nayana Shah

Tragedy

4  

nayana Shah

Tragedy

ટેકનોલોજી

ટેકનોલોજી

4 mins
157


સુરમ્યા આવું કરી શકે એવું માનવા સંપૂર્ણા માનસિક રીતે તૈયાર જ કયાં હતી ? સંપૂર્ણા વિચારતી હતી કે એ એની દીકરીને કેટલો પ્રેમ કરે છે, છતાંય સુરમ્યા એ એને સમજવાનો પ્રયત્ન પણ ના કર્યો ! માણસની ગમે તેટલી ઈચ્છાઓ હોય છતાં પણ માણસ સંજોગોનું ગુલામ હોય છે. ભારતમાં તો સંપૂર્ણા અને એનો પતિ મિલિત જ રહેતાં હતાં. દીકરો અને દીકરી બંને પરદેશ રહેતાં હતાં. પરંતુ અવારનવાર વિડીયો કોલીંગથી દીકરા તથા દીકરી જોડે વાતો કરી, એમનાં મોં પર ખુશી જોઈ બંને જણાં ભૂલી જતાં કે બાળકો આપણાથી હજારો માઈલ દૂર રહે છે. સંપૂર્ણાને બાળકો સાથે વાત કરવાનું મન થાય ત્યારે પતિને કહેતી, "મારે વાત કરવી છે" કયારેક મિલિત કહેતો, "તું પણ શીખી જા"ત્યારે એ કહેતી ,"તમે છો પછી મારે શીખવાની શું જરૂર છે ? " આજે એને થતું હતું કે એ પતિનું કહ્યું માનીને શીખી ગઈ હોત તો સારું થાત. પણ હવે શું ? એ મજબૂર હતી. દીકરીએ ઘણું જ સંભળાવ્યું હતું. દીકરીને અત્યાર સુધી મા બાપે કરેલો વ્યવહાર દેખાતો ન હતો. દુઃખની વાત એ હતી કે દીકરી એને સમજી ના શકી. કયાં તો સ્વાર્થ આગળ એને કંઈ સૂઝતું ન હતું.અથવા તો એના સાસરિયાંના મેહેંણા ટોણાનો ડર પણ કારણ ભૂત હોય.એ જેમ જેમ વિચારતી ગઈ તેમ તેમ તેની આંખોમાંથી ગંગા જમના વહેવા માંડ્યા.

દીકરી એની રીતે સાચી હતી પરંતુ એને ખાસ મોબાઇલ કે લેપટોપ વાપરતાં કયાં આવડતું હતું ? જો કે દીકરી માબાપ પાસે સ્વાભાવિક રીતે જ અપેક્ષા રાખે. એમાં કંઈ ખોટું નથી.

દીકરો તો હમેશાં કહેતો, "મમ્મી પપ્પા, આ લેટેસ્ટ ટેકનોલોજીનો ફાયદો તો અમે જ ઉઠાવીએ છીએ. પહેલાં વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં કેટલો સમય જતો હતો. હું ઘણી વખત આખી રાત કામ કરતો હતો હવે તો કામ ઘણુંજ ઓછું થઈ ગયું. "

ત્યારે સંપૂર્ણા કહેતી, "મને એવી કંઈ ખબર ના પડે પરંતુ તું હવે વહેલો ઘેર આવે છે એ મારે મન આનંદની વાત છે. મારે મન તો તું ખુશ રહે એ જ બસ છે. "

"મમ્મી, તું કેલ્ક્યુલેટર પર તો હિસાબ ઝટપટ કરી શકીશ. "

"બેટા, તારી વાત સાચી હોય તો પણ એક વાત યાદ રાખજે તમારા કેલ્ક્યુલેટરમાં તો બે અને બે ચાર જ થાય. પણ અમે સ્ત્રીઓતો લાગણીથી જીવનાર છીએ અમને અમારી રીતે જીવવાની મજા હોય છે. અમે તો બે અને બે બાવીસ પણ કરી શકીએ. અમે સ્ત્રીઓ તો બે અને બે એક પણ કરીએ. કારણ અમે સ્ત્રીઓ ત્યાગ કરીને બે અને બે એક સાબિત કરીએ. અમારૂ ગણિત અને આ તમારી લેટેસ્ટ ટેકનોલોજીનું ગણિત જુદુ છે, માટે તારી ટેકનોલોજી તારી પાસે રાખજે. હા, તારા પપ્પાને શીખવાડજે.બાકી આપણા કુટુંબમાં જે સંપ છે. એમાં તો તારા કાકા અને પપ્પા મળીને બંને એકબીજા માટે જે કામ કરે છે એમાં કોઈની પણ જરૂર ના પડે. એ બંને એકબીજા માટે એક એ હજાર જેવા છે. આપણું કુટુંબ તો સમાજમાં ઉદાહરણ રૂપ છે. બંને ભાઈઓ બઘી ભાભીઓ બધા એક બીજા સાથે હળીમળીને રહે છે. કયાંક કંઈ ખોટું થતું હોય તો પણ સાથે બેસીને વાતનો નિકાલ આવે છે. મનદુઃખ કંઈ તમારી ટેકનોલોજીથી હલ ના થાય. દીકરી આટલાં વર્ષો સાથે રહી તે પણ સંયુક્ત કુટુંબમાં. તો પણ જતું કરતાં ના આવડ્યું ? ઝુમ પરના બેસણાંમાં હાજર ના રહી એટલે !

