STORYMIRROR

Kinjal Patel

Drama Romance Tragedy

2  

Kinjal Patel

Drama Romance Tragedy

તારી યાદ​

તારી યાદ​

1 min
15K


બસ એક અલગ અહેસાસ થાય છે, જ્યારે પણ એવું કંઈક જોઉં છું જે તને પસંદ છે ત્યારે તારી યાદ આવે છે,

જ્યારે પતંગિયાને ફૂલ પરથી ઉડતાં જઉં છું ત્યારે તારી યાદ આવે છે, એમ લાગે છે જાણે તું અહીં જ છે,

જ્યારે સૂરજનું પહેલું કિરણ જઉં છું ત્યારે તારી યાદ આવે છે, એવી જ રીતે જ્યારે તેં મારાં જીવનમાં પ્રવેશ કર્યો હતો,

જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ પડે છે ત્યારે તારી યાદ આવે છે, જાણે વર્ષોથી ઉનાળાનાં તાપમાં તપતી ધરતીને શાતા મળી ગઈ હોય,

જ્યારે કોઇ પંખીનાં જોડાને સાથે જોઉં છું ત્યારે તારી યાદ આવે છે, એમ લાગે છે કે કદાચ મારાં નસીબ કરતાં એનાં નસીબ સારાં છે કારણ કે એની સાથે પોતાની જીવનસંગિની છે,

તારી યાદ ક્યારેય દુઃખ નથી આપતી કારણ કે એ યાદોમાં તું છે, પણ તારાં ના હોવાનાં વિચારથી તૂટી જઉં છું છતાંય ફરીથી પોતાને સંભાળી લઉં છું. કારણ, જો હું તૂટી જઈશ તો તને યાદ નહીં કરી શકું. તારી યાદનાં સહારે જ તો જીવી રહ્યો છું અને આગળ પણ જીવતો રહીશ.

આપણે ફરી મળીશું વિશ્વાસ છે મને, જ્યારે હું આ દુનિયા છોડીશ ત્યારે તું મને સૌથી પહેલાં મળીશ હાથમાં મહેંદી લગાવીને.

બહું યાદ કરૂં છું તને, રોજ યાદ કરૂં છું.

કસમથી.


Rate this content
Log in

Similar gujarati story from Drama