વિશ્વાસ
વિશ્વાસ
"આરુ ઓ મારી આરુ, વેલેન્ટાઈન વિક ચાલ્યો ગયો અને વેલેન્ટાઈન ડે પણ પુરો થઈ ગયો તે મને વીશ પણ ના કર્યું."
"અરે મારા હૈયાના રાજા હું અને તું આપણે અલગ થોડી છીએ, આપણે તો એક જ છે. હું અને તું આપણી વચ્ચે છે આવે જ નહીં. આ રોઝ ડે, પ્રોમિસ ડે છે, હગ ડે, કિસ ડે અને હા વેલેન્ટાઈન ડે કોઈ કામના નથી. અને મને ખબર છે આપણે એકબીજાને રોઝ આપવાની,પ્રોમિસ આપવાની કે વેલેન્ટાઈન મનાવવાની કોઈ જરૂર જ નથી, કારણ કે આપણે બંને પ્રેમની એ પરાકાષ્ઠા પહોંચ્યા છે જ્યાં આ બધાં ડે જેવા નાના તત્વ આપણા માટે મહત્વ રાખતા જ નથી."
"આપણે એકબીજાને કંઈપણ બોલ્યા વિના જ એકબીજાની લાગણીઓ સમજી શકીએ છીએ. સુખ દુઃખમાં હંમેશા સાથે રહીએ છીએ અને રહી વાત આ બધાં ડેની તો સાંભળ રોજ સવારે હું રોટલી બનાવતી હોઉં અને તું મારા વાળ સરખા કરે એ મારો રોઝ ડે, તું નોકરી પર જાય ત્યારે રોજ મારા કપાળે જે ચુંબન કરે છે તો કિસ ડે આપણે રોજ મનાવીએ છે. પછી તું મારું પ્રિય ફાસ્ટફુડ લાવે અને હું તારી મનગમતી રસોઈ બનાવું એજ મારો ચોકલેટ ડે, આપણે કહ્યા વિના એકબીજાની વાત સમજી જતા હોય તો આ પ્રોમિસ ડે શું કામનો ? મારા રાજ આપણે તો જીંદગીભર ડગલેને પગલે એકબીજા માટે જીવ્યા અને હજી પણ જીવીએ છીએ આપણા માટે એ મહત્વનું છે. આપણને એકબીજાની ખામીઓ અને ઇચ્છાઓ બધું જ ખબર છે અને તે છતાં પણ આપણે સાથે છીએ. અને ઈચ્છાઓ તો આપણે સાથે મળીને પૂરી પણ કરીએ છે અને આગળ પણ કરતા રહીશું. આપણે એકબીજા પર વિશ્વાસ છે અને જ્યાં વિશ્વાસ હોય ને ત્યાં આવા વેલેન્ટાઈન ડેની જરૂર જ નથી પડતી. પ્રેમ માટે કોઈ એક દિવસની જરૂર નથી. પ્રેમમાં તો દિવસ, રાત કંઈ જોવાઈ નહીં. હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તું પણ મને ખૂબ પ્રેમ કરે છે."
""હમમમમમ, આરુ તારી વાત સાચીવાત છે. થેંક યુ સો મચ એન્ડ આઈ લવ યુ સો મચ માય વાઈફ"
"આઈ લવ યુ ટૂ માય હબી."