં ફેરવાઇ ગઇ, પુલવામામાં આપણા ભાઈઓ શહિદ થઇ ગયા. એ પાછા 50 આ સંખ્યા કંઈ ઓછી ન કહેવાય. આપણે જાગવાની જરુર છે, આપણે જે ભાઈઓ શહિદ થઇ ગયા છે એમને પાછા તો નહીં લાવી શકવાના પણ બીજા ભાઈઓની સાથે આપણે ઊભા રહીએ. જે ગયા એતો આ જોવા નથી આવવાના બીજા ભાઈઓની હિંમત બની રહી શકીએ ને.

હવે તે વેળા આવી ગઈ છે. પ્રત્યેક નાગરિકો એ યુદ્ધ લડવા માટે મજબુત થવાની, ખાલી ખાલી ભાષણો આપવાથી કંઇ નહીં થાય. પક્ષને બદલવાથી પણ કંઈ ફાયદો નથી. આપણે જ મજબુત બનશું તો દેશ મજબુત બનશે, લોકો એ સજાગ બનવું પડશે.

એક સૈનિકનો દરજ્જો ભગવાનની તોલે હોવો જોઇએ, એમનું પણ કુટુંબ હોય છે. દેશને ખાતર તે પોતાનું કુટુંબ પણ તે ભુલી જાય છે. દેશને જ પોતાનું કુટુંબ માને છે. ને દેશની ભુમિને પોતાનીમાં માની લે છે. મા ભારતને કાજે જે રાત દિવસ જાગે છે. મારો દેશના બંધુઓ સુરક્ષિત રહે. પોતાના ફેમીલીને પણ છોડી દે છે. એતો સાચા હીરો છે,જે પોતાનો ભોગ આપી આપણને સુરક્ષા પુરી પાડે છે,

"હે નારી તું સંતાન પેદા કર તો એવો કર જે વીરો નો વીર હોય.અભિનંદન જેવો શેર હોય શિવાજી જેવો બહાદુર,વિવેકાનંદ જેવો જ્ઞાની હોય નહીં તો નારી તુ સદાય ને રહેજે વાંઝણી તારું નુર ગુમાવીશ નહીં."

કોઈમાં પોતાની અંદર નવ મહીના રાખેલો દિકરો જયારે દેશની સેવા માટે આપતી હોય છે. કોઈ પત્ની પોતાનો પતિ આપતી હોય છે. ને એક બેટી પોતાના પિતા એક બહેન પોતાનો ભાઈ આપતી હોય છે. ધન્ય છે તે સિંહો સમા પરિવારોને એક દિકરો શહિદી વોરે છતાંય તે દે ની સેવા માટે બીજો પુત્ર આપે છે. તેમને આપણે એના બદલામાં તેમના ટુકડા આપીએ છીએ. તેમને હિંમત આપવી જોઈએ કે આખો દેશ તમારી પડખે ઊભા છીએ. ને આપણે થોડા દિવસની ફેશન આવે સીઝનેબલ વસ્તુની ફેશન આવેને પછી જતી રહે તેમ આ થોડા દિવસ ચાલે છે, ને જતું રહે છે. પછી કોઇ આવા વ્યક્તિ હતા ન હતાથઈ જાય છે.

પછી લોકોના મનમાં આ વાત ભુલાઈ જાય છે. આપણી જે હરીફરી શકીએ છીએ સુરક્ષિત રીતે એમાં એક પરિવારનું બલિદાન હોય છે. એમને તેમના પરિવારનું એક અગત્યનો હિસ્સો આપ્યો હોય છે. તેને લીધે આ શક્ય છે. તેમને મારે આ સિંહને લોકોના દિલે અમર રાખવા છે. ને તેમને મારે જીવંત રાખવા છે. સલામ છે તેવા માં બાપને જે આવા સિંહોને જન્મ આપે છે. આ દેશ પ્રેમની ભાવના ઇન્ટરનેટ પુરતી નહીં લોકોના દિલે રોજબરોજ દોડવી જોઇએ. આ દેશના હકો પ્રત્યે બધાં સજાગ હોય છે. તેના માટે લડીએ છીએ. પણ હવે વારો ફરજો નીભાવવા માટે લડવાનો માટે સમય આવી ગયો છે. હવે દેશના દરેક વ્યક્તિ એ પોતાને સૈનિક જેવી મજબુત બનાવી પડશે. દરેક યુવાન અને યુવતીઓ એ સૈનિકોની મદદે જવું પડશે, પાકિસ્તાન સામે યુદ્ધ લડવુ જોઇએ ને તમે 40 ને બદલે 4000 મારો એવી કોમેન્ટ બાજી નહીં ચાલે. સરકારને આમ કરવું જોઈએ અને સૈનિકો એ આમ કરવું જોઈએ, તેમ સલાહ આપો એના કરતાં ત્યાં જઈ ઉભા તો રહો પગ નીચેથી હવા નિકળી જશે. હું તે યુવાનો ને યુવતી ઓને કહેવા માંગુ છું કે તમે ખોટો ખોટો તકલાદી દેશપ્રેમ ન જતાવો. તમને એટલું જ દુ:ખ હોય તો તમે તેમના પરિવારના દુઃખમાં સહભાગી થાવ. તેમના ખબર અંતર પુછવા જાવ. આંસુ લુછવા જાવ.તે મના પરિવારને મદદ કરો. આમ ખોટી સલાહ સરકાર અને સૈનિકોને ન આપો. તે તેમનું કામ કરશે.

કોઇ જીવતો સૈનિક હોય તો તેની કોઇ કિંમત નથી. જ્યારે તે શહિદ થાય ત્યારે તેના સ્મારકો બને છે. થોડા દિવસ રેલીઓ નીકળે મૌન તેમની વાહ વાહી થાય છે, ગાથાઓ ગાય છે. ને પછી બધા તેમને ભુલી જાય છે. ને તેમના પરિવારને તેમના ગયાની ખોટ તો આજીવન સારે છે. તેમને પછી સરકારની કચેરીના એ ધકકા ખાવા પડે છે. તેમના પેન્શન માટે ધક્કા ખાવા પડે આનાથી કરુણ દ્રશ્ય કયું હોઈ શકે ! શહીદોને સાચી શ્રદ્ધાંજલી ત્યારે જ કહેવાશે,જ્યારે દેશના યુવાનો કે યુવતીઓ સૈનિકો સાથે કદમથી કદમ મળાવી સેનાની મદદે યુદ્ધમાં આવશે ને ત્યારે તમને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી આપી ગણાશે.

પાકિસ્તાન મુર્દાબાદ બોલવાથી કંઈ નહીં થાય. યુવા ફોજ તૈયાર કરવી પડશે. દરેક નાગરિકે પોતાની જાતને સૈનિક જેવી ટ્રેન કરવી પડશે. ઘરે ઘરે સૈનિક બનવું પડશે. ત્યારે જ આપણે ભારતીય મિલીટ્રીની પડખે ઉભા રહી શકીશું. ત્યારે જ આવા ઓચિંતા હુમલાને રોકી શકશું. ભારત માતાની જય બોલવાની સાથે માના રક્ષણ કાંજે લડવું પણ પડશે આર્મીની સાથે ઉભા રહી હવે સમય આવી ગયો છે,પાકિસ્તાન અને ચીન ને ઔકાત દેખાડવા નો.

મારો ભારત મહાન, હું ભારત અને બધા દેશને અને તેના આર્મી સેના ઓને પ્રેમ કરું છું. સિવાય પાકિસ્તાન અને ચીન. આ મારો લેખ દ્વારા જે પુલવામાં અને કાંગડા ભૂમિ પર થયેલા હુમલામાં શહિદ થયેલા સૈનિક ભાઈઓને શ્રધ્ધાંજલી આપું છું.


Rate this content
Log in