STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

વાણી વીનોદ-૨

વાણી વીનોદ-૨

1 min
455


એક વખતે શાહ અને બીરબલ ઘોડે બેસીને જમુના કિનારે ફરતા હતા. તે વખતે ત્યાં કેટલાક ગધેડા ચરતા હતા તેમનો ધણી કુંભાર ત્યાંથી થોડે છેટે ઝાડ નીચે પડીને ઉંઘતો હતો.

કુતરાની પુંછડી ઝાડે બાંધવા છતાં સીધી ન રહેતાં વાંકી ને વાંકી રહે છે. તેમજ આ ગધેડા છે. એમને ગમે એટલા પાણીમાં નવરાવી સાફ કરે તોપણ તે ધુળમાં લોટ્યા વગર રહેતા નથી.

કુંભારે પોતાના ગધેડાઓને થોડીવાર પહેલાંજ નવરાવ્યા હતા. તેથી ભીને શરીરેજ ગધેડાઓ જમીન ઉપર આલોટ્યા હતા તેથી તેમના શરીરે ધુળ વળગી રહી હતી. તે જોઈ શાહે કહ્યું કે, 'બીરબલ ! આ ગધેડાઓના જેવું ખરાબ પ્રાણી એકે ન હોય. એના માલેકે થોડી વાર પહેલાં જ એમને નવરાવી સાફ કર્યાં હશે પણ આટલી વારમાં એ તો પાછા શરીરે ધુળ ચોપડી ઉભા છે.'

તેના ઉત્તરમાં બીરબલે કહ્યું કે, 'સરકાર ! એતો એમનો મુળ સ્વભાવ છે. બધાનું ઓષડ છે, પણ એક સ્વભાવનું ઓશડ મળતું નથી. એક કવીએ કહ્યું છે કે:-

પાવકકું જળ બીંદુ નીવારન, સુર્ય તાપકું છત્ર કીયો હે; બ્યાધીકું વૈદ, તુરંગકું ચાબુક, ચોપગકું વૃક્ષ દંડ દીયો હે. હસ્તી મહાવદકે સીર અંકુશ, ભુત પીશાચકું યંત્ર કીયો હે. ઓષડ હે સબકો સુખદાયક, સભાવકા ઓખડ નાહી કીયો હે.

તેથી ખુદાવીંદ ! બધાનું અઉષધ છે, માત્ર એક સ્વભાવનું ઓશડ નથી.

શાહ બીરબલની આવી સમયસુચક વાણી સાંભળીને આનંદ પામ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics