એનિવર્સરી
એનિવર્સરી
1 min
251
આરોહી અને તપનના લગ્નની બીજી એનિવર્સરી હતી. આરોહી તપનના વોટ્સએપ સ્ટેટસ જોઈ ખૂબ જ ખુશ થઈ રહી હોય છે કેમકે તેમાં તપને લખેલ હોય છે કે મારી પત્ની મારુ સર્વસ્વ છે, તારા આવવાથી મારી દુનિયા રંગીન બની ગઈ છે, તું મારા હોઠોની હસી છે તું જ મારા જીવનનો ધ્યેય છે, આભાર મારી જિંદગીમાં આવવા બદલ. આઈ લવ યુ.
હજી બીજુ સ્ટેટસ જુવે એ પહેલા જ બેડરૂમમાંથી તપનનો અવાજ આવે છે ખબર નહીં આખો દિવસ શું કરે છે ? એક કામ વ્યવસ્થિત નથી કરતી, આ અભણ સાથે લગ્ન કર્યા ત્યારથી મારુ જીવન ધૂળ બની ગયું છે.
