STORYMIRROR

Kalpesh Patel

Abstract Inspirational

4  

Kalpesh Patel

Abstract Inspirational

તૂટેલો તારો-એક આંતરિક ઉડાન

તૂટેલો તારો-એક આંતરિક ઉડાન

2 mins
55

તૂટેલો તારો" – એક આંતરિક ઉડાન

(વાર્તા કથન શૈલી –મોનોલોગ)

(મંચ પર એક યુવતી  છે. શાંત અને આત્મવિશ્વાસથી ભરપૂર. પ્રકાશ આછો વાદળી છે, અને વાતાવરણ એકલતાને અનુરૂપ છે.) 

--- 

Have you ever talked to a star? 

Not wished, not prayed… just talked—like a friend? 

I did. And the night that star broke and fell… I broke too. 

------

મારા આકાશનો એકમાત્ર તારો… "સોલિન". મારી એકલતામાં રોજ મારી સાથે હતો. 

એની સાથે  હું વાતો કરતી… હંમેશા. હું એને પૂછતી,

"મારા અંદર કંઈક છે, ને?" 

"તું સમજે છે, સોલિન?" 


એ મારા મનમાં ઝળહળતો રહ્યો. દરેક રાત્રે, હું એની સાથે ઊંઘતી. 

…પરંતુ એક રાત્રે, હું તેની સાથે વાત કરતી હતી, ને અચાનક એક તેજસ્વી રેખા આકાશને ચીરતી લેખાઈ.

સોલિન તૂટી ખરી પડ્યો.  મારી એકલ દુનિયા ઉજડી ગઈ.


મારું મન અને મારું અસ્તિત્વ હચમચી ગયું. 

અધૂરા સપનાઓ જેવા  ઊંધમાં પણ હું જાગતી. 

મારી ડાયરી, મારી કલમ,મારી સાથે ન રહી. 

મારી ઓળખ ક્યાંક ખોવાઈ ગઈ. 


…પણ… 


કેટલીક રાતો પછી, એક રાતે મેં મારી ડાયરીના એક પાનાની લીટીમાં નજર દોડાવી. 

"જે તૂટે છે, એ અસ્તિત્વ ગુમાવતું નથી. એ તો બીજા નાં અંધારા ને પ્રકાશ આપવા જાય છે." 


આ લખેલા શબ્દો મારા હૃદયમાં વીજળી સમાન ચમક્યાં. 

મેં ફરી કલમ પકડી. હવે મારી રોજનીશી માત્ર ડાયરીમાં સીમિત નહોતી.

હવે તે વિશ્વ માટે હતી. 

એ દુનિયા કે જ્યાં એક તૂટી પડેલો તારો કોઈ માટે પ્રકાશ બની રહ્યો હતો. 


"મેડમ, તમારી પોસ્ટ વાંચીને હું જીવનમાં નિરાશ હતો. હવે જીવવાની આશા મળી!" 

એક વિધાર્થીએ મને લખ્યું.  તેવા અનેક મેઈલ આવવા એ સ્વાભાવિક થતું ગયું.

આ આજની વાત છે. 


આજે હું અહીં છું,તમારા સામે. 

મારી એક તૂટેલા તારા નાં ઝાબકારે શરૂ થયેલી મુસાફરીએ,

મને આજે તમારી વચ્ચે લાવી  ઉભી કરેલ છે . 


યાદ રાખજો— 

જે તૂટી જાય, તે પુન: સર્જાય. 

તમે હંમેશા ઊજાસ ઉગાડી શકો છો! 

"Nature never wants to die" encapsulates the idea that nature is a continuous, dynamic process of growth and change, where death is not a final end but a part of a larger cycle that sustains life. Nature demonstrates this by using the decomposition of one thing to fuel the growth

(મંચ પર અવાજ શાંત થાય. પ્રેક્ષકના હૃદયમાં તે શબ્દો સંવેદનાને ઊંડા અસર કરે.)


Rate this content
Log in

Similar gujarati story from Abstract