ત્યારબાદ તો દીકરાએ મા ને સલાહ આપવાનું બંધ કરી દીધું. જો કે અમેરિકા જતાં પહેલાં એને એના પપ્પાને આધુનિક ટેકનોલોજી શીખવાડી દીધી હતી.

"પાણી.. પાણી... " એવો પતિનો અવાજ સાંભળતાં સંપૂર્ણા વાસ્તવિક દુનિયામાં આવી ગઈ. આંખોના આંસુ લૂછતાં એને બરફનો ટુકડો પતિના હોઠ પર અડાડ્યો કારણ હજી બીજા બે કલાક પાણી આપવાનું ન હતું. એની દુનિયા એટલે એનું કુટુંબ.

"ભાભી, હવે તમે ઘેર જાવ. તમે દવાખાનામાં આખી રાત જાગીને થાકી ગયા હશો.તમે ઘેર સેવા કરીને આવજો હું પછી ઘેર જઈશ. "

સંપૂર્ણા ઘરે આવી ત્યારે એના પતિના મોબાઈલમાં દીકરીનો સંદેશો હતો કે, ઝુમ પર મારા સસરાનું બેસણું છે. તમે હાજરી આપજો."સંપૂર્ણાએ પતિની બિમારી વિષે કોઈ ને કહ્યું જ ન હતું કારણ કુટુંબ મોટું હતું. ખાસ કોઈની જરૂર પડે એમ પણ ન હતું. તેથી તો એને દીકરા કે દીકરીને એના પપ્પાની બિમારીની વાત કરી ન હતી.

પરંતુ એની દીકરી દુઃખી ના થાય એટલે જણાવ્યું ન હતું કે તારા પપ્પાને દવાખાને દાખલ કર્યા છે. એ પ્રેમનો આ બદલો ! પરિણામ સ્વરૂપ એ ઝુમ પર બેસણાંમાં હાજરી આપી શકી ન હતી. તેથી તો દીકરી ગમે તેમ બોલી હતી. એ માને સમજવા પ્રયત્ન કરતી ન હતી.

સંપૂર્ણાની રડીને સુજી ગયેલી આંખો જોઈ એના દિયર ને લાગ્યું કે મોટાભાઈની બિમારીને કારણે ભાભી રડ્યા હશે. જયારે વાસ્તવિકતા ખબર પડી ત્યારે એ ખૂબ ગુસ્સે થઈ ભત્રીજી ને ફોન કરવા ગયા ત્યારે સંપૂર્ણા એ જ કહ્યું, "જયારે મેં મારા આ જ શહેરમાં રહેતાં ભાઈઓ તથા બહેનોને પણ એમની બિમારી વિષે નથી કહ્યું તો હજારો માઈલ દૂર રહેતી દીકરીને શા માટે ? ટેકનોલોજી સારી છે પરંતુ એ ટેકનોલોજી કોઈ દુ:ખીના માથે પ્રેમથી હાથ નથી ફેરવતી. ટેકનોલોજી લાગણી સમજી શકતી નથી. લાગે છે કે મનુષ્યો પણ ટેકનોલોજીના ગુલામ બની પ્રેમ ભૂલતાં જાય છે પરંતુ ખુશી વહેંચવાથી વધે. બધાને સુખના સાગરમાં સ્નાન કરવું ગમે. આનંદ બધા સાથે મળીને માળે. સુખ વિષે સમાચાર સાંભળવા બધાને ગમે. દુઃખ મનમાં જ સમાવી લેવું એ તો આપણા કુટુંબનો વણલખ્યો નિયમ છે. ટેકનોલોજી ગમે તેટલી લેટેસ્ટ હોય પણ એ માનવ મનની લાગણી કયાં વ્યકત કરે છે !

જો કે હું ઈશ્વર ને પ્રાર્થના કરીશ કે એવી ટેકનોલોજી પૃથ્વી પર બનાવો કે એકબીજા પર મનુષ્યો વિશ્વાસ મૂકે જેથી આ પૃથ્વી પરથી ગેરસમજનું પર્યાવરણ દૂર થાય. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy