વિખરાયેલાં શમણાં
વિખરાયેલાં શમણાં


સમંદરની લહેરો આ રેતને ભીંજવીને જાય છે.
શીતળ લહેરાતો વાયરો આ મનને સ્પર્શી જાય છે.
ના પહોંચીએ મંજિલે જો આ શમણાં છૂટી જાય છે.
આંખોમાં વિખરાયેલાં શમણાં હૃદય બાળી જાય છે.
જે લોકો નેટવર્ક માર્કેટીંગ કરે છે, તેના માટે 'પ્રોસ્પેકટીંગ' શબ્દ નવો નથી... પણ જે નેટવર્ક માર્કેટીંગ કરતા નથી, તેના માટે તો આ શબ્દ નવો છે. પ્રોસ્પેકટીંગ એટલે નવા અજાણ્યા લોકોનો સંપર્ક કરી પોતાના બિઝનેસની માહિતી આપવી. આ માટે થોડી સ્માર્ટનેસ અને ચતુરાઈ હોવી ખૂબ જ જરૂરી છે.
કોઈક વાર એવું પણ બને કે ભલભલા સ્માર્ટ લોકોથી પણ ભૂલો થાય, આ ભૂલોથી અર્થનું અનર્થ થઈ જાય છે. આ વાર્તા એક એવી જ સ્ત્રીની છે, જેની નાદાની, જાણતા ને અજાણતા કરાયેલ ભૂલોથી તેનું જીવન બદલાય જાય છે.
હું અનિકા, કાવ્યાની બેસ્ટ ફ્રેન્ડ છું. હંમેશા માટે રહીશ, એમાં કોઈ શંકા કે સ્થાન નથી.પણ, હું આજે એની હાલત જોઈ શકતી નથી. આજે એની હસીને હું ખૂબ જ મીસ કરું છું. તેની આંખોમાં આંસુ જોઈ મને પણ ખૂબ દુઃખ થાય છે. પરંતુ, આ આંસુઓ માટે પણ તો તે પોતે જ જવાબદાર છે.
કાવ્યા એક ગૃહિણી છે. તેણે પોતાની જિંદગીમાં અનેક ઉતાર ચઢાવ જોયા. છતાં, હંમેશા ખુશ ને હસતી રહેતી.દરેક પરિસ્થિતિને તે પોતાની સમજથી સંભાળી લેતી. તેના પરિવારથી તેને ખુબ જ પ્રેમ હતો, તેથી તે પરિવારને સાચવીને એ વ્યવસાયને કરવા માંગતી હતી, જ્યાં ઓછાં રોકાણે વધુ નફો મળે, સાથે સાથે તેનો પરિવાર પણ સચવાઈ રહે..
તેના ઘણા બધા સપના હતા, જે તે પુરા કરવા માંગતી હતી. પોતાની એક ઓળખ બનાવવા માંગતી હતી. તે ગરીબ પરિવારથી હતી માટે તેણે બાળપણમાં ખુબ ગરીબી જોઈ હતી. નાની ઉંમરે જ તેના લગ્ન થઈ ગયા. લગ્ન બાદ તેને પોતાના સાસરે વહુ તરીકેની બધી જ જવાબદારીઓ સંભાળી લીધી. તે બે દીકરીઓની મા બની, જવાબદારીઓ સંભાળતા સંભાળતા સમય ક્યાં નીકળી ગયો તેની ખબર જ ન પડી !
દીકરીઓ મોટી થતા તેની પાસે ઘણો સમય બચી જતો. તે આ સમયમાં કંઈક કરવા માંગતી હતી, પરંતુ હવે તેની નોકરી કરવાની ઉંમર પણ નીકળી ગઈ હતી... તેથી તેની ફ્રેન્ડ સાથે તે નેટવર્ક માર્કેટીંગમાં જોડાઈ ગઈ. આમ તો આ બિઝનેસ ખૂબ સરળ લાગે પણ ધારીએ એટલો સરળ નથી હોતો. નેટવર્ક માર્કેટીંગ બિઝનેસના ચાર પીલર હોય છે.. આ બિઝનેસમાં સફળ થવા માટે સફળતાના ફોર બેજિક હોય છે, જે દરેક બીઝનેસ ઓનરે ફોલો કરવા જ પડે. તેણે પણ શરૂઆત કરી. શરૂઆતમાં થોડા જાણીતા લોકોના લીસ્ટથી થોડા સમયમાં ઘણી સફળતા મળી. પણ વાત હવે, બિઝનેસ સ્ટેબલ કરવાની હતી. તેના માટે લીસ્ટ હોવું જરૂરી હતું, તેથી તેને પ્રોસ્પેકટીંગ કરવાનું શરૂ કર્યું.
કાવ્યા ઘણી હિંમત રાખી પ્રોસ્પેકટીંગ કરી લીસ્ટ બનાવતી. પોતાનું પ્રેઝન્ટેશન શો અપ કરતી. અજાણ્યા લોકોથી તેનું ઘણું ખરું કામ થઈ જતું.. પરંતુ બિઝનેસ સ્ટેબલ કરવા માટે તેને પ્રોસ્પેકટીંગ કરવું જ પડતું. કારણકે તેને પોતાના સપના પૂરા કરવા હતા. સમાજમાં એક સ્ત્રી તરીકે પોતાની સફળ ઈમેજ બનાવવી હતી.
એક દિવસ કાવ્યાને વિચાર આવ્યો.. હું એવું કંઈક કરૂં, જેનાથી મારે લોકો શોધવા ના પડે ! પોતાનો બિઝનેસ આસાનીથી કરી શકે. પણ, સમસ્યા એ હતી કે લિસ્ટ કંઈ રીતે મોટું કરવું ! એ આખો દિવસ વિચારતી રહેતી. ત્યાં જ તેના મનમાં એક વિચાર આવ્યો કે હું સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા લોકો સુધી પહોંચી સહેલાઈથી પોતાનું નેટવર્ક વધારી શકું છું.
આમ તો તે ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામથી દૂર જ રહેતી. પણ પોતાના બીઝનેસ માટે તેને સોશિઅલ સાઈટનો ઉપયોગ કરવાનું વિચાર્યું.
તેણે ફોન કરી મને ઘરે બોલાવી. આ વાત તેને મારી સાથે પણ શેયર કરી.
તેણે કહ્યું: હું આજે ખુબ જ ખુશ છું. સોશીયલ મીડીયાના માધ્યમથી આપણે લીસ્ટ મોટું કરી શકીએ છીએ. આ આઈડિયાને અમલમાં મૂકી જોઈએ. મને લાગે છે, અહીંથી જિંદગી બદલાઈ જશે જિંદગી ! કાયમી લીસ્ટ બનાવાની ઝંઝટ પણ જશે !
તું ગાંડી થઈ ગઈ છે કે શું? આ તારો વિચાર બિલકુલ યોગ્ય નથી ! સોશિયલ સાઈટ ટાઈમ પાસ માટે હોય છે. એક મનોરંજન પૂરું પાડે છે.વળી, આપણી પાસે ક્યાં એવો સમય છે? તારું ફોકસ ફકત બિઝનેસમાં હોવું જોઈએ, તું એનાથી દૂર જ રહેજે. આ વિચારથી તું અંધારામાં તીર છોડવાની વાત કરે છે ! -
તે બોલી: ઉ - લાલા ! જો હોગા દેખા જાયેગા ! વળી, તું એવું કંઈ રીતે કહી શકે ! સોશિયલ સાઈટ ટાઈમ પાસ કહેવાય ! આ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાંથી માણસ ગ્લોબલ માર્કેટ સાથે જોડાઈ છે. અહીંથી તે તેના દરેક કામ આસાનીથી ઘરે બેઠા બેઠા કરી શકે છે. બધા કરી શકે તો હું કેમ નહિ ! મારું માનવું છે, અંધારામાં તીર લાગશે તો નિશાન, નહિ તો તુક્કો.. !
પણ, કેવીરીતે? મારા તો સમજની બહાર છે તું જે કહે છે, આના માટે મારી ના છે...ફકત તારો સમય વેડફાઈ જશે.
શું અનિકા કેવી રીતે? તું શું ના પાડી રહી છે ! આપણે એફબી પર જુદા જુદા ગૃપમાં જોડાઈને, આપણા બીઝનેસ પ્રમોશન માટે પોસ્ટ કરીશું ! જેને પસંદ આવશે, તે આપણે સામેથી આપણો કોન્ટેક્ટ કરશે !
મને આ યોગ્ય લાગતું નથી.. ! તને જેમ ઠીક લાગે તેમ કર.. ! જો તારાથી કોઈ ભૂલ થશે, તો જિંદગી બગડી જશે, સપનાઓ અધૂરા રહી જશે ! પ્લીઝ, તું તારા કેરિયર પર ફોકસ કર ! આમેય, કેટલા સમયના ભોગે તને આ પરમિશન મળી છે, તો તારે સમયનો સદુપયોગ કરવો જોઈએ.
મારું ધ્યાન મારા કેરિયર પર છે, લીસ્ટ પૂરું થયું છે. કેવી રીતે મોટું કરું કંઈ સમજ પડતી નથી ! આપણા બિઝનેસમાં સફળ થવા લીસ્ટનું ખૂબ જ મહત્વ છે, અને આપણે શીખવામાં આવે છે કે ઓળખીતા કરતા સ્ટ્રેંજર લોકોથી જ બિઝનેસ મોટો થાય છે ! તો મને લીસ્ટ મોટું કરવા માટે આ જ યોગ્ય લાગે છે. સમસ્યા હોય તો સમાધાન પણ હોય. હાલ, મને આ જ ઠીક લાગે છે ! હું મારા સપનાઓ પુરા કરવા માંગુ છું, એટ એની કોસ્ટ !
તેને મારી વાત માની નહિ, તે જુદા જુદા ગૃપમાં જોડાવા લાગી. દરેક ગૃપમાં તે પોતાની પોસ્ટ મુકવાનું વિચારતી. એકાદ વાર તો તેને પોસ્ટ પણ મૂકી પણ કોઈ રિસ્પોન્સ ના મળ્યો. પણ કહેવાય છે ને એક વાર સોશિયલ સાઈટનો ચસકો પડે, તે આસાનીથી ક્યાં જાય છે ! પારિવારિક, પ્રેમની, ફ્રેન્ડસ, મોટિવેશન આ બધી પોસ્ટ તે લાઈક કરવા લાગી. જે પોસ્ટ ગમે તે મોબાઈલ ગેલેરીમાં સેવ કરતી, પછી તે અલગ અલગ ગૃપમાં પોસ્ટ કરતી.
જાણે કાવ્યાને તો સોશિયલ મીડિયાનો ચસ્કો પડ્યો ! ! હવે તે વધુ સમય સોશીયલ મીડીયા પર રહેતી, મારી સાથે પણ તેણે વાત કરવાનું ઓછું કરી દીધું. તે ખૂબ જ કાબેલિયત ધરાવતી હતી. હું તેને પોતાના લક્ષથી દૂર જતાં જોઈ રહી હતી. દરેક લોકોને સોશિયલ મીડિયાનો ચસ્કો લાગે, તેને પણ લાગ્યો. પછી તો તેને જે ગપૃમાં પોસ્ટ ગમે, તે ગૃપની પોસ્ટ લાઈક કરી, તે પોતાની પ્રોફાઈલમાં શએર કરે. હા, વળી તે પોસ્ટ ગૃપમાં પણ મૂકે. દરેક ગૃપમાં નિયમો હોય છે. એડમીનની પરમીશન હોવી જરૂરી હોય છે, તેની મંજૂરીથી પોસ્ટ મૂકી શકાય, એ તેને ખબર ના હતી.
નથી જાણતા નિયતીને સમય જ કરાવે છે ખેલ અહીં !
રમકડાં માટીના સૌ કોઈ ને વિચિત્ર કરાવે છે મેળ અહીં !
તે સદાઈ હસતી રહેતી, મજાક મસ્તી કરતી, કદીએ ગંભીર ના રહેતી.. નદાનીમાં કરેલી ભૂલોની ખૂબ ભારી કિંમત ચૂકવવી પડશે, એ વાતથી અજાણ તે ગૃપ એડમીનનું પ્રોસ્પેકટીંગ કરવાનું વિચારે છે. ના જાણ ના પહેચાન.. બસ, તેના મનમાં પ્રોસ્પેકટીંગનો વિચાર ચાલી રહ્યો હતો, તેથી તેને એડમીનની પોસ્ટ પર ગુડ મોર્નિંગ મેસેજ કર્યો. કારણકે તેને પોતાનું લિસ્ટ પણ મોટું કરવાનું હતું. અહીંથી તેની જિંદગીમાં ગડમથલ શરૂ થઈ. આમેય, તેને તો પોતાનું પ્રોસ્પેકટ લિસ્ટ વધારવું હતું. પરંતુ, ફેકબુક વૉલ પર તેના ગુડ મોર્નિંગનો અર્થ બદલાય જશે તેની તેને ખબર ના હતી !
બે ત્રણ દિવસ પછી એડમીને પર્સનલી મેસેજ કર્યો. તેને એવું જ હતું કે એડમીન છે. હું તેની પોસ્ટને લાઈક કરૂં છું, તેના ગૃપમાં છું, માટે હું તેને ઓળખું જ છું. શું આટલી ઓળખ પૂરતી હતી !
તેણે વિચાર્યા વિના જ રીપ્લાયમાં ગુડમોર્નિંગ મેસેજ કર્યો.
રીપ્લાય જતા જ ફરીથી મેસેજ આવ્યો.
એક અજાણ્યાને મેસેજ કરે છે !
હું તમને ઓળખું છું. તમે ગૃપ એડમીન છો.
ત્યારે તે એક અજાણ્યાની ઈમોજી મોકલે છે.
તે ટેનસનમાં આવી જાય છે... !
ત્યાં તો ફરી મેસેજ આવે છે... હા, હું ગૃપ એડમીન છું. પોતાનો પરિચય આપે છે. આ રીતે તેઓ એકબીજાના સંપર્કમાં આવે છે.
કાવ્યાએ નેટવર્ક માર્કેટિંગ કર્યું હતું માટે અજાણ્યા સાથે વાત કરવી કોઈ નવાઈની વાત ન હતી. અહીં સુધી તો ઠીક હતું પણ અજાણ્યા પર ભરોસો જલ્દીના મૂકી શકાય.. તેથી તેણે પહેલા મેસેજની સાથે જ કાવ્યાએ ફેસબુક પર પોતાના નંબર અને પોતાની માહિતીની પ્રાઈવેસી કરી. પણ તે ગૃપમાં પોસ્ટ તો મૂકતી જ હતી.
એને ખબર ના હતી કે, અહીંથી તેની જિંદગીમાં બદલાવ આવશે ! અમુક પોસ્ટ ગમતા તે લાઈક કરતી. અને તે એના જ ગૃપમાં પોસ્ટ મૂકતી. અમુક બીજા લોકોની પોસ્ટ પણ લાઈક કરતી. પોતાના બિઝનેસની વાત પણ કરતી.
લોકો ફેસબુકનો ઉપયોગ પોતાના ટ્રેડિશનલ બિઝનેસ માટે કરે, ગૃપ બનાવી એક મોટું નેટવર્ક ઉભું કરે. તેને આ વાત ગમતી હતી. તેનાથી વિશેષ પોતાના વ્યસાય સાથે તે ગૃપ મેન્ટન કરતો હતો, તે તેણે શીખવું હતું, વળી, બાળપણથી તેને લખવું પણ ખૂબ જ ગમતું હતું, પણ એવો કોઈ ખાસ મોકો તેને મળ્યો ના હતો. જાણે તેને પોતાના સપના પૂરા કરવા એક માધ્યમ ના મળી ગયું હોય !
એની વાતોનો અર્થ બદલાઈ જશે, તેનો અંદાજો તેણે જરાક પણ હતો નહિ. એડમીન સાહેબે તેનું ચરિત્ર ખરાબ આક્યું. તેને વાતો કરવાનું શરૂ કર્યું. તેને કાવ્યાને આઈ લવ યુ નો મેસેજ કર્યો.
તને પ્રેમ કેવી રીતે થયો? ! તેણે રીપ્લાય કર્યો.
જેવી રીતે તને થયો ! ! ફરી થી રીપ્લાય આવ્યો.
શું ટાઈમ પાસ કરે છે ? પ્રેમનો મજાક બનાવે છે ?
ત્યારે તેણે વિચાર્યું કે આ વ્યક્તિને સબક શીખવાડવો જ પડશે ! તે મારા માટે આવું વિચારી પણ કેવી રીતે શકે? પણ જિંદગી જ તેની તેને એક મોટો સબક શીખવાડવા જઈ રહી હતી.. કહેવાય છે કે,
કીચડમાં પથ્થર નાખો તો છાંટા તો ઊડે જ છે..તેણે રોજ એડમીનને પરેશાન કરવાનું શરૂ કર્યું. કેમકે તે વિચારતી હતી કે દરેક સ્ત્રીનું સ્વાભિમાન હોય છે. દરેક સ્ત્રી ચરિત્રહીન નથી હોતી. પછી તો તેને તેની દરેક પોસ્ટ લાઈક કરતી થઈ ગઈ. અને તેની પર્સનલ પ્રોફાઈલમાં પણ લાઈક કરે. તેથી તે તેને બ્લોક કરી દેતો. કાવ્યાને તો ફક્ત તેની માહિતી જ જોઈતી હતી. તેના પેજ અને ફેસબુક પ્રોફાઈલ સિવાય કોઈ માહિતી તેની પાસે ના હતી. તેની પાસે વોટ્સએપ નંબર હતો. તેથી તેને વોટ્સએપ પર મેસેજ કરવાનું શરૂ કર્યું. ક્યારે તે બ્લોક કરે, તો ક્યારે એડમીન બ્લોક કરે પણ બંનેની વાતો તો થાય જ...
કાવ્યાને તેની પર શક જાય કે તે ઘણી બધી સ્ત્રી સાથે વાતો કરે છે. તે તેની પ્રોફાઈલમાં જઈ તેનું ફ્રેન્ડ લિસ્ટ ચેક કરે.. તેની લાઈક, કોમેન્ટ્સ ચેક કરે. પણ તેના વિશે કંઈ વિશેષ માહિતી મેળવી શકે નહીં. તેણે એવો શક હતો કે તેના બીજા પણ ફેક ગૃપ છે. તે ગૃપ પર તે હંમેશા નજર રાખતી. આવું તે શું કામ કરી રહી હતી, તેને ખુદને ખબર હતી નહિ.
કાવ્યાને થતું કે, એની સાથે વાતો કરી કંઈક ખોટું તો નથી કરી રહીને ! પણ, કોણ જાણે કેમ તે સાચું ખોટું સમજી શકતી ના હતી. એક નવી રમત રમાઈ રહી હતી. હવે, લાગણીઓ સાથે રમત રમવાનું શરૂ કરે છે. એકબીજાના અહમને ઠેસ પહોંચાડી પોતાના અહમને સંતોષવાની નવી રમત.
તેની પોસ્ટથી કાવ્યાને ઘણું જ આકર્ષણ થતું, પછી તો કાવ્યાને તેને ઓળખવાનું જનુન સવાર થયું. તેને હંમેશા શક થતો કે તે સ્ત્રીઓ ને ફસાવી તેની સાથે ફીજીકલ રિલેશન બાંધવા મજબૂર કરતો હશે ! પછી તેને બ્લેકમેલ કરતો હશે !
થોડો ડર તેના મનમાં હતો. એકવાર તેની પર્સનલ ડિટેઈલ ચેક કરતા તેનો ફેમિલી ફોટો જોયો, તેની ફેમિલી સાથે તેને હમદર્દી થઈ. મનમાં થયું કે આટલી સુંદર પત્ની અને બાળકો છે.. તો તે બીજે ફાંફા કેમ મારે છે !? જો આ વ્યક્તિ કોઈ ખરાબ જગ્યાએ સંડોવાશે તો તેની ફેમિલી વિખરાઈ જશે. કોઈ લેવા દેવા ના હતા છતાં પણ તે ગૃપ એડમીન સાથે વાતો કરતી કે તેનું ફેમિલી વિખરાઈ જાય નહીં.
શું આ યોગ્ય હતું? આ વાત જ્યારે મને ખબર પડી, ત્યારે મેં તેને તેની સાથે વાતો કરવાની ના પાડી.
મેં તેણે ઘણું સમજાવ્યું, કોઈ પારકનું ઘર બચાવવા માટે તારું ઘર ના તૂટે ! તું તારા હસબન્ડને વાત કરી પછી વાત કર. પણ કોણ જાણે તે કંઈ સમજી શકતી નહતી.
તેણે કહ્યું: મને એમની પર પૂરો ભરોસો છે, તે મને સમજશે.
મેં તેને સમજાવ્યું કે, પારકી પંચાતમાં ક્યારેય પડવું જોઈએ નહીં. આ એક સત્ય છે...આ હકીકત છે... કોઈ પારકા માટે પોતાનાં ફેમિલીને ના ભૂલે... કોઈ પતિ પોતાની પત્નીને બીજા જોડે વાત કરે તો સહન ના કરી શકે ! તું હાથે કરી તારો સંસાર બગાડે છે.. દરેક પુરુષને પોતાનું સ્વાભિમાન વ્હાલું હોય તું સમજ કાવ્યા, પણ તે સમજવા તૈયાર ન હતી.
એક રાત્રે તે તેની પ્રોફાઈલ ચેક કરી રહી હતી, ત્યાં તેને ઊંઘ આવી ગઈ. મોબાઈલ તેના પતિના હાથમાં આવી ગયો, અને તેને ખબર પડી ગઈ કે તે કોઈ વાત તેનાથી છૂપાવી રહી છે ! તે રાત્રે તેઓમાં ખુબ ઝગડો થયો, થોડા સમયમાં વોટ્સ અપ પર એડમીનનો ગુડ નાઈટ મેસેજ આવ્યો, તેના હસબન્ડ પાસે હવે ઠોસ સબૂત હતો, હવે તેનો નંબર પણ તેણે ખબર પડી જાય છે. બંનેમાં ખૂબ ઝગડા શરૂ થાય છે. કાવ્યા પાસે કોઈ જવાબ ન હતો. તેના પતિએ તેને ચરિત્રહીન સમજી લીધી. તેને ખૂબ માર મારી ઘરની બહાર નીકળી જવા કહ્યું.. આ બાજુ તેને કંઈ જ સૂઝ્યું નહીં, તેથી તેણે પિયર જવાનું નક્કી કર્યું.
તેના ઘરે જયારે ખબર પડી આ કારણોસર જમાઈએ કાવ્યાને ઘરમાંથી કાઢી મૂકી છે..તો એના પિયરમાંથી પણ તેને તેના ઘરે જવા કહ્યું. આમ ઘર છોડી અહીં આવી જવું યોગ્ય નથી. હાલત ગમે તે થાય પણ તારે ઘર છોડવું નહોતું.
તે મનોમન વિચારી રહી હતી કે તે હવે ક્યાં જશે? આજે તો અહીં રાત વીતી જશે.. પણ, કાલે ક્યાં જઈશ? તે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. ઓશિકામાં પોતાનાં આંસુ છુપાવવી છાનો ડૂમો ભરી રહી હતી.
ત્યારે અચાનક તેના પપ્પા તેની પાસે આવ્યા. દીકરા આવી નાદાની કેવી રીતે તું કરી શકે ! તે મારુ માથું નીચું કરી દીધું. હું જમાઈને વાત કરીશ. હમણાં તે ગુસ્સામાં છે. થોડો સમય આપ. સમયે બધું જ ઠીક થઈ જશે ! મારી સમજદાર દીકરીની સમજણ ક્યાં ખોવાઈ? એમ કરી તેઓએ તેના માથે હાથ ફેરવ્યો.. મને આજે પણ ખબર છે તું તારા આંસુ છુપાવી રાખશે. તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરશે. પણ હું કંઈ કરી શકીશ નહિ ! ! આની જવાબદાર તું જાતે જ છે.
થોડા દિવસોમાં તેના પતિએ તેને ડિવોર્સ પેપર મોકલાવ્યા. ત્યારે તે તેને એક વાર મળવાનું કહે છે. તમે મને છેલ્લી વાર લોંગ ડ્રાઈવ પર લઈ જાઓ. તે માની જાય છે. તેઓ પોતાની ફેવરિટ જગ્યાએ જાય છે. પણ તેના હસબન્ડનો ગુસ્સો હજુ પણ યથાવત હતો. તેને કાવ્યાથી નફરત થઈ ગઈ હતી. કારણકે, તેને ગૃપ એડમીન સાથે વાત કરી હતી.
