સિપાહી ધ રિયલ હીરોઝ
સિપાહી ધ રિયલ હીરોઝ


હૃદયમાં ધડકતી દરેક શ્વાસોને પણ,
પ્રેયસી પર ન્યૌછાવર કરી જાય છે..
હોય છે કેટલાક પાગલ એવા જે,
જિંદગી દેશને નામ કરી જાય છે..
આપણે જીવીએ તો શું જીવીએ.!?
તેઓ શાનથી જન્મભૂમિનું ઋણ ચૂકવી જાય છે..
******
મયંક ગોસ્વામી એન્જિનિયરિંગ ઓફ સિવિલ ડિપાર્ટમેન્ટ અને બેકાર જેવી જિંદગી.!! ભણેલા છે, તો નોકરી નથી.! નોકરી નથી, તો છોકરી નથી.!! અને વળી,. મોટા મોટા સપના..
ઓ બાવરા મજનુ.. "આ શું બોલી રહ્યો છે.!?"
નાનપણથી આટલું ભણતા આવ્યા.. એન્જિનિયર થયા, અને "વેલ્યુ કેટલી દસ-પંદર હજારની..!!"
"આજે મનની ભડાશ કાઢે છે કે શું.!?"
હાસ્તો, "કંટાળી ગયો છું.!" આ જિંદગીથી ..!! આ તો કોઈ જિંદગી છે.! ભણેલા ગણેલા બેકાર.. યાર, વિવેક તારા કોઈ સપના નથી.!
હા, છે ને.! હું તો જેવો આવ્યો, એવો પાછો જવા માંગતો નથી.!! "મરીએ તો શાનથી, આખી દુનિયાને પ્રેમથી અલવિદા કહી શકાય, અને શરીરે તિરંગો લપેટાયો હોય" અને દરેક ભારતીયને આપણા પર ગૌરવ થાય..
"મતલબ શું.?"
કંઈ નહિ.!! મારે એ જાણવું છે, કે તું મારા વિચાર પર શું વિચારે છે..!?"
સપના જોવા સારા છે.. પણ મને લાગે છે, "કદાચ તું કોઈ દેશ ભકિતની મૂવી જોઈ આવ્યો છે.!"
ના, "હું આર્મી જોઈન કરવાનું વિચારું છું.. મે ઇન્ડિયન આર્મીમાં ઓનલાઈન ફોર્મ ભર્યું છે. તેઓનું કેન્ફોમેશન મળે, પછી ટ્રેનિંગ અને પછી -
બીજી ઘણી બધી જોબ અવેલેબલ છે, તો આર્મી જ શા માટે..?
દેશના બધા જ તારા જેવું વિચારે, તો થઇ રહ્યું દેશનું કલ્યાણ..!! વિવેક અકળાઈ બોલ્યો,
દેશનું છોડ, "તું તારા માટે વિચાર..!?" તારા મોમ ડેડનું વિચાર.! તારી બેનનો વિચાર કર..! આ શું તને આર્મીનું ભૂત સવાર થયું છે.!! પાછો મારી પર અકળાઈ છે..
તારાથી ઉમીદ પણ શું કરું.!? તને ખબર છે. બોર્ડર પર લડતા દરેક સિપાહીને પણ મા બાપ, ભાઈ બહેન હોય છે, પત્ની હોય, બાળક હોય છે.. આજે ઠંડી ગરમી સહન કરી બોર્ડર પર પહેરો ભરે છે, ત્યારે આપણે ઘરમાં શાંતિથી સૂઈ શકીએ છીએ.. તે ફરી અકળાયો.
જો ફરી અકળાઈ છે..!! અલ્યા, તારી વાત એકદમ સાચી છે, પણ મારું માનવું છે કે તું આર્મીમાં નહિ ચાલે.. તારા પણ તો મોટા મોટા સપના છે, પછી એનું શું.?! વળી, એ લોકો આપણાથી અલગ હોય છે.! એ લોકોના સપના અલગ હોય છે.. એ લોકો પથ્થર દિલના હોય છે..
ના, એવું નથી હોતુંં, આપણી જેમ જ એ લોકોને પણ કોમળ હૃદય હોય છે, આપણી જેમ તેઓ પણ માણસ જ છે. ઇશ્ક હોય કે પછી જંગ, બંનેમાં જ નંબર વન હોય છે.. મારા દાદાના મોઢે મે ઘણું સાંભળ્યું છે, ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા, પછી તરત જ પાકિસ્તાનીઓ કાશ્મીર મુદ્દે જંગ શરૂ કરી દીધી.. ત્યારથી લઈ આજ સુધી ભારતના કેટલાય સિપાહીઓ શહીદ થયા હશે, તેમાથી અમુક સિપાઈઓ લડતા લડતા દેશ માટે અમર થયા..
હસતા હસતા મયંક બોલ્યો, "જાણે તને અત્યાર સુધીની બધી જંગ વિશે માહિતી છે, અને દરેક સિપાહીઓને તું ઓળખે છે.!"
