બદલાવ
બદલાવ
હું જયારે P. T. C કરતી હતી ત્યારની આ વાત છે. હું દેહ વ્યાપાર કરતી સ્ત્રીઓને ખૂબ જ નીચી માનતી, ગાળો આપતી હતી. પણ એક દિવસ હું લાઈબ્રેરીમાં ગઈ અને એક પુસ્તક લેતી હતી તો અચાનક જ બે પુસ્તકો મારા પગમાં પડી ગયા. ફટાફટ ઉઠાવી મૂકવા ગઈ. ત્યાંજ એમાંથી જ એક પુસ્તક વાંચવાનું મન થયું કે મસ્ત કવર પેજ છે નવલકથા પણ જોરદાર હશે.
ઘરે જઈને રાત્રે જયારે તે પુસ્તક ખોલ્યું અને પ્રસ્તાવના વાંચી તો ખબર પડી કે આ પુસ્તક સુરતમાં એક વિસ્તારમાં ચાલતા દેહવ્યપાર કરતી એક સ્ત્રીએ લખ્યું છે.
જયારે મે એ સ્ત્રીનો સંઘર્ષ વિશે વાંચ્યું કેવી રીતે આ ધંધામાં આવી, ભાગવાની કોશિશ અને ઘણું બધું વાંચ્યું ત્યારથી મારા વિચારોમાં ખૂબ જ પરિવર્તન આવ્યું અને સમ્માનની નજરે જોવા લાગી છું.
આપણે જો ટીવી માં આવતી કલાકારો ને જો માન આપતા હોઈએ, જે પોર્નસ્ટારને પણ માન અને ઈજ્જત આપતા હોઈએ તો મજબૂરી વશ આ દેહવ્યપારનાં ધંધામાં આવી હોય, જબરજસ્તી લાવવામાં આવી હોય તો તેને કેમ માન નથી આપતા ? બળાત્કાર કરેલ સ્ત્રી, મહિલાને કેમ ખરાબ નજરે જોવામાં આવે છે ? પ્લીઝ સ્ટોપ. બધાંની ઈજ્જત કરો.
(ટીવી અને પોર્નસ્ટાર ની વાત ઉદા. તરીકે આપી છે. કોઈની ભાવનાની ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી. માફ કરજો આભાર.)
