Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

વાંદરાભાઈની રેલગાડી

વાંદરાભાઈની રેલગાડી

1 min
398


એક જંગલ હતું. જંગલમાં ઘણા બધા ઝાડ. થોડાક નાના નાના થોડાક મોટા મોટા. એમાં એક મોટાં ઝાડ પર ઘણાં વાંદરાભાઈ રહે. વાંદરા તો ખોરાક મેળવવા નીકળી જાય.

તેનાં બચ્ચાં ત્યાં ઝાડ પર રહે ને મસ્તી કરે. એકબીજાની પૂંછડી ખેંચે. એક દિવસ બધાં તોફાને ચડ્યા. ત્યાંથી એક રેલગાડી પસાર થઈ. વાંદરાના બચ્ચાંને મસ્તી સૂઝી. એકબીજાની પૂંછડી પકડીને મોટી રેલગાડી બનાવી. આગળ જાય પાછળ આવે. સાથે ગીત ગાતાં જાય.

 રેલગાડી રેલગાડી...

છૂક.. છૂક.. છૂક.. છૂક..

આગળ ચાલે છૂક.. છૂક..

પાછળ ચાલે છૂક.. છૂક..

સ્ટેશન આવે ઊભી રહે

મુસાફર ઉતરે મુસાફર ચઢે

રેલગાડી રેલગાડી...

પછી તો મજા આવી. ઝાડ પર ચઢી એકબીજાની પૂંછડી પકડી લટકાયા. રેલગાડી બનાવી. એમાં ગરમી થતાં એક વાંદરાનો હાથ છૂટ્યો. બધા વાંદરાના બચ્ચાં ધડામ કરતાં નીચે પડ્યા.

અમુકનાં હાથ ભાંગ્યા. અમુકના પગ છોલાઈ ગયાં. સાંજ પડીને વાંદરાભાઈ આવ્યા. ખૂબ ખિજાયા. વાંદરાભાઈના બચ્ચાંને તોફાન ન કરવા સમજાવ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational