Shailee Parikh

Children Others

3  

Shailee Parikh

Children Others

તળાવની સફરે

તળાવની સફરે

2 mins
7.2K


ટીંકુ સસલો અને રીમ્પી માછલી પાકા મિત્રો હતાં. સુંદર મઝાનાં તળાવમાં રીમ્પી માછલી તેનાં મિત્રો અને પરિવાર સાથે રહેતી અને એ તળાવના કિનારે ઘાસના મેદાનની બાજુમાં નાનકડા જંગલમાં ટીંકુ સસલો અને તેના ભાઈ-બહેન અને પરિવારજનો રહેતા હતાં.

ટીંકુ સસલો રોજ સવારે સૂરજ ઊગતા ઘાસના મેદાનમાં રમવા દોડી જતું. રમીને ભૂખ લાગે એટલે આસપાસથી ગાજર, ઘાસ ખાઈ પાણી પીવા તળાવે જતુ અને પાણી પી રીમ્પી માછલીને બોલાવતું.

રીમ્પી માછલી આખો દિવસ તળાવની અંદર ફરતી-ખાતી - પીતી ને રમતી રહેતી.

ટીંકુ સસલો હંમેશા રીમ્પી માછલીને લીલાછમ વૃક્ષોની, ઝરણાંની શહેરમાં વસતા લોકોની, નાનાં-નાનાં મકાનોની અને વિવિધ પ્રાણીઓની વાતો કરતો. તો રીમ્પી માછલી તળાવની અંદરની દુનિયા વિષે ટીંકુ સસલાને વાતો કરતી. બંનેની દોસ્તી જોઈ તળાવે પાણી પીવા આવતી ટીની ખિસકોલી, ચીપુ હરણ, ચીની બકરી સૌ ટીંકુ સસલાને ભેગા થઈ વિનંતી કરી. ચીપુ હરણ, ચીની બકરી, ટીની ખિસકોલીએ ટીંકુને કહ્યું, "સસ્સા રાણા આ રીમ્પી માછલી રહે છે ને, એ તળાવની દુનિયા બહુ સરસ હોય નહીં? રીમ્પી માછલી સાથે અમારે પણ વાતો કરવી છે, અમારે પણ તેની સાથે રમવું છે. તો અમને મળાવશો?" ટીંકુ સસલો કહે, "અરે એમાં શું? હું અત્યારે જ રીમ્પી માછલીને બોલાવું."

તેણે તળાવ કિનારેથી રીમ્પીને સાદ પાડ્યો રીમ્પી ટીંકુનો અવાજ સાંભળી તરતી-તરતી ઉપર આવી. ટીંકુ સસલાએ સૌનો પરિચય રીમ્પી માછલી સાથે કરાવ્યો. પછી તો રોજ સૌ મિત્રો ભેગાં થઈ ખૂબ વાતો કરતાં. ટીંકુ સસલો સૌ માટે ગાજર લઈ આવતો તો વળી ખિસકોલી સહુને અખરોટ ખવડાવતી.

રીમ્પી માછલીએ એક દિવસ તેનાં બધાં મિત્રોને કહ્યું, "તમે બધા આખો દિવસ જંગલમાં ફરો છો, તો ક્યારેક મારા તળાવની પણ સફર કરોને. મઝા પડશે." ટીંકુ સસલો કહે, "પણ એમને તો તરતા ન આવડે, અમે ડુબી જઈએ તો?" તો હરણભાઈ કહે, "આપણે પેલા હોડીવાળા ભાઈને વિનંતી કરીએ તો આપણને તળાવમાં ફરવા લઈ જશે. ચાલોને પ્રયત્ન કરીએ."

સૌ ભેગા થઈ તળાવ કિનારે બેઠેલા નાવિક પાસે ગયા. અને તળાવની સફર કરાવવા વિનંતી કરી.

નાવિક આટલા બધાંને જોઈ પહેલા ગભરાઈ ગયા. પછી સૌને લઈ જઈ તળાવની સફર કરાવી. સૌ પ્રાણીઓ તળાવની સફરથી ખુશ થઈ ગયા. રીમ્પી માછલી પણ પોતાના મિત્રોને તળાવમાં સફર કરતા જોઈ ખુશ થઈ ગઈ અને તળાવની અંદરના છીપલાનું સુંદર મઝાનું મોતી નાવિકને ભેટમાં આપ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Children