Kaushik Dave

Comedy


3  

Kaushik Dave

Comedy


ટિફિન

ટિફિન

4 mins 666 4 mins 666

અમારી ઓફિસમાં એક ભાઇ મુન્નાભાઈ, ખુબ જ હોંશિયાર, પણ વધુ પડતાં. સાથે સાથે ભૂલકણા પણ. એક દિવસની વાત છે. ટપરવેરની એજન્સીવાળા ભાઈ પાસેથી મુન્નાભાઈએ ટપરવેરનું ટિફિન લીધું. ફક્ત ₹૫૦૦માં જેની બજાર કિંમત ₹૮૦૦ હતી. એ પણ બે દિવસ પછી આપવાની શરતે. આમ મુન્નાભાઈ તો ખુશ થયા. મુન્ના ભાઇ તો ટિફિન ઘેર લઈ ગયા.


બીજા દિવસે મુન્નાભાઈ ઓફિસમાં આવ્યા, જુનું ટિફિન લઈને. બધા એ પુછ્યુ ભાભીને ટપરવેર કેવું લાગ્યું ? મુન્નાભાઈ-' અરે પુછો જ નહીં. મને તો ખખડાવી દીધો કે એક ટિફિન તો છે, ને બીજા માટે ખર્ચ કરો છો. ત્યારે મેં કહ્યું, કે ગાંડી આતો બિલકુલ મફતના ભાવમાં, ફક્ત ₹૨૫૦માં જ, એ પણ ઉધાર." આ સાંભળીને મુન્નાભાઈની પત્ની ખુશ થઈ. આટલી વાત કર્યા પછી બપોરે મુન્નાભાઈ પર તેમની ધર્મપત્નીનો ફોન આવ્યો. ને બોલ્યા કે, તમે જે ટપરવેરનું ટિફિન લાવ્યા હતા તે બાજુવાળા બહેનને વેચી દીધું. આ સાંભળીને મુન્નાભાઈનો જીવ અધ્ધર થયો. અને પુછ્યું કે કેટલામાં ? જવાબ આવ્યો કે ₹૫૦નો નફો થયો. ખુશ થાવ. મુન્ના ભાઇ-" અરે પણ કેટલામાં ?" જવાબ-" ₹૩૦૦ માં, હવે કાલે ટપરવેરવાળા ભાઈને ટિફિનના ₹૨૫૦ ચુકવી દેજો. બાકીના ₹૫૦ આવતી કાલની શાકભાજી માટે રાખીશ." આ સાંભળીનેને મુન્નાભાઈના હાવભાવ જોવા જેવા હતાં.   


સારાંશ- આ વાતનો સાર એ છે કે તમારા કરતાં ઘરવાળી હોશિયાર હોય છે તેથી કોઈ વાત ખાનગી રાખવી નહીંને ખુલ્લા દિલથી સાચી વાત કરવી.


"ગુમ ટિફિન"

આપણે મુન્નાભાઈના ટપરવેર ટિફિનની વાત જાણી. આ મુન્નાભાઈ હોશિયાર હોવાની સાથે સાથે બહું જ ભુલકણા. આવી એમની ભૂલી જવાની આદતની એક ઝલક. એક દિવસની વાત છે. ઓફિસમાં લંચ ટાઈમની રિશેસ હતી. ઓફિસ સ્ટાફના મિત્રો એ પોત પોતાનુ ટિફિન કાઢ્યું. મુન્નાભાઈ તો પોતાનું ટિફિનની શોધમાં લાગેલા હતા. બધા એ પુછ્યુ કે મુન્નાભાઈ ટિફિન નથી લાવ્યા ? અમારા ટિફિનમાંથી જમજો. મુન્નાભાઈ એ કહ્યું કેના, ના, ટિફિન તો લાવ્યો હતો પણ મળતુ નથી. કોઈએ મારી મજાક તો નથી કરીને ?એટલામાં અમારી ઓફિસના શાહભાઈ, જે બહુ જ મઝાકીયા સ્વભાવના હતા, તેઓ બોલ્યા, "ભાઈ, ભાભી સાથે ઝગડો તો નથી થયોને ?. ચાલો સાંજે તમારી સાથે ઘેર આવીને સમાધાન કરાવું. અત્યારે અમારી સાથે જમવા બેસો. " આ સાંભળીનેને મુન્નાભાઈ રઘવાયા થયા. ને ટિફિન માટે આખી ઓફિસમાં ફાંફાં માર્યા. પણ ટિફિન મલ્યુ નહીં. એક જણે કહ્યું કે તમારી એક્ટિવામાં તપાસ કરો. મુન્નાભાઈ એ એક્ટિવામાં તપાસ કરી પણ ટિફિન મલ્યુ નહીં. બધા એ સમજાવીને સાથે જમવા બેસાડ્યા. પણ મુન્નાભાઈ એ ઉચાટમાં બરાબર જમ્યા નહીં.


