Amit Chauhan

Inspirational Classics

1.8  

Amit Chauhan

Inspirational Classics

વિકાસ

વિકાસ

1 min
14K


પ્લેટફોર્મ પર અાવી અે ટ્રેનની રાહ જોતો ઊભો રહ્યો હતો અેવામાં ટ્રેન અાવી. પ્લેટફોર્મ પર ઊભા રહેલા લોકો ટ્રેન અાવતાની સાથે જ ચહલપહલ કરવા લાગ્યા. ટ્રેન ઊભી રહી કે તરત જ ડબ્બાના દરવાજે બધા ભેગાં થઇને અંદર ચઢવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. અાવું દૃશ્ય તે દરરોજ જોતો હતો. ભણેલા સ્ત્રી અને પુરુષો તેમજ યુવાનો અને યુવતીઅો પણ ટ્રેનમાં ચઢવા માટે તલપાપડ બનીને રઘવાયા થઇ જતા હતા. પોતે જ અેક માત્ર અેવો માણસ હતો કે જે બધા ચઢી રહે પછી ટ્રેનમાં ચઢતો.

તે ટ્રેનની મુસાફરી કરી શહેરમાં અાવ્યો. અહીં બસ સ્ટેન્ડ પર પણ તેને રેલ્વે પ્લેટફોર્મ પર જે દૃશ્ય જોવા મળ્યું અેવું દૃશ્ય જોવા મળ્યું. બંને દૃશ્યમાં ફરક માત્ર અે હતો કે પ્લેટફોર્મ પર ટ્રેન હતી અને અહીં બસ હતી. દેશમાં થઇ રહેલા કહેવાતા વિકાસ અંગે તેનું મન વિચાર કરવા લાગ્યું. વિદેશમાં ટ્રેનની રાહ જોતા મુસાફરો તેને યાદ અાવવા લાગ્યા. જે રીતે તેઅો હારબંધ ઊભા રહેતા અને વારાફરતી ટ્રેનમાં ચઢતા અે દૃશ્ય તેને યાદ અાવવા લાગ્યું. કેટલાય વખતથી અેને મનમાં સવાલ થતો હતો કે વિદેશના લોકો અાગળ કેમ છે, અેને અેના અા સવાલનો જવાબ મળી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational