Mehul Dhinoja

Thriller

4.6  

Mehul Dhinoja

Thriller

વાઈરસાવતાર !

વાઈરસાવતાર !

3 mins
125


“यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्‌ ॥“

“ જયારે-જયારે પણ કોઈ યુગમાં અધર્મ વધશે.. ત્યારે ત્યારે અધર્મનો નાશ કરવા અને સૃષ્ટિનો ઉદ્ધાર કરવા હું જન્મ લઈશ ! “ 

શું ઉપરનાં વચનમાં ક્યાંય પણ એવી ચોખવટ છે કે હું મનુષ્ય સ્વરૂપમાં જ જન્મ લઈશ !? અથવા તો મનુષ્યો પર અધર્મ વધશે ત્યારે જ પ્રગટ થઈશ ?! 

શું મુખ પર સ્માઈલ સાથેનાં શ્રી રામ અને હાથમાં સુદર્શનધારી શ્રી કૃષ્ણ સિવાય કોઈ અન્ય કોઈ સ્વરૂપમાં કે અન્ય કોઈ યોની માં ઈશ્વરને આપણે કલ્પી ન શકીએ ?! 

શું મનુષ્યો પર અધર્મ નો આતંક ફેલાય ત્યારે જ ઈશ્વર અવતાર લ્યે ? મનુષ્યો સિવાય અન્ય કોઈ જીવ પૃથ્વી પર રહેતા જ નથી કે (રે'વા જ નથી દેવા)?!!

મોબાઈલ જેવા મોબાઈલ જો દર વર્ષે અપડેટ થતા હોય તો ઈશ્વર તો એક યુગ પછી આવે છે, તે અપડેટ વર્જનમાં જન્મી ન શકે !? 

શાસ્ત્રો મુજબ ઉપરનાં બધા પ્રશ્નોનો જવાબ હા છે જેનું પ્રમાણ છે મત્સ્યાવતાર, કુર્માંવતાર, વરાહ અવતાર કે નૃસિંહ અવતાર ! 

પણ આપણે માનવજાતી હોવાથી મનુષ્યાવતાર આપણને સાઈકોલોજીકલી વધુ યાદ રહેલો અને પૂજાતો રહેલો અવતાર એટલા માટે છે તે અવતારોમાં ઈશ્વરે માનવા જાતી સાથે સીધો સંવાદ સાધેલો હતો !!

જ્યારે-જ્યારે પણ ઈશ્વરે અવતાર લીધો છે ત્યારે-ત્યારે તે પ્રથમ તો તે ઓળખાયો જ નથી અને પછી ધીરે ધીરે સમગ્ર સૃષ્ટિનાં અસુરો માટે ચિંતા નો વિષય / ગંભીર ખતરો અને નાશ નું કારણ બનીને કેંદ્ર સ્થાને પહોચી ગયા છે !

હવે એ જ પેટર્ન થી થોડું વિચારીએ તો અત્યારે સમગ્ર સૃષ્ટિની માનવ જાત માટે કોરોના વાઈરસ એક ચિંતાનો વિષય, ખતરા ની ઘંટડી અને વિનાશ નું કારણ બનતો જઈ રહ્યો છે !! 

જેમ રાવણની આખી સેના અને એક એક બાણ, શ્રી રામની શક્તિ સામે જવાબ આપી રહ્યા હતા તે જ રીતે વિશ્વનાં દરેક દેશોનું મેડીકલ સાઈન્સ એક અદ્રશ્ય વાઈરસ સામે હથિયાર હેઠા મૂકતું જણાઈ રહ્યું છે !

અસુરો પણ પહેલાના યુગોની જેમ શીંગડા વાળા કે મોટે મોટે થી અટ્ટહાસ્ય કરવા વાળા જ હોય એવું પણ ક્યાં કોઈએ કહ્યું છે..!?

વધતી જતી અમીરી-ગરીબીની અસમાનતા, પ્રદુષિત પૃથ્વી, માણસો દ્વારા એક પછી એક લુપ્ત થતી પશુ-પક્ષી કે વૃક્ષો ની પ્રજાતિ વગેરેને પણ શું આજ ના યુગના અસુરો તરીકે ન કલ્પી શકાય ?! અને જો કલ્પી શકાય તો તેને નાથવા અથવા તેની ગતિ ને ધીમી પાડવા ઈશ્વર પણ અદ્રશ્ય વાઈરશ સ્વરૂપે પ્રગટ થઈ જ શકે !

અસુર હિરણ્યકશ્યપ કે જેને મનુષ્ય, દેવતા, પશુ, પક્ષી, ના રાત્રે, ના દિવસે, ના ધરતી પર, ના આકાશ પર, ના અસ્ત્રથી, ના શસ્ત્રથી મરવાનું વરદાન પ્રાપ્ત કરેલું હતું તેનો નાશ કરવા પ્રગટ થયેલો નૃસિંહ અવતાર પણ ત્યારે કોઈએ ક્યાં વિષ્ણુ અવતાર તરીકે કલ્પ્યો હશે !!!? શું એવું નથી લાગતું કે પેલા હિરણ્યકશ્યપની જેમ આજે મનુષ્યોએ વાવાઝોડું, આગ, ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે જેવી દરેક કુદરતી આફતો ઉપર ટેક્નોલોજી રૂપી વરદાનથી વિજય પ્રાપ્ત કરી જ લીધો છે !!?

શું એવું નથી લાગતું કે પહેલાના અસુરોની જેમ જ માનવ જાતીએ પણ પોતાને મગજ શક્તિની તાકાત વાપરીને સમગ્ર સૃષ્ટિ પર કાબુ મેળવી અને તેનું જતન કરવાને બદલે તેને રંજાડવાની પરાકાષ્ઠા પાર નાખી છે ! અને આવી શક્તિનો વેગ ધીમો પાડવા ઈશ્વરનો સુદર્શનધારી કે ધનુર્ધારી કરતા એક અદ્રશ્ય વાઈરસાવતાર પણ ઘણો છે !! 

એ પણ વિચારવા જેવું છે કે અત્યારે સજા એકલી માનવજાતને જ કેમ મળી છે ! અને છેલ્લા એક મહિનાથી માણસો દ્વારા સૃષ્ટિ પર થતું નુકશાન અચાનક કેમ અટકી ગયું છે !? સમયચક્ર ફક્ત મનુષ્યો માટે જ અટક્યું છે બાકી તો બધું જ યથાવત જ ચાલી રહ્યું છે !! 

શું ખબર ઈશ્વર તેના એકલા મનુષ્ય રૂપી બાળકની ભૂલ પર ફક્ત તેનો કાન આમળવા જ પ્રગટ થયો હોય !?

ક્યાંક આજના અસુરો એટલે સમગ્ર માનવજાતિ અને ઈશ્વર એ એક અદ્રશ્ય વાઈરસાવતાર તો નહી હોય ને ?!! 

કશી ખબર નથી પડતી પણ જેમ કૃષ્ણાવતારે સમગ્ર માનવ જાતી ને ગીતા સંદેશ આપ્યો હતો તેમજ આ વાઈરસાવતાર પણ માનવજાતિને શાંતીપૂર્વક એકાંતચિંતન કરીને સૃષ્ટિની સુંદરતાને માણવાનો એક ગર્ભિત સંદેશ આપી રહ્યો છે જે સંદેશ આગળ જતા કલિયુગનો ગીતાસાર બને તો નવાઈ નહી લાગે !!!?? 


Rate this content
Log in

Similar gujarati story from Thriller