તેને કાવ્યાને કહયુ: મેં ગૃપ એડમીનને ફોન કર્યો હતો. તેને તારા પ્રત્યે કોઈ માન કે આદર નથી. તેને તારા ચરિત્રને મારી સામે ખૂબ ઉછાળ્યું હતું. તે તારા વિશે એવી વાતો કરતો હતો કે, મારાથી સંભળાતું પણ ના હતું. તું એને મારી સામે ફોન કરી ગાળો આપ, તું સારી છે, તું સાચી છે, એની સાબિતી મને મળી જશે, મારા મનને શાંતિ મળશે !
હું સાચી છું, એની સાબિતીની મારે કોઈ જરૂર નથી ! એની સાબિતી સમય આપશે..
તો તું ફોન નહિ કરશે, તું આવું કેવી રીતે કરી શકે? ! તો હું શું સમજુ કે બધો વાંક તારો છે, એની વાત સાચી માની લઉં !
આ વાતનો કાવ્યા પાસે કોઈ જવાબ હતો નહિ. બસ તે ચુપચાપ બેસી રહી. તે હાથે કરી, પોતાની લાઈફ બરબાદ કરી. એની પાસે કોઈ સફાઈ કે વાત ના હતી. બસ આંખોમા હતા તો આંસુ .. ફક્ત ને ફક્ત આંસુ.
તેના હસબન્ડે તેને રૂમાલ આપી કહ્યું : આવું શા કારણે કર્યું?
પ્રોસ્પેકટીંગ માટે કોન્ટેક્ટ કર્યો હતો. પણ સાથે મને તેની મુકેલી પોસ્ટ ગમતી હતી...અને મને તેની ફેમિલી સાથે હમદર્દી થઈ ગઈ હતી. તેની સાથે મને વાત કરવી ગમતી હતી. આ એક સાચું છે. બસ બીજું હું કશું જાણતી નથી.. કારણકે આ વાતનો મારી પાસે કોઈ જવાબ નથી. પણ, હું મારા પરીવારને ખૂબ ચાહું છું.
શું હજુ પણ તે ગમે છે? શું તારે તેની સાથે વાત કરવી છે? જો વાત કરવી હોય તો મારી સામે જ કર. હું તને રોકીશ નહીં, પણ હવે પછી હું તારી પર વિશ્વાસ કરી શકીશ નહિ, તે મારો કોલર હંમેશા માટે નીચો કરી દીધો.
તેણે સોરી કહ્યું, પણ તેના મનમાં તેના માટે કોઈ ઈજ્જત રહી નહીં. ફક્ત તેના ફેમિલી માટે તેને પોતાના ઘરે રાખી. એક છતની નીચે ડિવોર્સ લઈને સાથે જ રહે છે. તેને હવે કાવ્યા પર ભરોસો હતો નહીં માટે તેને ભગવાનના કસમ આપ્યા કે ફેમિલીની ઈજ્જત તારે સાચવવી પડશે !
આ હદસાએ તેની ખુશી, સપના, સ્વાભિમાન, તેની હિંમત બધું જ છીનવી લીધું. તેને પ્રેમ શબ્દથી નફરત થઈ ગઈ. તેને નેટવર્ક માર્કેટિંગને હંમેશા માટે પૂર્ણવિરામ મૂકી દીધું. પ્રેમ પરથી તેનો વિશ્વાસ ઊઠી ગયો, હવે તે પોતાની ફેમિલી સંભાળી બેસી રહે છે.
અમુક લોકો ફક્ત આપણે સબક શીખવાડી જાય. તો અમુક સમયે આપણી ભૂલો જ આપણને નડી જાય. કાવ્યા વિચારે છે કે આવું શા માટે થયું? વગર વાંકે સજા કેમ મળી? પણ કંઈ ઋણસબંધ ચૂકવવાનો બાકી હશે, તો તે ચૂકવી દીધો. બસ હવે તે શાંત બની ગઈ છે. તેનામાં હવે કોઈ હિંમત રહી નથી કે તે કઈ કરી શકે. તે હિંમત હારી ગઈ. તેની જિંદગી શૂન્ય અવકાશ બની ગઈ. સાચી છે, છતાં તેની સાબિતી કોઈ નથી, બસ, બેગુનાહ થઈ ગુનેગાર થઈ ગઈ. દરેક જગ્યાએ નાદાની નથી ચાલતી. તે હવે સમજી ગઈ છે. પણ, હવે શું?
