Mehul Dhinoja

Inspirational Others

4.7  

Mehul Dhinoja

Inspirational Others

ધંધાનું શુકન....શુકનનો ધંધો...!

ધંધાનું શુકન....શુકનનો ધંધો...!

2 mins
330


વ્હાઈટ મરસિડીઝ બેન્ઝ કાર ભીખા ફૂલવાળાની દુકાન પાસે ધીમી પડી....!

છેલ્લા 17 વરસનાં રૂટિન મુજબ ફૂલહારનું રેડી જ રાખેલું એક પેકેટ ભીખાએ દોડીને ડ્રાઇવરના હાથમાં આપ્યું..અને કાર ચાલી નીકળી..!

"હેં પોપ્પા, તમેં આની પોહેથી રૂપિયા હું લેવાને નથી લેતા કોઈ દિ !? ઉઇલટું આની પોહેથી તો વધારે લેવાય હો..!" બારમાંનું છેલ્લું પેપર ભરીને દુકાને આવેલા ભીખાના દીકરાએ કોમર્શિયલ વાત કરી.

જો જીગલા તને માંડી ને વાત કવ.. આઇજ થી સત્તર વરહ પે'લાં.. આ જીવનલાલ શેઠ આવી જ મોટી ગાડી લયને ફૂલ લેવા આઈવા'તા..તે'દિ હું પૈસા લેતો જ તો ને..તારા જનમનાં હમાચાર મઈલા.. તે દહાડે જ શેઠને મેં કીધું કે તમે મારા શુકનવન્તાં ઘરાક છો, પૈસા નહીં લવ હવેથી અને તમે લેવા આવો કે નો આવો..રોજ દુકાનની બોણીમાં પે'લું તમારું પેકેટ બનાવીશ.

.. ગરીબ માણસ રાજી રયે એટલે શેઠે પણ મારી વાત માની લીધી..અને રોજ ઓફિસે જતા પે'લા ફૂલનું પેકેટ લયને જ જાય છે.. વળતરમાં એના ખટારામાં રોઈજ આપણાં ફૂલનાં ટોપલા આવે છે ઈનો એક પૈસો ઈ પણ લેતા નથી..! 

હું આપણાં હંધાય ઘરાકને કવ કે મારા શુકનીયાળ ફૂલ વગર જીવનલાલ શેઠની હોફીશમાં પૂજા નો થાય હોં ! આ આખો આપણોં એરિયો નાના-મોટા ધંધા વારાનો છે ને ઈ બધાયે જીવનલાલ શેઠ ને બોવ મોટું માણસ માને છે, ઈ ને બધાય ને એમ છે કે શેઠ આઈટલા વરહથી રોઈજ ભીખાની દુકાનના ફૂલ લયને જ પૂજા કરે છે એટલે કૈંક તો છે જ ભીખા ના ફૂલમાં ! બાકી આવડો મોટો શેઠ રોજ કઈ ભીખાની દુકાને તો નો જ આવે !

સતર વરસમાં બે દીકરીયું પઈણાવી...! ઘરનું ઘર લેવાય ગ્યું..!! આ બધુય એટલે કે આંયના બધાય વેપારિયું રોજ આપણી દુકાનેથી જ ફૂલ લય જાય છે, આ બધાય ને જીવનલાલ શેઠ બનવાનાં ઓરતા છે !! આપણેય હમજીયે કે કંઈ ખાલી ફૂલ ચડાઈવે તો શેઠનો બનાય ! પણ આ તો શુકન-અપશુકનની વાતુ છે, આપણું ઘરતો હાલે છે આમાં..! 

"અભણ ભીખાની માર્કેટીંગ સ્કીલ્સ સામે એના દીકરાને કોમર્શિયલ પ્રશ્નનો સચોટ જવાબ મળી ગયો !"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational