Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

વાણી-વીનોદ ૧

વાણી-વીનોદ ૧

3 mins
566


એક વખતે એક સભા ભરાઈ હતી તે વખતે અગત્યનું કામ આટોપી લીધા પછી વાણી વીનોદની શરૂઆત થઈ. ગંગ વગેરે કેટલાક કવિત વગેરે કહ્યા પછી એક દરબારીએ કહ્યું કે, 'હજુર! ગરજ હીડીબાત હે, ગરજ બીન કોઈ કીસીકે સામને નહીં દેખાતા. ‘ગરજ હી બીબી ગુલામકું જાવે, યહ ભી ઉસ્સે કહ્યા જાતા હય.’

આ સાંભળતા જ શાહે કહ્યું કે, ‘ગરજહી બીબી ગુલામકું જાવે, એ પાદપૂરતી ઉપર કોઈ કવી પોતાનો પાયો રચીને બોલે તેમ છે ?’

આ સાંભળતા જ કાંઇ પણ વિચાર કર્યા વગર ગંગ ઊઠીને બોલ્યો, ‘હજુર ! એમાં તે શું ? બારોટને મન તો એવી કવિતાઓ બચ્ચાની રમત જેવી છે. જુઓ સાંભળો :- “ગરજહી અરજુન હીજ ભયો, અલી ગરજહી ભીમ રસોઈ બનાવે; ગરજહી દ્રૌપદી દાસી ભઇ, અલી ગરજહી ગોવીંદ ઘેન ચરાવે; ગરજ બડી ત્રૈલોકનમેં, અલી ગરજ બીના કોઇ આવે ન જાવે; કવિ ગંગ કહે સુણો શાહ અકબર, ગરજહી બીબી ગુલામકું જાવે. ‘હજુર સારી દુનિયા ગરજ કી હૈ.’

શાહ તેની આવી ઉત્તમ કાવ્ય શક્તિની શીઘ્ર કવિતા સાંભળી આનંદ પામી કહ્યું કે, ‘ધન્ય છે, ગંગ ધન્ય છે!’ બલી બજાવી તેં તો ! તારા જેવો બીજો ભાટ આ જગતમાં હાલ તો મળવો કઠીણ છે. પૃથુરાજનો જેવો ચંદ બારોટ હતો તેવોજ મારી દરબારમાં તું પણ છે.’

ગંગે ધીમેથી કહ્યું કે, ‘સરકાર ! એમાં મેં કાંઇ વધારે કર્યું નથી. બારોટ કાંઇ શીખીને થવાતું નથી. એ તો માના પેટમાંથી જન્મ લેતાં જ બારોટ જન્મે છે.’

ગંગના આ વાક્યો સાંભળતાજ શાહ તો વિસ્મય પામ્યો, પણ એક દરબારીએ જરા વધારે રસ લાવવા માટે કહ્યું કે, ‘નામદાર ! મારા ધ્યાનમાં તો આવી વાત ઉતરતી નથી. આતો બારોટોએ પોતાની કાંઇ દંત કથા ચલાવી હોય તેવી વાત લાગે છે.’

ગંગે જરા આંખ ચઢાવીને કહ્યું કે, ‘શું ! આ દંતકથા જેવી વાત છે ? બારોટનો છોકરો જન્મથી શું બારોટ નથી જન્મતો ? નહીં, નહીં, એ વાતજ ખરી છે !’

એક દરબારી જાણે ગંગાની દયા ખાતો હોય તેવો બહારથી દેખાવ કરી પણ અંદરથી તેની સામે શાહને વધારે ઉશ્કેરી મુકવા જેવાં વાક્યો કહ્યાં કે, ‘હજુર ! પણ ગંગ બારોટ પોતે ક્યાં ના પાડે છે ? એ તો એ વાતનો પ્રત્યક્ષ દાખલો બતાવવાને તત્પર છે.’

શાહે કહ્યું કે, ‘હા, જો ગંગ એ બાબતનો દાખલો મને બતાવી મારી ખાતરી કરી આપે તો હું એ વાત સાચી માનું.’

એક દરબારી જે ગંગના કુટુંબના માણસોને ઓળખતો હતો અને તેમની સાથે પરિચયમાં હતો તેણે કહ્યું કે, 'સરકાર ! ગંગની દીકરી હાલ ગર્ભવતી છે. તે બાઈના જુજ સમયમાં છુટાછેડા થશે તે વખતે આપની ખાતરી કરવી હોય તો આપ કરી શકશો.’

આ સાંભળી શાહે કહ્યું કે, ‘જો એમજ હોય તો પછી આપણે તેની ખાતરી કરીશું. ગંગની છોકરી મારી છોકરી સમાન છે. તેથી જેમ ગંગને ત્યાં એ હોય તેમ મારે ત્યાં સુવાવડ કરશે. જો એને છોકરો અવતરશે તો પરીક્ષા કરી ખાત્રી કરવા માટે હું મારા તાબામાં તેને રાખીશ અને છોકરી થશે તો હું તેને દાએજો આપી પાછી મોકલીશ.’

બધાને આ વાત પસંદ પડી. ગંગે પણ વગર વાંધે તે વાતને સ્વીકારી. પછી સભા બરખાસ્ત થઈ. શાહે તરત ગંગની છોકરી માટે પોતાના મહેલમાં તૈયારીઓ કરાવી અને પછી તેને લાવીને ત્યાં રાખી... ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Classics