STORYMIRROR

Pravinkant Shashtri

Children Others

3  

Pravinkant Shashtri

Children Others

થ્રી ફ્રેન્ડ્સ.

થ્રી ફ્રેન્ડ્સ.

7 mins
23.3K


‘હિના, વ્હોટ હેપન્ડ, વ્હાય આર યુ ક્રાયિંગ ?’

તેર વર્ષની હિના, સ્કુલના લંચરૂમના ખૂણા પર બેસીને એકલી છાનીમાની રડતી હતી. એની ફ્રેન્ડ આર્યાએ એને દૂરથી જોઈ અને એની પાસે દોડી આવી. એણે રૂમાલથી આંખો લુંછી. ‘નથ્થીંગ, આઈએમ નોટ ક્રાયીંગ.’

આર્યા એના કરતાં બે ગ્રેડ આગળ હતી. હસતી રમતી કુદતી આર્યા સ્કુલમાં બધાની માનીતી ફ્રેન્ડ હતી. ઈન્ડિયન હોવાને નાતે હિના અને આર્યા એકબીજાને ઓળખતા હતા. બન્નેનો લંચ પિરિયડ સાથે જ હતો એટલે ઘણી વાર સાથે લંચ લેવાનું થતું. આજે હિના ખૂણા પરના ટેબલ પર બેસીને રડતી હતી.

‘હિના, ક્લાસમાં કંઈ થયું ? કોઈએ કંઈ કનડગત કરી ?’

હિના આર્યાને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. આર્યાએ એને થોડી વાર રડવા દીધી.

‘ટેલ મી, વોટ્સ ધ પ્રોબ્લેમ.’

‘માય પેરન્ટસ આર ટેઇકિંગ ડિવોર્સ.’

‘ઓહ ! હિના સ્ટોપ ક્રાયિંગ. અત્યારે ક્લાસમાં જા. વી વિલ ટૉક આફ્ટર સ્કુલ. આપણે સાંજે વાત કરીશું.’

આ વાત છે ત્રણ ટિનેજર બાળકીઓ અને એમના મા બાપના જીવનની.

વાત છે અમેરિકાના સાંપ્રત અને આગામી સમયના એંધાણની. વાત છે બદલાતી સંસ્કૃતિના પ્રવાહની. અને વાત છે ભાવી પેઢી અને આવતી કાલના સમાજની.

ચૌદ વર્ષના નિષ્ફળ લગ્નજીવન પછી હિનાના ડેડી મમ્મી, હિરેન અને મેઘા છૂટા પડવાના હતાં. હિરેન પેન્સિલવેનિયાના નાના ટાઉનની નાની બેન્કમાં બ્રાન્ચ મેનેજર હતો. વિધવા મા અને દીકરાની જીંદગી સાદી અને સીધી હતી. એક નાનું કેપકોડ મકાન પિતાજી છોડી ગયા હતા. હિરેન અમેરિકામાં દશ વર્ષની ઉમ્મરે આવ્યો હતો. બાર વર્ષની ઉમ્મરે એણે પિતા ગુમાવ્યા. આર્થિક અને કૌટુંબિક જવાબદારીને કારણે હિરેન કોલેજમાં આગળ અભ્યાસ કરી શક્યો નહિ. બેંકમાં નોકરી મળી ગઈ.

ચોવીસ વર્ષની ઉમ્મરે એ લગ્ન કરવા એના મૂળ વતન વડોદરા ગયો.

દૂરના લાગણીશીલ કાકાને મેઘાના પિતા સાથે ઓળખાણ હતી. મેઘાના પિતા ખમતા આસામી હતા. ઘરમાં કાર હતી, ચોવિસ કલાકનો ડ્રાઈવર કમ નોકર હતો. રાંધવા અને કામ કરવા સવાર સાંજ બાઈ આવતી હતી. મેધા બી.એ. થયેલી સામાન્ય દેખાવની યુવતી હતી. સુંદર દેખાવ અને અમેરિકન સીટીઝન વાળો સરળ સ્વભાવનો હિરેન કોઈને પણ ન ગમવાનો સવાલ જ ન હતો. માનો એકનો એક દીકરો હતો. બસ પાંચ સાત મિનિટના ઔપચારિક ઇન્ટર્વ્યુના નાટક પછી શરણાઈ વાગી. મંગળ ગીતો ગવાયા. હસ્તમેળાપ થઈ ગયો. મેઘા અમેરિકા અને રૂપાળા વરને પરણી ગઈ.

