જીમી
જીમી
(સત્યઘટના)
મમ્મી મારે એક કૂતરો લાવવો છે પ્લીઝ.
જયાશું બેટા આવી ખોટી જિદ ન કરાય. તારા પપ્પાને જરાય નથી ગમતું સમજયો...!!!
પણ મમ્મી....!!
નિમેષ જયાશું આજે જમ્યો પણ નથી, એને કૂતરો લેવો છે લેવા દો ને ?
સારું જાવ લઈ લો. પણ મારાથી દૂર રાખજો.
બીજા દિવસે જયાશું સરસ કૂતરો લાવે છે. તેનું નામ જીમી રાખે છે.
થોડા દિવસમાં તો ઘરનો સભ્ય બની ગયો અને બધાનો લાડકો બની ગયો.
એક દિવસ નિમેષ નાહીને બહાર નિકળે છે. જયાશું તેની મમ્મી સાથે બહાર ગયો હોય છે. ઘરમાં જીમી જ હોય છે.
નિમેષનો પગ પાણીમાં પડતા તે પડી જાય છે તેમને કમર અને માથામાં ઈજા થાય છે. જીમી તરત જ તેની પાસે આવે છે અને જોયને તરત જ બહાર જઈને જોર જોરથી ભસે છે તેને ભરતા જોઈ બાજુના ઘરમાં રહેતા અનિલભાઈ અને ભાવનાબેન આવે છે અને ઘરમાં આવે છે અને નિમેષભાઈને નીચે જમીન પર પડેલા જોઈ છે. તરત જ તેમને ઊભાં કરે છે અને હોસ્પિટલ લઈ જાય છે. ૫ દિવસ પછી ઘરે આવે છે. તો સૌથી પહેલા જીમી પાસે જાય છે. જીમી પાસે જઈને તેને થેન્ક યુ કહે છે અને પ્રેમથી ગળે લગાવે છે.
આજે ઘરમાં જીમી સૌથી વધારે કોઈનો લાડકો હોય તો એ નિમેષભાઈનો છે.
