વાયરસ
વાયરસ




રસોડામાંથી અવાજ આવ્યો, સાંભળો છો?
હા બોલો ટીવી પરનાં ગીત સાંભળું છું, મેં કહ્યું.
એ તો કાયમ સાંભળો જ મારી વાત જરા સાંભળો, શ્રીમતી જી કાયમીના લ્હેકામાં અવાજ આવ્યો,
થોડીવાર પહેલાં સમાચાર ચાલતા હતા જેમાં કોઈ નવો વાયસર આવ્યો એમ સંભળાતું હતું.
મેં આરામથી કહ્યું' હા'
તો એણે કહ્યું અહીં રસોડામાં આવો તો.
હું ઢીલી થઈ ગયેલી નાઇટડ્રેસ જે હવે હું આખો દિવસ અને રાત સુધી પહેરી રાખતો હતો એ જરા સરખી કરીને રસોડામાં પહોંચ્યો. એણે મને મગ વીણતાં એમાંથી એક નાનું જીવડું બતાવી કહ્યું આ એ જ 'વાયરસ' હશે??
ઘણા સમાચાર જોવાની ઇફેક્ટ.