થોડા જ મહિનામાં મેઘા અમેરિકા આવી. સાસુજી એક ડોક્ટરની ઓફિસમાં પાર્ટ ટાઈમ કામ કરતાં હતાં. મેઘાની અમેરિકાની કલ્પના એટલે ઊંચા ભવ્ય આધુનિક મકાનો અને તેમાં અલ્ટ્રા મોડર્ન ફ્લેટ. એણે એક કાલ્પનિક સૃષ્ટિ સર્જી હતી. સાહ્યબી હશે. હિરેન તો બેન્કનો બ્રાન્ચ મેનેજર છે. ઘરમાં સર્વન્ટ હશે જ, કૂક પણ હશે જ. પાંચ દશ મિનિટના ઈન્ટરવ્યુમાં ખુલાસા વગરની માન્યતામાં કાલ્પનિક દુનિયા સર્જાઈ ગઈ હતી.

આવીને જોયું તો નાનકડું મકાન. રાંધવા વાળું કોઈ જ નહિ. જાતે જ ડિસીસ કરવાની, વેક્યુમ કરવાનું. બરોડાની બેંકમાં કામ કરનાર મેનેજરને ત્યાં તો કામવાળા આવું કામ કરતા હોય છે. પટાવાળાના બૈરાઓ પણ વગર પૈસે કામ કરી જાય. એક મોટો કલ્ચરલ શોક લાગ્યો. અપેક્ષા કરતાં અમેરિકા જુદું જ નીવડ્યું. આતો ડૂંગરાળ પેન્સિલવેનિયાનું એક ગામડું. મેઘાને સતત લાગતું કે આ અમેરિકા મારા સ્વપ્નાનું નથી. ઘર સાસુના નામ પર હતું. સાસુ પણ પાર્ટ ટાઈમ જોબ કરતાં. એનો જીવ ગુંગળાતો. એને જીવન બંધીયાર લાગતું. વ્યથાને વાચા મળી. વાસણો ખખડવા માંડ્યાં. બા સમજુ હતાં.

‘દીકરા, મેઘા મોટા શહેરમાં ઉછરી છે તું ન્યુયોર્ક કે ન્યુ જર્સીમાં નોકરી શોધ. મેઘાને ઈન્ડિયન કોમ્યુનિટિમાં કદાચ વધુ ફાવશે. હિરેનને ન્યુ જર્સીની બીજી બેન્કમાં જોબ પણ મળી ગઈ. બાથી જૂદો થઈ એપાર્ટમેન્ટમાં રહેવા ગયો. ગુજરાતી વસ્તી, ઈન્ડિયન રેસ્ટોરાંટ, નાટક સિનેમા અને શરૂઆતમાં સારું લાગ્યું. એક વર્ષના લગ્નજીવન જીવનમાં હિનાનો જન્મ થયો. એને તો દીકરો જોઈતો હતો. ફરી અસંતોષ. મને ડિવોર્સ આપી દે. મેઘા ન તો પત્ની બની શકી, નતો પ્રેમાળ મા બની શકી. તું અને તારી દીકરી અમેરિકા રહો. મને નથી ગમતું. મારે ઈન્ડિયા જવું છે. એ બે ત્રણ વાર એકલી ઈન્ડિયા જઈ આવી. ચાર છ મહિના રહેતી . પેન્સિલવેનિયાથી બા આવતા અને દીકરાની અને પૌત્રીને સંભાળતા.

છ મહિના પછી મા બાપ અને ભાઈ-ભાભી સમજાવીને પાછી મોકલતા. થોડો સમય સારું ચાલ્યું. ફરી પાછી એ જ રામાયણ. બસ રોજની જ જીદ અને તકરાર. આ અજંપા વચ્ચે બિચારી હિના માની ઉપેક્ષા વચ્ચે મોટી થતી ગઈ. હિરેન માટે તો હિના વહાલનો દરિયો હતી. છેવટે બન્ને એ છૂટા થવાનો નિર્ણય લીધો. આખરી ડિવોર્સ નિગોસીયેશન ચાલતું હતું. હિરેન હિનાને અમેરિકામાં જ રાખવા માંગતો હતો. હિના અમેરિકન સિટિઝન હતી. જો મેઘા હિનાને ઈન્ડિયા લઈ જવા માંગે તો ?

હિનાને એવો ખ્યાલ હતો કે છોકરાંઓએ તો માની પાસે જ રહેવું પડે અને ફાધર છોકરાંઓને મોટા કરવા માને પૈસા આપે. હિનાને તો ડૅડી સાથે જ રહેવું છે. એને ઈન્ડિયા નથી જવું. હિના ફફડતી હતી. હિનાનું ભવિષ્ય વકીલોની દલીલ અને કોર્ટના જજમેન્ટ પર લટકેલું હતું. તેર વર્ષની બાળકીને કશું જ સમજાતું ન હતું. સ્કુલ છૂટ્યા પછી પાર્કની બેન્ચ પર બેસીને ત્રણ ફ્રેન્ડસ વાતો કરતી હતી. હિના, આર્યા અને ડોરિસ. હિના તેની બે બહેનપણીઓ આર્યા અને ડોરિસ સાથે રડતાં રડતાં વાત કરતી કરતી હતી, ‘આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ટુ ઈન્ડિયા.’

‘આઈ એમ સ્યોર યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ ઈન્ડિયા.’ પંદર વર્ષની આર્યા એને સાંત્વન આપતી હતી. આર્યા એની ઉમર કરતાં વધુ પરિપક્વ હતી.

આર્યાની મૉમ બીના, સિંગલ મધર હતી. બાયોલોજીકલ પિતા અનુપને એ ડૅડી નહિ પણ અંકલ કહેતી.

અનુપ અને બીના બન્ને એક જ કોમર્સિયલ બિલ્ડિંગમાં જુદી જુદી ઓફિસમાં કામ કરતાં હતાં. બીના અને અનુપ અમેરિકામાં જનમ્યા હતાં. હાઈસ્કુલ પછી માબાપથી અલગ થઈ ડોર્મમાં રહીને ભણ્યા હતા. ઈન્ડિયન હતાં પણ ઘડતર અમેરિકન હતું. એક જ બિલ્ડિંગમાં એટલે ઓળખાણ થઈ. ફ્રેન્ડસ બની ગયા. સાથે લંચ લેવું. સાથે ડિનરમાં જવું. સાથે પાર્ટી, કોન્સર્ટ કે સ્પોર્ટસ ઇવાન્ટ્સમાં જવું કે રાત સાથે ગાળવી. અને એ મૈત્રીમાં ને મૈત્રીમાં જ આર્યાનો જન્મ થયો. બીનાને આનંદ હતો. કોઈ ગિલ્ટ નહિ.

‘બીના, લેટ્સ ગેટ મેરી.’

‘વ્હાય ? અનુપ, આપણે ફ્રેન્ડસ છીએ. અને ફ્રેન્ડસ જ રહીશું. તારે સ્વૈચ્છિક રીતે દીકરીના ઉછેરમાં જે ભાગ લેવો હોય એમાં હું ના નહિ પાડું. પણ આર્યાની જવાબદારી તો મારી છે. અને એ જવાબદારી નિભાવવા હું સક્ષમ છું. આર્યાને કારણે જ હું કોઈ લગ્નના ચોખઠાંમાં બંધાવા નથી માંગતી. વી આર ગુડ ફ્રેન્ડસ. આઈ લાઈક યોર કંપની. જો તારે દોસ્ત જોઈએ તો હું છું જ. જો વાઈફ જોઈએ તો તું લગ્ન કરી શકે છે. લગ્ન કર્યા પછી મારી સાથે તારે કેવો સંબંધ રાખવો એ નક્કી કરવા માટે તું સ્વતંત્ર છે.

પણ અનુપ અને બીનાએ લગ્ન નથી કર્યા. બન્ને હવે એક બિલ્ડિંગમાં કામ નથી કરતાં. બીનાની પ્રાઈવેટ પ્રેક્ટિસ છે. તેઓ બન્ને ડોમેસ્ટિક પાર્ટનર પણ નથી. બન્નેનું અંગત જીવન તદ્દન સ્વતંત્ર છે. એમના પોતાના બીજા મિત્રો પણ છે. દેશી સમાજ ન સમજી શકે એવી સમજુતી છે. અનુપે બીનાના બિલ્ડીંગમાં જ સ્વતંત્ર કોન્ડો લઈ લીધો છે. આર્યા બે કોન્ડો વચ્ચે દોડાદોડી કરતી મોટી થાય છે. કભી ઈધર કભી ઉધર. કોઈ રોકટોક નહિ, કોઈ અંકુશ નહિ. આર્યાનું અલગ વ્યક્તિત્વ ઘડાય છે. અનુપ નામ વગરના પિતા તરીકેની ફરજ બજાવે છે. પણ પિતા તરીકેનો હક્ક જમાવતો નથી.

ટિનૅજ આર્યા પણ જાણે છે કે અનુપ એના ડૅડી છે. એ વ્હાલથી હવે અનુપને અનુપ્પા કહે છે. રેકર્ડ પર બીના સિંગલ મધર છે. બીના અને અનુપ બન્ને આર્યાને પુશ્કળ પ્રેમ કરે છે. આર્યા ખુબ જ સ્માર્ટ છે. ત્રણ વર્ષ પછી પ્રિન્સ્ટોન યુનિવર્સિટિમાં જવાની છે. આજે એ હિનાને પોતાની સમજ પ્રમાણે આશ્વાસન આપી રહી છે.

આર્યાની સાથે એની બીજી ફ્રેન્ડ ડોરીસ પણ છે. એની અને એના પેરન્ટ્સની વાત જૂદી છે. એ બ્લેક છે. એની મા પંદર વર્ષની ટિનેજર હતી ત્યારે જ ડોરિસનો જન્મ થયો હતો. ડોરિસને એનો પિતા કોણ છે એ પણ ખબર નથી. કદાચ એની માને પણ ખબર ના હોય. એને જાણવાની જરૂર પણ નથી. ત્રણ વર્ષ મા-દીકરીએ સોસિયલ વેલ્ફેરવાળાએ કરી આપેલી વ્યવસ્થા પ્રમાણે ફોસ્ટર હોમમાં ગાળ્યા. ચર્ચ અને સોસિયલ સર્વિસિસ ડિપાર્ટમ્કેન્ટે નાનકડી નિર્દોષ ડોરિસનો હવાલો એની ગ્રાન્ડમધરને અપાવ્યો. આજે પંદર વર્ષની દીકરીની ત્રીસ વર્ષની મોમ નર્સિંગ કોલેજમાં ભણે છે. મા દીકરી બન્ને પરસ્પર “ગુડ ફ્રેન્ડ્સ” બની ગઈ છે.

જે ભૂલ એણે કરી તે દીકરી ના કરે તેની તમામ સમજ ડોરિસને સ્પષ્ટ શબ્દોમાં આપી છે. આવતે વર્ષે ડોરિસની મોમ લગ્ન કરવાની છે. અને ડોરિસ મોમની બેસ્ટ ફ્રેન્ડ તરીકે, “મૅઇડ ઓફ ઓનર” બનવાની છે. મહિનામાં એકવાર મા-દીકરી ભેગા મળે છે. સાથે લંચ અને ડિનર લે છે. કોઈકવાર મૉમનૉ ફિયાન્સ બીલ પણ એમની સાથે જોડાય છે. ડોરિસ એને “મિસ્ટર મોર્ટન” તરીકે સંબોધે છે. ત્રણે ભેગા મળી મૉમના લગ્નનું પ્લાનિંગ કરે છે. ત્રીસ વર્ષની મા માટે પંદર વર્ષની દીકરી જ વેડિંગ ગાઉન પસંદ કરે છે.

સિંગલ પેરન્ટ્સના બાળકો ધારવા કરતાં ઘણી ઝડપથી મોટા થઈ જાય છે. આર્યા હિનાના માથા પર હાથ ફેરવતાં ફેરવતા કહેતી હતી; ‘પેરન્ટસને તેમની લાઈક ડિસલાઈક હોય છે. એમની પોતાની પર્સનલ લાઈફ હોય છે. હવે આપણે બેબીઝ નથી રહ્યા. વેરી સુન યુ વીલ બી એઈટીન બીફોર યુ નો. યુ મે નોટ લાઈક સમથીંગ એબાઉટ ધેમ બટ લાઈક એન્ડ લવ ઈઝ ડિફરન્ટ. તેઓ એકબીજાની સાથે હોય કે જૂદા. લવ ધેમ. ડોન્ટ વરી. મને ખાત્રી છે કે તારે અમેરિકા છોડીને ઈન્ડિયા જવું નહિ પડે. આઈ એમ યોર ફ્રેન્ડ, આઈ એમ યોર બીગ સિસ્ટર. હું તને મારાથી થાય એટલી હેલ્પ કરીશ. ચાલ સ્માઈલ કર.’

…અને હિનાને સમવયસ્ક કાઉન્સલિંગ મળી ગયું. હળવી થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Children