STORYMIRROR

Mehul Dhinoja

Action Inspirational

3  

Mehul Dhinoja

Action Inspirational

રાણા ટી-સ્ટોલ

રાણા ટી-સ્ટોલ

1 min
260

"બસ આ કાલવાળી જ કેબીન પાસે ઊભી રાખી દો.. "

સાઈટ વિઝીટ કરીને પરત ફરી રહેલા પાંચ હજાર માણસો સાથે ચાર સ્ટેટમાં બિઝનેશ ધરાવતાં શાંતીલાલ શેઠે ગાડી રોકાવી કારણ કે તેઓ હાઈ-વે કેબીન પરની ચા પીવાની ઈચ્છાને રોકી શક્યા નહી. 

" કાલે પણ અહિં જ ચા પીધી હતી પણ કાલ જેવી મજા આજે નો આવી.. ! રકાબી મૂકતાં મૂકતાં શાંતીલાલ શેઠે ઝીણી આંખ કરીને જાડો કસ્ટમર ફીડબેક આપ્યો..! "

"મજો કિસી કો ગુલામ નાહી... કી ટેમ પર આવે અને ટેમ પર જાવે.. મજો તો લેણો આનો ચાહીયેં....શેઠ..!"

મર્સીડીઝમાં બેઠેલો અને હાવર્ડૅમાં એમબીએ કરીને આવેલો શેઠનો દીકરો રાણા ચા વાળાનો જવાબ સાંભળતો રહ્યો. કસ્ટમર ફીડબેકના બદલામાં આવો કાઉંટર રીપ્લાય પણ આપી શકાય તે કદાચ એના સિલેબસમાં નહોતું આવેલું... !


Rate this content
Log in

Similar gujarati story from Action