હા મયંક, હું દરેક સિ
પાહીઓને ઓળખું છું.. કોઈ એકની વીરતાની વાત તો શક્ય જ નથી.. એ બધા જ વીરો, જે આર્મીમાં છે.. દરેકે દરેક બહાદુરીથી દેશ માટે લડ્યા છે.. શું તને ખબર છે, અત્યાર સુધીમાં કેટલી જંગ થઇ છે.!?
સૌથી પહેલી જંગ કાશ્મીરના મુદ્દે ૧૯૪૭ - ૪૮માં, બીજીવાર ૧૯૬૨ સીનો ઇન્ડિયા જંગ, ૧૯૬૫માં ઇન્ડિયા પાકિસ્તાનની જંગ, ૧૯૬૭માં સીનો ઇન્ડિયાની જંગ, ૧૯૭૧માં ઇન્ડિયા પાકિસ્તાનની જંગ, અને સૌથી ખતરનાક સાબિત થતી, ૧૯૯૯ની કારગીલ જંગ..
૧૮ નવેમ્બર ૧૯૬૨માં જયારે ચીન સામે લડતા લડતા મેજર કર્નલ શૈતાન સીંગ ૩૮ વર્ષની વયે ૧૧૪ સિપાહીઓની સાથે શહીદ થયા હતા..
કારગીલ યુદ્ધમાં કેપ્ટન સૌરભ કાલીયા અને તેની સાથેના સિપાહી અર્જુન રામ, ભીકા રામ, ભવરલાલ ભગારીયા, મુલા રામ, નરેશ સિંહ જે કારગીલના રિયલ હીરો હતા, તેમના બલિદાનને કારણે જ કારગીલ ગુસ પેથનો પડદો ઉંચકાયો હતો..
સુબેદાર યોગેન્દ્ર યાદવ, કેપ્ટન અર્જુન નાયર, કેપ્ટન વિજયંત થાપડ, કેપ્ટન વિક્રમ બત્રા, કર્નલ બલવાન સિંગ અને એવા તો કેટલા બધા નામો, મને જેના નામ પણ ખબર નથી, એ બધા સિપાહીઓએ દુશ્મનોને મોં તોડ જવાબ આપ્યા હતા..
એમાં સુરતના સિપાહીઓ પણ હતા, આજે વરાછામાં તેમના સન્માન માટે કારગીલ ચોક બનાવ્યો છે, માતૃભૂમિ માટે જે દરેકે દરેક બહાદૂરીથી દેશ માટે લડ્યા.. મને એ વીર જવાનો માટે ગર્વ છે.. અને મારી ભારતીય સેના પર મને ગર્વ છે, હું એ દરેકને સેલ્યુટ કરું છું, અને હું ભારતીય છું, એના પર મને ગર્વ છે.. કોણ જાણે કઈ માટીના બનેલા હતા.!? પોતાનું લોહી આપી માતૃભૂમિની રક્ષા કરે છે..
આટલી બધી તો મને ખબર નથી.! ભારતીય સેના પર તો, મને પણ ગર્વ છે.. પણ, હું તારા જેવા મિત્રને ખોવા માંગતો નથી.. યાર, આ તને શું સૂઝ્યું,.! જિદ છોડી દે.. થોડું હશે તો ચાલશે પણ જાન તો બચશે..!
આમ, કાયરો જેવી વાત નહિ કર.. જો આ દરેકે પોતાનું વિચાર્યું હોત તો, આજે ફરીથી આપણે ગુલામીમાં જીવતા હતે, તેઓ એ માતૃભૂમિ માટે, જે બલિદાન આપ્યું છે, જે લોહી વહાવ્યું છે, એમનું બલિદાન સરાહનીય છે, તેનું તો અપમાન નહિ કર, જો દરેક રાજ્યમાંથી દરેક ઘર દીઠ એક સિપાહી મળે, તો દેશને કોઈ ખરાબ નજરથી, જોવાની હિંમત કોઈ કરી શકશે નહિ.. દેશ માટે જીવવું જરૂરી છે, તો મરવું પણ એટલું જ જરૂરી છે.! અને મરવું પણ કેવું.!?, આ ધરતીનું ઋણ ચૂકવીને અલવિદા થવું.!
મયંકે કહ્યું: "તું કર્નલ બલવાન સિંગની જેમ ફતેહ કરે, જે જંગ જીતી જીવે અને દેશની સેવા કરે.. આર્મી જોઈન કરવાનું તારું સપનુ સાકાર થાય.." વિવેક, તું તો તું જ છે.! તારા વિચારો અને દેશ ભક્તિ માટે, તને દિલથી સેલ્યૂટ.. અને દરેક ભારતીય જવાનોને પણ દિલથી સેલ્યૂટ.. દેશના દરેક સિપાહીઓને ભાવભીની શ્રદ્ધાંજલી..
ભારત માતાકી જય.. જય હિન્દ.. જય ભારત
એ મેરી જમીન મહેબૂબ મેરી,
મેરી નસ નસ મેં તેરા ઇશ્ક બહે,
ફિકા ના પડે કભી રંગ તેરા,
જિસ્મો સે નિકલ કે ખૂન કહે..
મોબઈલમાં રીંગ વાગી, અને બંને મિત્ર પોતાના ઘરે ગયા..