Hetshri Keyur

Romance Inspirational

3  

Hetshri Keyur

Romance Inspirational

તને જીતાડું એમાં મારી જીત છે

તને જીતાડું એમાં મારી જીત છે

6 mins
206


"મમ્મી" ઝટ કર મારે સમય સર પહોંચશે નહિ તો મને બસ નહિ મળે અને આજે પણ ચાલતા કોલેજ જવું પડશે ! "

નિધિ દાદરા ઉતરતા પોતાની માતા ને ટિફિન માટે ઉતાવળ કરાવતા બોલે છે.

 નિધિ ખુબજ હોશિયાર વિદ્યાર્થિની હતી,પરંતુ એના નસીબમાં નિધિ ઓછી હતી માતા પિતાની સામાન્ય પરિસ્થિતિ ને કારણે નિધિ ખુબજ ગરીબીમાં ઉછરી હતી પરંતુ,ભણવામાં ખુબજ હોશિયાર હતી. "મમ્મી આજે એવામાં મોડું થશે અને દીવો કરજે હો ! જો આજે હું સિલેક્ટ થઈશ ને તો મને મોટા માં મોટા રિયાલિટી શો જીકે સ્ટાર માસ્ટરમાં જવા નો મોકો મળશે ! અને મમ્મી તને ખબર છે પેલું ઈનામ શું છે ? રોકડા ૩૫૦૦૦૦ ! "બોલી અને નિધિની આંખો માં ખુબજ ચમક આવી ગઈ જાણે એણે ઈનામ મેળવી લીધું છે ! નિધિ ખુબજ ઉત્સાહ માં ઘરેથી જાય છે, માતા પિતા ને પગે લાગી ને,નિધિ નાં મગજ માં એક જ વાત હોય છે" ગમે એમ કરી પૈસા જીતી લેવા છે જેથી મારા માતા પિતા ને હું થોડી મદદ કરી શકું ! "

"એ ઊઠ એ ! કોલેજ જા ! પપ્પા પૈસા કમાય દીકરો ઉડાડે ! બુદ્ધિ ભગવાને આપી છે એનો ભણવા સિવાય પણ ઉપયોગ કરાય ! સમય સર ભણવા જઈ ને ! મને તો ખબર નથી પડતી તું કોલેજ જતો નથી તો એટલા સારા માર્ક લઈ કેવી રીતે આવે છે ! "અવની બહેન દીકરા તેજ ને માથે પાણીની બોટલ નાંખતા બોલે છે.

 તેજ એક અતિશય ધનાઢ્ય પિતા નો એકનો એક દીકરો હતો,જે ભણવામાં એટલો હોશિયાર હતો કે થોડું વાંચે એને સમજાઈ જતું હતું !  "ઓહ નો મોમ ! મારે તો આજે જવુજ પડશે ! ખ્યાલ છે તને આજે મોટા રિયાલિટી શો જીકે સ્ટાર માસ્ટર માટે પસંદગી થવાની છે ! ચાલ હું જાઉં છું, મોડો આવીશ ! "

 તેજ એકદમ તેજ ગતિ એ ઘરેથી રવાના થાય છે,સાંજે તેજ અને નિધિ બંનેની પસંદગી એ મોટા રિયાલિટી શો માટે થાય છે અને બંને બે દિવસની અંદર શો નાં આયોજકો દ્વારા દીધેલ ટિકિટ દ્વારા મુંબઈ જવા રવાના થાય છે.

દરેક રાજ્યમાંથી બે બે વ્યક્તિ પસંદ થઈ ને આવેલ હોય છે, નિધિ ખુબજ ડરી જાય છે એને ખ્યાલ આવે છે ગુજરાતથી તેજ નામનો યુવક સ્પર્ધા માટે આવેલ છે. સાંજે બધા જ મોટા એક હૉલમાં એકઠા થાય છે જ્યાં દરેક ને સ્પર્ધાનાં નિયમો કહેવામાં આવે છે, કારણ આખા દેશ માં અને વિદેશ માં પણ સ્પર્ધાનું પ્રસારણ સિધુજ લાઈવ ટેલિકાસ્ટ થવાનું હોય છે,માટે ઘણા નિયમો કહેવાના અને સમજવાનું હોય છે અને દરેક હરીફ ને એકમેકથી પરિચિત પણ કરવાના હોય છે.ત્યાં જ નિધિ તેજ ને મળે છે,"હેલો હું નિધિ ગુજરાતથી છું તમે પણ ગુજરાત થી છો ને ! ?"કહી એકદમ મીઠા અને ધીમા અવાજે તેજની સામે પ્રેમથી જોવે છે."યા હું તેજ તમને મળી ને ખુશી થઈ,ચાલો આપણે વાત કરીએ " કહી તેજ નિધિ ને પોતાની સાથે એક ટેબલ પર બેસી ને કૉફી ઓફર કરે છે, પરંતુ તેણી ને ખુબજ અજુગતું લાગે છે કે પ્રથમ વાર જ મળ્યા આજે જ અને આ રીતે વર્તાવ કરે છે ! કૈક  

અલગ લાગ્યું નિધિ તરત ત્યાંથી જવા લાગી, "નાં કાલે મળીશું સવારે ! " કહી ત્યાંથી પોતાના રૂમ પર જાવા લાગે છે, કારણ નિધિ એ પ્રેમથી તેજ સામે જોયું હતું પરંતુ એ એના સ્વભાવમાં હતું કે કોઈ પણ માણસ સામે એ મોઢું બગાડી ને ન જોવે, પરંતુ એના ચહેરા પર પ્રેમ ના કોઈજ એવા ભાવ ન્હાતા કે જેને પ્રેમ કહી શકાય !  

 બીજે દિવસે પે'લા રાઉન્ડ માં નિધિ અને તેજ નો એક જ સરખો સ્કોર થયો, તેજ અને નિધિ બંને વિચારવા લાગ્યા કે એનાથી જીતી શકાય એવું નથી એનું સામન્ય જ્ઞાન ખુબજ ઊંચું છે ! એક દિવસ રહી તેજ નિધિ નાં ટેબલ પાસે આવ્યો અને કહ્યું , " મને તમારા નંબર મળશે ! ?" તે ખુબજ વિચાર માં પડી ગઈ અને છતાં પૂછાઇ ગયું એનાથી " કેમ? મારા નંબર જોઈએ છે આપને ?

"અરે ખાલી બઉ કરી તમે તો ! ન દયો બસ ! કહી તેજ ચાલવા માંડ્યો ,નિધિ એ એને ઊભો રાખ્યો લખો મારો મોબાઈલ નંબર કહી પોતાનો નંબર એને આપ્યો,અને જોત જોતામાં બંને એક મેક જોડે સારી એવી વાતો કરવા લાગ્યા, દરમ્યાન શો તો ખુબજ સારી રીતે ચાલવા લાગ્યો હતો બંને એક બીજાને ટક્કર આપતા હતા, ક્યારેક નિધિ જીતે તો ક્યારેય તેજ !

બે દિવસ પછી ફાઇનલ હતું, નિધિ અને તેજ એક બીજા ની સામ સામે આવ્યા હતા,બંને ફાઇનલ હરીફ થયા હતા ! "હું તને એક વાત કહું? ખિજાઈ તો નહિ જા ને? " તેજ નો મેસેજ આવ્યો,

"અરે નાં નાં બોલને ! "

તેજ નાં મગજ માં હતું એ એણે કહી નાખ્યું, "નિધિ આઈ લવ યુ ડૂ યુ લવ મી ?"

નિધી એ સામે હા કહ્યું અને બે દિવસ ખુબજ બંને સાથે જમ્યા ફર્યા તેમજ એકમેક સાથે પ્રેમ ની વાતો કરી, સાંજે ફાઇનલ હતી નિધિ દોડતી તેજ ને બેસ્ટ વીશ દેવા ગઈ, થયું હું એને પ્રેમ નથી કરતી ભલે નાટક કરું છું ક્યાંક મારી જોડે પ્રેમમાં એ મને જીતાડી દે માની ને ! પરંતુ એ એટલું મને પ્રેમ કરે એમાં કરે તો હું વીશ તો કરીજ શકું ને ! "અને થોડી ગિફ્ટ પણ જોડે લઈ જાય છે તેજ માટે,સાંજે શો નો સમય થઈ જાય છે, તેજ ને અને નિધિ ને એક પછી એક સવાલ પૂછવામાં આવે છે, તેજ અને નિધિ એક સરખા ગુણાંક પર આવી જાય છે અને સવાલ પૂછવામાં આવે છે જેનો જવાબ નિધિ ને ખ્યાલ હોય છે પરંતુ નિધિ કહે છે" હું રમત મૂકી દઉં છું"હાજર રહેલ બધા વિચારમાં પડી જાય છે કે અચાનક કેમ આવું ! અને તેજ વિજેતા થાય છે.

 તેજ નાં હાથમાં ઈનામ અપાય છે, નિધિ ખુબજ ખુશીથી તેજ સામે જોવે છે ખુશી માં એની આંખ ભરાઈ આવે છે અને અપાર આનંદ થી તેજ ને એ અભિનંદન આપે છે,પરંતુ એનાથી એ સહન નથી થતું અને પોતે શરમ અનુભવે છે કે મે નિધિ ને ખોટો પ્રેમનો દેખાડો કરી અને ઈનામ મેળવ્યું,બિચારી મારી માટે હારી ગઈ અને વિચારી ને નિધિ નાં ઓરડા માં જાય છે,"મને ખ્યાલ છે તું ખોટું બોલે છે કે તું મને પ્રેમ કરે છે ! " સાંભળી તેજ આશ્ચર્ય પામી રડવા લાગે છે આંસુની ધાર રોકાતી નથી , "મે પણ તારી જોડે નાટક કર્યું હતું પ્રેમ નું તેજ ! તું નાટક કરે છે એ મને ખ્યાલ નો'તો ,હું સાંજે તારા ઓરડામાં આવી ત્યારે તું બોલતો હતો કે અકલ નથી પ્રેમ ને નામે ખોટું બોલી ઈનામ લેવું છે મારે તો ! એ મે સાંભળી લીધી હતી વાત તારી તેજ જે તું તારી જ હારે કરી રહ્યો હતો,પરંતુ નાટક કરવા નિધિ ને તેજ હારે ક્યારે પ્રેમ થઈ ગયો ખબરજ નહીં ! અને નિધિ ને થયું તારી જીત માં મારી જીત છે અને તેજ ને જીતાડવા નિધિ હારી ગઈ ! "કહી ખુબજ પ્રેમથી જે પ્રેમ આંખો માં ચોખ્ખો દેખાઈ આવતો હતો ,અને તેજ ની સામે એકીટશે જોઈ રહી, તેજ નિધિ નાં પગે પડી ગયો અને બોલ્યો " વિલ યુ મેરી મી ?" "નાટક નાટક માં સાચો પ્રેમ થઈ ગયો ક્યારે મને પણ ખ્યાલ ન અવ્યો નિધિ ! "કહી નિધિ ને હાથ લંબાવી પ્રપોઝ કરી.

નિધિ તું આજથી આ સ્ટાર માસ્ટર તેજ ની બોસ બનીશ ?તું એસએમ બોસ બનીશ ? કહી નિધિ ને હાથ લંબાવી તેજ અતિશય પ્રેમ પૂર્વક પ્રપોઝ કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance