STORYMIRROR

Isha Kantharia

Inspirational Others Children

3  

Isha Kantharia

Inspirational Others Children

કોરોના વોરિયર્સ

કોરોના વોરિયર્સ

2 mins
251

ચાલો કચરો આપો...!

આરતી બેન ફટાફટ કચરો લઈને બહાર જાય છે અને કચરો લેવા આવેલા માસીને કચરો આપે છે. મે મહિનાઓ એટલે સૂરજ દેવતા બરાબર તેમનો પ્રકોપ વરસાવતા હતા. કચરો લેવા આવેલા બેન આરતી બેન પાસે પાણી માંગે છે. આરતી બેન એક નાની બોટલમાં પાણી ભરીને આપે છે.

      ઘરમાં દાદા સાથે બેઠેલી ૧૨ વર્ષની અંકિતા ગુસ્સે થઈ તેની મમ્મીને કહે છે કે મમ્મી તને કેટલી વખત કહ્યું છે...! કે કોરોના ચાલે છે આમ બધા સાથે વાત ના કરાય...!! અને તે પાણી આપ્યું...ખબર નહીં એ કચરાવાળી કયાં કયાંનો કચરો લાવતી હશે..?

        બેટા અંકિતા આવું નહીં બોલવાનું, એ પણ આપણા જેવા જ છે. અને મેં તેમને પાણી આપ્યું તે પહેલા એમને હાથ સેનીટાઇઝર લગાવ્યું હતું. અને તેમને મેં એક બોટલમાં પાણી આપ્યું હતું. આટલું બોલી રસોડામાં ચાલ્યા જાય છે.

      અંકિતા અને તેના દાદા ટી.વી. ચાલુ કરે છે.ટી.વી જોતા જોતા

અંકિતા : દાદા સાચા કોરોના વોરિયર્સ તો આપણા ડોકટરો જ છે.

દાદા : હા બેટા સાચીવાત. પણ તેની સાથે સાથે નર્સ, સફાઈકામદારો, પોલીસ બધા જ કોરોના વોરિયર્સ છે. કારણકે આ મહામારીમાં પણ તેઓ હંમેશા આપણી મદદ માટે ઊભાં રહે છે. 

અંકિતા : હા દાદા .

દાદા: બેટા આ મહામારીમાં જયારે કોઈ બહાર નીકળતા પણ ડર લાગે છે ત્યારે ઘરથી બહાર નીકળીને આપણે સેવા આપે છે. ડોકટરો, નર્સ, વોર્ડ બોય એ લોકો હોસ્પિટલમાં આપણી મદદ કરે છે અને સફાઈ કામદારો એ શહેરને સ્વચ્છ રાખે છે, એમ્બ્યુલન્સ ચલાવનાર ડ્રાઈવર, પોલીસ, અને કોરોના પેશન્ટને ત્રણ ટાઇમ જમવાનું પહોંચાડતા રસોઈઓ બધા જ કોરોના વોરિયર્સ છે.

અંકિતા: હા દાદા તમારી વાત સાચી છે.

દાદા: હમણા થોડા સમય પહેલા કરેલ સફાઈ કામદાર માટે બોલી હતી એ ભૂલ બીજીવાર ના કરતી.

અંકિતા : હા દાદા સોરી.

એટલામાં હોલમાં આરતી બેન આવે છે અને કહે છે ચાલો જમવા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational