Mehul Dhinoja

Others

4.6  

Mehul Dhinoja

Others

કોઓઓઓ-ઇનસિડેન્સ..!

કોઓઓઓ-ઇનસિડેન્સ..!

1 min
258


"કોઓઓઓ-ઇનસિડેન્સ..!!"

"તે એક માર્ક કર્યું સુકેતુ ?!

આપણાં પહેલા સંતાનનું નામ ક્રિશ..!

અને કાલે આપણે જે આપણા પહેલા ડ્રીમ હાઉસ બંગલાનું દસ્તાવેજ કરાવ્યું તેનું નામ પણ કલ્પવૃક્ષ બંગલો..!!"

વ્હોટ કોઓઓઓ-ઇનસિડેન્સ..!

"અને તારું નામ પણ પાછું કસ્તુરી..!!" સુકેતુએ ઠંડી છાશનો ઘૂંટડો ભરતા ભરતા અધવચ્ચેથી જ તેની પત્નીને મલકાઈ ને રીપ્લાય આપ્યો.

..સુકેતુના પિતા કરસનદાસ કે જેમની આજીવન બચતના પીએફના રૂપિયાથી દસ્તાવેજ શક્ય બન્યો હતો એણે પણ આ વાર્તાલાપ સાંભળીને હિંચકે બેઠા બેઠા હકારમાં માથું ધુણાવ્યું !


Rate this content
Log in