તહેવારની ઉજવણી
તહેવારની ઉજવણી
એક વખત અનિતા અને અનુજ રાત્રે જમીને બેઠા હતા. તેઓ તહેવારની ઉજવણી વિશે યોજના બનાવી રહ્યા હતા. ત્યાં અનુજ કહે," આપણાં લોકમાં હવે તહેવારની ઉજવણી માત્ર દેખાદેખીનું કારણ બની ગઈ છે. તહેવાર ઉજવવા પાછળનો ઉદ્દેશ ભૂલતા જાય છે."
અનિતા કહે," એ વળી કઈ રીતે ? હાલ સમાજના દરેક લોકો તહેવાર ઉજવે જ છે. તો શું ભૂલાતું જાય છે."
અનુજ કહે,
"उत्सव प्रिय खलु मनुष्या।"
ગુજરાતના લોકો ઉત્સવપ્રિય છે. તહેવાર આવે એ અઠવાડિયા પહેલાં જ તેઓ તૈયારી ચાલું કરી દે. આને ઉત્સાહમાં આવી જાય. પ્રાચીન સમયમાં તહેવારનું જે મહત્વ હતું. તે સમયે તહેવારની જે રીતે ઉજવણી થતી. એ અત્યારે જોવા મળે છે ખરી..!
તહેવારની ઉજવણી તો અત્યારે પહેલા કરતા પણ વધારે ઉત્સાહ અને આનંદ સાથે થાય છે. પણ હાલ તહેવારનું મહત્વ ભૂલાતું જાય છે. અને દેખાદેખીની ઉજવણી વધું થાય છે.
આજે આપણે જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી, હોળી ધૂળેટી વગેરે પ્રખ્યાત તહેવારો ધામધૂમથી દરેક શહેરમાં અને ગામડામાં ઉજવવામાં આવે છે. પરંતું એ શા માટે ઉજવવામાં આવે છે. એનું મહત્વ શું ? એ કોઈ જાણતાં નથી. બધાં લોકો ગરબા રમે છે, તો આપણે પણ રમીએ. શું આ તહેવારની ઉજવણી યોગ્ય છે ખરી...!
આપણી ભાવિ પેઢી તહેવારનું મહત્વ સમજે. તેની યોગ્ય આનંદ સાથે ઉજવણી એ જોવાની જવાબદારી આપણાં સૌની છે. દરેક તહેવાર ઉજવવા પાછળનો હેતુ સૌ જાણે એ જ કરીએ ઉત્સવ ઉજવણી...!