તે ઘણી વખત વિચારતી કે આત્મ હત્યા કરી લઉં, પછી તેણે તેની દીકરીઓનો વિચાર આવતો. એ લોકોનો શું વાંક છે? પણ રોજ અપમાન સહી જીવવું તેને પસંદ ન હતું. રોજ મરી મરીને જીવવું, તે તેને જીવતા મૃત્યુ સમાન લાગતું હતું. તેણે થયું મારી સાથે કેમ આવું થયું, તે અંદરોઅંદર મરી રહી છે ! છતાં હિંમત રાખી પરિસ્થિતિનો તે સામનો કરી રહી છે ! !
ઈશ્વરની મરજી હોય તો જ નસીબ પણ સાથ આપે છે, આ વાત તે હવે બરાબર સમજી ગઈ છે. છતાં, આજે પણ તેનો આત્મવિશ્વાસ મને યાદ છે. તેની વાતો આજે પણ હું યાદ કરું છું. કોઈ પણ મુશ્કેલીમાં હોય તો તે કહેતી જિંદગી છે, ચાલ્યા કરે, ક્યારે સુખ આવે તો ક્યારે દુઃખ પણ આવે !
તે હંમેશા કહેતી લાઈફ લાઈક અ ટાયર. ક્યારે એવું પણ બને કે... આપણે ફરી ત્યાં આવી જઈએ, જ્યાંથી શરૂઆત કરી હોય ! પણ હિંમત ના હારવી. ફરીથી શરૂઆત કરવી. એવું કહેવાવાળી આજે ખુદ હિંમત હારી ગઈ. તે વિચારી રહી છે ક્યાં? કેવીરીતે? તેનાથી ચૂક થઈ? કે કોઈ મોટો ગુનો થયો હોય, એમ જિંદગી તેનાથી રિસાઈ ગઈ ! ! પણ ભૂલ તો તેણે કરી છે ! ! પરિણામે તેના દરેક વિખરાયેલાં શમણાંઓ વિખરાયેલાં જ રહ્યાં !
એવી ભૂલો ક્યારે કરવી ના જોઈએ, તેની સીધી અસર આપણી જિંદગી પર પડે, હું માનું છું કે જિંદગીમાં દરેક વાત આપણા હાથમાં નથી હોતી, ક્યારેક કુદરત પણ પડતીમાં પાટું મારે છે, ત્યારે આપણા હાથમાં કશું હોતું નથી, સીધા લોકો પણ કર્મની ઝપેટમાં આવી જાય છે. વળી, ભૂલો તો માણસથી જ થાય, છતાં બે વ્યક્તિની ભૂલોમાં એક વ્યક્તિને સજા મળે છે, પુરુષ કરે તો નિર્દોષ કહેવાય, સ્ત્રીને તો સીધી દોષી જ માની લેવાય ! સ્ત્રીના ચરિત્રને હંમેશા શંકાની નજરે કેમ જોવાય? ક્યાંક સાચું બોલવું પણ કેમ ગુનો બની જાય છે.. ને જુઠ્ઠા પર આસાનીથી વિશ્વાસ કરી લેવાય છે !
હસતી રમતી જિંદગી આમજ ધૂળ બની જાય છે,
થઈ જાય જો ભૂલથી ભૂલ તો બોજ બની જાય છે !
જિંદગી ક્યારે પણ અંજાન રસ્તે વળી જાય છે,
અજાણતા જ સપનાને હકીકતથી દૂર લઈ જાય છે !
શું અહીંથી જિંદગી અટકી જાય છે. !
ના, મારું માનવું એ છે કે અહીંથી નવી શરૂઆત થાય છે.. એક એવા વ્યક્તિત્વની જેનું અસ્તિત્વ કોઈ પણ સંજોગમાં વિખરાતું નથી.. પરિસ્થિતિનો સામનો કરી આગળ વધવું એ જ તો જિંદગી છે. પોતાના સપનાઓ માટે પાંખો ફેલાવી સપનાઓ પુરા કરવા, બીજા માટે નહિ, પોતાના માટે એક પ્રયાસ તો કરવો જ જોઈએ.