STORYMIRROR

Darshana Hitesh jariwala

Romance

4  

Darshana Hitesh jariwala

Romance

પ્રેમની પરિભાષા

પ્રેમની પરિભાષા

7 mins
437


મારી એક ઇચ્છા અને ઈચ્છામાં પણ તું

ખબર નથી મને મારામાં છું કે તારામાં જ હું.

પ્રેમ કરું છું અને સદાકાળ કરીશ તને

આજે હું બનું તું અને તું બને હું,બીજું શું ?

આજે પ્રેમની પરિભાષાને કોઈ જાણી શક્યું નથી. આ ભાષા કંઈક જુદી જ હોય છે, કારણકે પ્રેમ ક્યારે હસાવે તો ક્યારે રડાવે છે, ક્યારે મળાવે તો ક્યારે જુદા કરે છે, તે નિરંતર પોતાની જાતને ભૂલી, પ્રેમીના વ્યક્તિત્વમાં ભળતા શીખવાડે છે, પ્રેમ હરતાને જીતતા શીખવાડે છે. પ્રેમ એટલે ફ્કત પામી લેવું જ નહીં, પ્રેમ એટલે પોતાની છેલ્લી શ્વાસ સુધી નિભાવવું! પ્રેમ. પ્રેમ.. પ્રેમ.. શું કહું પ્રેમ વિશે ? વાતોથી છૂટે તો જિંદગીભર યાદો બનીને સાથે રહે છે.

*****

આજના સ્પર્ધાત્મક યુગમાં સત્તાવીસ વર્ષની રિચાને પોતાના સપના અને કેરિયર સિવાય બીજું કશું દેખાતું નહોતું. રિચા પોતાનાજ નીતિ નિયમોમાં ફસાયેલી અને દુનિયાની ભીડમાં પોતાને ખોવી રહી હતી. ગરીબીના દર્દને ભીતરમાં છૂપાવી સફળતાની આંધળી દોડ દોડતી હતી. નાની ઉંમરમાં મોટી જવાબદારી હતી. મિત્રો અને ચાપલુસોથી ઘેરાયેલી રહેતી. દુનિયાની ભીડમાં એકલી હતી. આ એકલતા તેના ભીતરને કોરી રહી હતી. તે પ્રેમની પરિભાષા ભૂલી હતી, તે પોતાના ટારગેટ પાછળ પાગલ હતી, ધનવાન બનવાની ઈચ્છામાં પોતાના જ અસ્તિત્વને ખોવી રહી હતી.

રિચાને બીઝનેસ ડીલ માટે અમદાવાદ જવાનું થયું, ટ્રેનમાં તેની મુલાકાત દક્ષ પટેલ સાથે થઈ. ખૂબ ધનવાન કુટુંબનો દિકરો અને ટ્રેનની મુસાફરી કરે છે, એ તેની સમજની બહારની વાત હતી. અચાનક, કુદરત બંનેને સામસામે લાવી દેશે, એવું તેને સપને પણ વિચાર્યું નહોતું. આંખોમાં કેટલા સવાલો હતા, છતાં બંને મૌન હતા. "ક્યારે દક્ષ ઊંચી નજરે જોતો, ત્યારે રીચા નજર ઝુકાવી લેતી, અને જ્યારે રિચા તેને જોતી, ત્યારે દક્ષ નજર ફેરવી લેતો."

તેઓ એક જ કોલેજમાં ભણતા હતા. "દક્ષ ભણવામાં એવરેજ, ધનવાન, બિંદાસ, હસમુખો હતો." દરેક છોકરી સાથે ફ્લર્ટ કરતો. જિંદગીને મન મૂકી જીવતો. ક્યારે ગિટાર વગાડતો હતો, ક્યારેક શાયરીઓ સંભળાવતો. આથી કોલેજની છોકરીઓના દિલની જાન હતો. "કંઠે તો જાણે સરસ્વતી માતા બિરાજમાન હોય ! "સફર થવા પોતાની જાત ગુમાવી મંજૂર નહોતી."

રિચા કોલેજની ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીની હતી, દર વખતે એકસીલેન્સ સાથે પાસ થતી. ગરીબ પણ દેખાવે સામાન્ય હતી. અને રિચા હંમેશા પોપટિયા જ્ઞાન સાથે એકસીલેન્સનો પીછો કરતી. ગરીબીને કારણે તેને ભણવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિમાં રસ નહતો. બંનેની પહેલી મુલાકાત ફેરવેલમાં થઈ હતી. તેની ફ્રેન્ડ નિકી તેની પર ફિદા હતી. તેને સ્ટેજ પરફોર્મન્સ માટે વધાઈ આપી રહી હતી. અને રિચા તેની બાજુમાં જ ઊભી હતી. આથી તેની સામે જોઈ દક્ષ બોલ્યો, " આ તારી ફ્રેન્ડ મને વધાઈ નહીં આપશે ?"

તેની સામે જોઈ રિચાએ કહ્યું: "મારી પાસે ફાલતુ સમય નથી. આ એક કામ સિવાય પણ મને બીજા ઘણા કામ છે."

રીચા નિકીનો હાથ ખેંચી હોલમાં લઈ ગઈ. દક્ષને રિચા ખૂબ જ ઘમંડી લાગી. પણ એ તો બિંદાસ હતો, તેથી મનમાં બબડ્યો, "જાણે આખી દુનિયાનો ભાર તેના માથા પર જ છે, એની વે.! "મારે શું ?" છતાં તેની છબી તેના મગજમાં છપાઈ ગઈ, તેણે વિચાર્યું કે મેડમને જમીન પર લાવવા પડશે.! તેણે રિચાનો પીછો કરવાનું શરૂ કર્યું.

રિચાના કુટુંબમાં તેની મમ્મી અને તેનો નાનો ભાઈ રાકેશ હતો. તે પરિવારના ગુજરાન માટે સવારે ટ્યુશન કરાવતી, તેની મમ્મીને ઘરકામમાં મદદ કરતી, બપોરે કોલેજમાં આવતી. અને સાંજે ફરીથી ટ્યુશન કરાવતી. તેની મમ્મી પણ સિલાઈકામ કરતી. આથી દક્ષને રિચા પર માન વધ્યું. આ વાર્તાનો હીરો હિરોઈનના પ્રેમમાં પડ્યો.

રિચાને કોલેજમાં એક્સ્ટ્રા ક્લાસ હોવાને કારણે ઘરે જવામાં મોડું થઈ ગયું હતું, તેથી દક્ષે રિચાને કહ્યું: "હું તને મારી બાઈક પર ઘરે મૂકી દઈશ !"

રિચાએ પણ મોડું થયું હોવાને કારણે હા પાડી. પણ તે પોતાના ઘરથી થોડે દૂર ઉતરી ગઈ.

આથી દક્ષે કહ્યું: "હું તને મૂકી દઉં."

ના, તને મારી સાથે લોકો જોશે, "તો તારી ને મારી વાતો બનશે! મારી સાથે તને પણ બદનામ કરશે!" હું અહીંથી જ જતી રહીશ. તારો લીફ્ટ આપવા માટે ખુબ ખુબ આભાર. આવતી કાલે કોલેજમાં મળીએ. તે ત્યાંથી જતી રહી. અને દક્ષ તેને જોતો રહ્યો.

વહેતા સમયની સાથે બંનેની મિત્રતા થઈ. બંનેની સંગત સુધરી રહી હતી. રિચા દક્ષની જેમ જિંદગી જીવવા લાગી. તેને પણ ગિટાર વગાડતા શીખી લીધું. અને દક્ષ પણ રિચાની જેમ ભણવા પર ઘ્યાન આપવા લાગ્યો. 

એક દિવસ દક્ષે રિચાને પ્રપોઝ કરતા કહ્યું: "શું તું માને છે આપણો સંબંધ દોસ્તીથી વધારે છે ?"

"હા, આપણી વચ્ચે દોસ્તીથી વધુ લાગણીનો સંબંધ છે! દરેક સંબંધમાં કોઈને કોઈ સ્વાર્થ હોય પણ તારાઓ અને મારો સંબંધ બધાથી જુદો છે. આપણો સંબંધ નિસ્વાર્થ છે.

"હા, તે સાચું કહ્યું, આથી હું આપણા સંબંધને નામ આપવા માંગુ છું. આપણે આપણા સંબંધને નામ આપી દઈએ. મને ખબર છે, ત્યાં સુધી નામ વગરના સંબંધ લાંબા સમય સુધી ટકતા નથી!"

રિચાએ કહ્યું : "લાગણીના સંબંધને શું નામ આપાય ?" તું જ આપી દે.!

તારી સાથે દોસ્તી કરી, મારી સંગત સુધરી છે. મને ખબર નથી ક્યારે, કેવી રીતે ?

પણ, "હું તને પ્રેમ કરું છું." "શું તું મને પ્રેમ કરે છે ?"

તેના પરિવારની છબી તેની આંખો સામે તરી આવી, આથી તેણે કહ્યું: "હું નથી કરતી. કાલથી આપણો રસ્તો જુદો. અમીર ગરીબનો મેળ ન થાય !"

"પણ, પ્રેમ અમીરી ગરીબી નથી જોતો!"

"પણ, દુનિયા તો જુએ છે."

"હું આ દુનિયાને નથી માનતો."

આપણે સમાજમાં રહીએ છીએ, અને આ સમાજ જ દુનિયા છે. આથી હું દુનિયાને માનું છું, મારી મમ્મીએ ઘણું દુઃખ વેઠ્યું છે, અમને મોટા કરવા રાત દિવસ એક કરી દીધા છે, "તેઓ દુઃખી થાય, હું એવું ઈચ્છતી નથી ! અમે મારા પિતાને બાળપણમાં ગુમાવ્યા છે ! ત્યારથી મમ્મી અમારી ખૂબ જ કાળજી લીધી છે, હું મારી મમ્મીને બધા સુખ આપવામાંગું છું, જેની તે હકદાર છે.

"મારો સવાલ એ છે કે તું મને પ્રેમ કરે છે ?"

મેં મારી જિંદગીમાં ઉંમર કરતાં વધારે દુઃખ જોયા છે, નાની ઉંમરમાં જ મોટા મોટા અનુભવો થયા છે, મારું લક્ષ્ય તારા લક્ષ્ય કરતા અલગ છે, તું બિંદાસ છે, કદાચ, તને તારી જરૂરિયાતની બધી જ વસ્તુઓમાંગ્યા વગર મળતી હશે ! પણ, અમારે તો એક બુક ખરીદવી હોય ને, તો એના માટે પણ સંઘર્ષ કરવો પડે છે. અને હું આ પ્રેમના ચક્કરમાં પાડવામાંગતી નથી. "હું પ્રેમમાં પડી મારી ગરીબીનો મજાક બનાવામાંગતી નથી. મને માફ કરજે ! એમ કહી તે જઈ રહી હતી.

તેને રોકતા દક્ષે કહ્યું: એક વાતનો જવાબ આપતી જા. "શું તને મારાથી ક્યારે પ્રેમ નથી થયો ?"

"ના. મે તને ક્યારેય પ્રેમ નથી કર્યો. આઈ હેટ યુ. તેણે એમ કહી દક્ષને આલિંગન આપ્યું.

મને મારો જવાબ મળી ગયો. "તું જઈ શકે છે!"

*****

ત્યાં તો ટી ટી ટિકિટ ચેક કરવા આવ્યો, અને બંને વિચારોમાંથી બહાર આવ્યા. બંને કાલુપુર સ્ટેશન ઉતર્યા. દક્ષે કહ્યું: "આ મારો કાર્ડ છે, તું મને ફોન કરી શકે છે.કાલુપુર સર્કલ પાસે મારી ઓફિસ છે. અમે અહીં જ રહીએ છીએ." રીચા મૌન જ રહી.

દક્ષને રીચાને ઘણું બધું કહેવું હતું. પણ તે તેના મૌન સામે ચૂપ રહ્યો. આ વખતે રિચા દક્ષને જોતી રહી. તે પોતાના કામ પર ધ્યાન આપતા મનમાં વિચારી રહી હતી કે આ ડીલ ફાઇનલ થઈ જાય તો, તેની આર્થિક સ્થિતિ સુધરી જશે. કાલુપુર સર્કલ પાસે પાંચમા માળે ઓફિસ હતી, તેને પહોંચતાની સાથે રિસેપ્શનિસસ્ટને વિઝિટિંગ કાર્ડ આપ્યો. તે ઓફિસમાં પ્રવેશ કરતાંની સાથે અચંબિત થઈ ગઈ. જોયું, તો ચેર પર દક્ષ હતો.

પ્લીઝ. "હેવ અ સીટ.!" મિસ. રિચા પારેખ. તમારું પ્રફોસલ શું છે ?"

"તેને આત્મવિશ્વાસથી પોતાના પ્રેઝન્ટેશનની રજૂઆત કરી."

દક્ષ, તેના પ્રેઝન્ટેશનથી ખૂબ જ ઇમ્પ્રેશ થયો."છતાં બે દિવસ પછી ડીલ ફાઇનલ કરવા કહ્યું.

મારે બે દિવસ પછી ફરીથી ટ્રાવેલ કરી આવવું પડશે! જો શક્ય હોય તો આજે. આપણે અજાણ્યા તો નથી," તમે મારા ઘરે રોકાઈ શકો છો!"

"તમારો ખૂબ ખૂબ આભાર. પણ, હું મારી માસીને ત્યાં જઈશ."

"ગુડ બે દિવસ પછી મળીએ. સાંજના સાત વાગ્યા છે, તો હું તને તારી માસીને ત્યાં મૂકી દઉં!"

તે ખૂબ થાકેલી હોવાથી તેને હા પાડી. દક્ષે તેના પપ્પાનો વ્યવસાય જિમ્મેદારી સાથે સંભાળી લીધો હતો. આથી તે ખુશ હતી. પણ તેનો સંઘર્ષ હજુ ચાલુ જ હતો. 

દક્ષે કહ્યું: "તારી મમ્મીને કેવું છે ? તારો ભાઈ પણ મોટો થઈ ગયો હશે !"

રિચાએ કહ્યું: "તેઓ હવે આ દુનિયામાં નથી. રાકેશનો કોલેજના બે વર્ષનો અભ્યાસ બાકી છે."

"તે લગ્ન કર્યા ?"

"ના. અમે બંને ભાઈ બહેન એકબીજાનો સહારો છીએ."

"તે લગ્ન કર્યા."

"ના, લગ્ન તો નથી કર્યા." પણ મારી પ્રેમિકા છે."

"પ્રેમિકા !"

હા. પ્રેમિકા. "તું તેને મળી શ!"

"હા, જરૂર મળીશ."

તેને ગાડી યુ ટર્ન મારી, અને સીધો પહોંચ્યો. ટી ટાઈમ કેફે.

"તારી પ્રેમિકા અહીં છે !"

"હા, અમે રોજ આઠ વાગ્યે અહીં મળીએ છીએ !"

તેઓ છેલ્લા ટેબલ પર બેઠા. દક્ષ ઊભો થઈ કાઉન્ટર તરફ જઈ રહ્યો હતો. અને રિચાની ધડકનો વધી રહી હતી. દક્ષ બે કપ ચાના લઈ ટેબલ પર બેઠો.

"તારી પ્રેમિકા હજુ આવી નહિ.!"

"તે આવી ગઈ છે."

"ક્યાં છે. ?"

"આ રહી."

"ક્યાં છે ?" મને તો કોઈ દેખાતી નથી!

"મેડમ, ટેબલ પર થોડી નીચી નજર તો કરો."

"ટેબલ પર તો ચા છે."

"આ જ મારી પ્રેમિકા છે. તારા પછી મને કોઈ સાથે પ્રેમ થયો જ નહિ. એટલે મે ચાને પ્રેમ કર્યો.

હોઠે માંડેલો કપ તેને નીચે મૂકી દીધો. અને તે ત્યાંથી ઊભી થઈ ગઈ.

દક્ષે કેફેમાં બધાની સામે રિચાનો હાથ પકડી લીધો. હું તારી સાથે લગ્ન કરવામાંગુ છું. હું તારા જવાબની રાહ જોઈશ. તું મને બે વર્ષ પછી મળશે, તો પણ ચાલશે. હું તારી રાહ જોઇશ. અને પચાસ વરસ પછી મળશે, તો પણ હું તારી રાહ જોઈશ. "તું આવનારા બધા જન્મો માટે મારી વેલેન્ટાઈન બનશે."

રિચાએ બધાની સામે તેને આલિંગન આપતા કહ્યું. "આઈ હેટ યુ! પણ, તારે બે વર્ષની રાહ જોવી પડશે!"

હું બે વરસ નહિ, બસો વરસ તારી રાહ જોઈશ. રિચાએ તેના હોઠ પર પોતાનો હાથ મૂકી કહ્યું: "બસો વરસ નહિ, ફ્કત બે વરસ.!"

બે અજનબી હૈયાને એકબીજાના હૈયાનું સરનામું મળ્યું, લાગણીના બંધનને પ્રેમમાં બાંધી સાત ફેરાનું વચન મળ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Romance