Kaushik Dave

Comedy Fantasy Others

3  

Kaushik Dave

Comedy Fantasy Others

વિશ્રામ પણ નથી

વિશ્રામ પણ નથી

2 mins
251


'ખબરદાર જો પાંડવ પુત્રો વિશે લખ્યું તો !' દૂરથી કોઈનો અવાજ સંભળાયો.

મને થયું કોણ હશે ? મારા મનની વાત જાણી જાય છે !

કોણ છો ? કેમ આવું બોલો છો ?

'હા...હા...હા... મને ના ઓળખ્યો ? પાંડવોનો વિરોધી તો એક જ હોય. હું સુયોધન... પ્રેમથી લોકો મને દુર્યોધન કહે છે.'

ભાઈ દુર્યોધન...સોરી સુયોધન....આ તો વાત એમ છે કે ' કથન ' પૌરાણિક વાર્તા સ્પર્ધા માટે કોઈ એક પાત્ર વિચારતો હતો.

એટલે તને પાંડવ જ યાદ આવ્યા ! તને ખબર છે આ કલયુગ છે. એમાં તો હું છવાયેલો જ રહીશ. કોઈ ધર્મરાજ યુધિષ્ઠિર નહીં મલે. જો તું પાંડવ વિશે લખીશ તો પણ તું સ્પર્ધા વિજેતા નહીં બને.

ઓકે સુયોધન જી. જીતવા માટે લખતો નથી. પણ સુયોધનજી આપ તો નર્કમાં હોવા જોઈએ.

હા..હા..હા. આ પૃથ્વી નર્ક જેવી જ તમે બધાએ બનાવી દીધી એટલે થયું કે એક આંટો મારી આવું. ને...હા.. આત્મા મરતો નથી. મૃત પામેલાનો પુનઃજન્મ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે એ તું જાણતો નથી ?

સોરી..સોરી..સુયોધન જી.બીજા કોઈ પાત્રનો વિચાર કરૂં.

અરે ભાઈ..આ અશ્વસ્થામા છે જ ને..અજરાઅમર એના વિશે લખ. કંઈ ક જાણવા મલશે. એને જાણીશ તો મારા વિશેનો અભિપ્રાય પણ બદલાશે.

પણ સુયોધન જી અશ્વસ્થામા અત્યારે ક્યાં છે ? એમનો ઈન્ટરવ્યુ જ લેવો છે.

એ તારો શોધવાનો. મારૂં કામ નહીં. આતો તને હિંટ આપી. ચાલ ત્યારે બીજાની મુલાકાતે. મારે ય બહુ કામ છે. જો અશ્વસ્થામા વિશે લખી ના શકે તો સ્પર્ધામાં ભાગ લેતો જ નહીં. આમેય તું વિરોધી ટીમનો માણસ છે.

આમ બોલીને સુયોધન જી જતા રહ્યા.

હું વિચારવા માંડ્યો. ને બબડવા માંડ્યો.

અશ્વસ્થામા.. અસ્વચ્છ..તા..મા..

એટલામાં બૂમ પડી.

અરે.. સાંભળો છો કે ! આ શું માંડ્યું છે સવાર સવારમાં. તમે અસ્વચ્છ તો છો. સવારના આઠ વાગ્યા. ઘરમાં બધાએ સ્નાન કરીને સ્વચ્છ પણ થયા. ને તમે ગોલા ને ગોલા. પાછું મારે કચરા પોતા પણ કરવાના બાકી છે. તમે ન્હાવા જશો તો કપડા ધોવાશે. આખો દિવસ કામ કામ ને કામ. હવે ઊભાં થાવ. તમારા માટે ચા નાસ્તો કરું.


Rate this content
Log in

Similar gujarati story from Comedy