તંદુરસ્તીનો આધાર
તંદુરસ્તીનો આધાર
સીમાબેન દરરોજ નવી નવી વાનગી, રેસિપીનાં અખતરાં કરે. જુદાં જુદા શાકભાજીનો ઉપયોગ કરીને મંત્રને ખવડાવવાની કોશિશ કરે પણ બધું વ્યર્થ. મંત્રને ઘરનું ખાવાનું ગળે જ ન ઊતરતું. પાસ્તા, પીઝા, બર્ગર અને સેન્ડવીચ જેવાં જંકફૂડ ખાઈને પેટ ભરતો. ભુખ્યો તો કેમ રાખવો આખરે માનો જીવ !
તેરચૌદ વર્ષનો થયો ત્યાં તો એનું વજન ખુબ વધી ગયું. એ ઓબેસિટીનો ભોગ બન્યો. વજન વધતાં જ એને હલનચલનમાં તકલીફો થવાં લાગી. સ્કુલનાં બીજાં છોકરાંઓ પણ એની મશ્કરી કરવાં લાગ્યાં. એણે સ્કુલે જવાનું બંધ કર્યું. ભણતર બગડ્યું અને બેઠાડું જીવનને લીધે એક પછી એક રોગનો ભોગ બનવાં લાગ્યો. ડૉક્ટર અને હોસ્પિટલનાં ચક્કર શરૂ થઈ ગયાં. બધાં જ ખોરાક ઉપર પાબંધી આવી ગઈ. સુપ, સલાડ અને ફ્રુટ સિવાય બધો જ ખોરાકબંધ કરાવ્યો.
એની કેરિયર ન બની શકી,શરીર બગડ્યું. કાંઈ કરવાંને લાયક ન રહયો. જંક ફુડે એનું જીવન બરબાદ કરી નાખ્યું. હવે પસ્તાવો કરે છે. એટલે જ કહ્યું છે કે "પહેલું સુખ તે જાતે નર્યા"