એટલામાં મુન્નાભાઈના પત્નીનો ફોન આવ્યો કે જમ્યા કે નહીં ? મુન્નાભાઈ એ કહ્યું કે જમી લીધું. ઘણુ સરસ હતું. થોડી વાર પછી મુન્નાભાઈએ સ્ટાફના એક ભાઈ જોષી ભાઈને કહ્યું કે ટિફિન તો શોધવું જ પડશે. જોષીભાઈ એ ઉલટતપાસ કરી કે તમે ટિફિન ઓફિસમાં લાવ્યા હતા ? કે રસ્તામાં પડી ગયું ?

મુન્નાભાઈ-" ઓફિસમાં લાવ્યો હતો કે નહીં તે યાદ નથી. પણ ઘરથી નિકળ્યો ત્યારે ટિફિન લીધું હતું. "

જોષી -"ઘરેથી રસ્તામાંથી ક્યાંક ગયા હતા ? "

મુન્નાભાઈ-" ઘરેથી ડીવીઝન ઓફિસ એક ફાઈલ આપવા ગયો હતો પછી રસ્તામાં પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવ્યું હતું" જોષી ભાઈ-" ડીવીઝન ઓફિસ ફોન કરી પુછો". મુન્નાભાઈ એ ડીવીઝન ઓફિસ ફોન કર્યો તો જવાબ મલ્યો કે ત્યાં કોઈનું ટિફિન રહી ગયું નથી. ને મુન્નાભાઈ તો ઓફિસમાં ટિફિન લાવ્યા જ નહોતા. હવે તો મુન્નાભાઈને ફાળ પડી કે સાંજે ઘરે જઈશ તો ઘરવાળી ખખડાવી દેશે કે સાવ ભુલકણા જ છો ?. હવે જોષી ભાઈએ ગમ્મત કરી કે પેટ્રોલ પંપે તો ભુલી ગયા નથીને ? મુન્નાભાઈ મુંઝાયાને કહ્યું કે પેટ્રોલ ભરાવતો હતો ત્યારે એક માણસ મને ટીકી ટીકીને જોતો હતો. જોષી ભાઈને ટીખળ સુજીને કહ્યું કે તો તો એજ માણસ !"


હવે તો મુન્નાભાઈનું મોઢું પડી ગયુંને કહેવા લાગ્યા કે સાલું મને લાગતું જ હતું કે ટિફિન પેટ્રોલ પંપથી જ ગયું હશે. થોડી વારમાં મુન્નાભાઈની પત્નીનો ફોન આવ્યો. બોલ્યો કે જમવાનું કેવુ લાગ્યુ ?

મુન્નાભાઈ બોલ્યા" સરસ, ને બટાટાનું શાક તો બહુ જ સરસ હતું. "

મુન્ના પત્ની-" બોલો તો શું શું જમ્યા ? હવે તો તેમની પત્ની પણ મજાકના મુડમાં આવી ગયી.

મુન્નાભાઈ-" અરે ગાંડી, રોજની જેવું જ, બે રોટલી, બટાટાનું શાક, દાળને ભાત. એમાં શું પુછવાનું ?" હવે મુન્નાભાઈની પત્ની એ કહ્યું કે આજે તો ટિફિનમાં દાળ, ભાત, પુરી, તમારું ભાવતું ભીંડાનું શાકને મોહનથાળ પણ હતો. તમે કોનું ટિફિન જમ્યા ? હવે ગભરાવાનો વારો મુન્નાભાઈનો આવ્યોને પુછ્યુ કે આજે શું છે કે મોહનથાળને પુરી બનાવી ? "

પત્ની બોલી -"અરે તમે તો કેવા ભુલકણા છો ? આજે આપણા બાબાને ચોથું વર્ષ બેઠું. તેનો જન્મ દિવસ છે.ને બીજી વાત તમે તમારું ટિફિન તો તમારા કબાટના ખાનામાં ભુલી ગયા હતા તે મને મલ્યુંને તમને ફોન કર્યો. ને હા બાબાનો જન્મ દિવસ છે તો ઘરે આવતી વખતે ચોકલેટ, બિસ્કીટને કેક લાવવાનું ભુલતા નહીં."


આ સાંભળીનેને મુન્નાભાઈ એ સાંજે ઘરે આવતા બધી વસ્તુઓને કેક લેતો આવીશ એવું કહ્યું. ને ફોન મુકી દીધો. હવે મુન્નાભાઈને યાદ આવ્યું કે ઓફિસની ફાઈલ કબાટમાંથી લેવા જતી વખતે જ ટિફિન ભુલી ગયો હોઇશ. આ વાર્તા લેખનો સાર- પત્ની એ પ્રેમથી બનાવેલા ભોજનનો આદર કરવોને મહેનતથી બનાવેલુ ટિફિન ભુલી જવું નહીં. અને હા, ઓફિસના કામના ચક્કરમાં ઘરની વ્યક્તિનો જન્મ દિવસ તો ભુલશો નહિ. ભુલી જવાનો સ્વભાવ ધણી વાર ખોટું બોલાવે છે .ને ઘરની વ્યક્તિના સન્માનને પણ ઠેસ પહોંચે છે. હંમેશા કામની કદર કરવી.


Rate this content
Log in

More gujarati story from Kaushik Dave

Similar gujarati story from Comedy