Mrugtrushna Tarang

Abstract Inspirational Others

3  

Mrugtrushna Tarang

Abstract Inspirational Others

સ્વચાલક

સ્વચાલક

1 min
11


સૃષ્ટિ બનાવ્યાંનાં સાતમા દિવસે ઈશ્વરને એકલતા નડી. એકાંત દૂર કરવા કંઈક કરવું રહ્યું એવું વિચાર્યું. અને એક સ્વચાલક યંત્ર બનાવવાનું નક્કી કર્યું. અને, ત્યાં તો સાંજ પડી ગઈ. વિશ્રામ કરી રહેલ વિષ્ણુ ભગવાનને ચિંતાતુર અવસ્થામાં જોઈ લક્ષ્મીજીને ભગવાનનાં અંતર્મનમાં જઈ જોવાનો વિચાર સળવળ્યો.

બીજે દિવસે પરોઢે વિષ્ણુ ભગવાનની ભીતર રહેલા લક્ષ્મીજીએ સ્વચાલક યંત્ર બનાવતા વિષ્ણુને જોઈ આશ્ચર્ય થયું. યંત્ર સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું. હવે કેવળ એમાં 'વાચા' મૂકવાની શેષ હતી.

ત્યાં લક્ષ્મીજી પ્રગટ્યા. અને, વિષ્ણુ ભગવાનને યંત્રની વિશેષતાઓ પૂછી.

એક પછી એક એમ ઘણી બધી વિશેષતાઓ જણાવી વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયાં.

લક્ષ્મીજીને 'વાચા' સાથે 'બુદ્ધિ' પણ રોપિત કરી યંત્રમાં. અને, સરસ્વતી દેવીનું આહ્વાન કર્યું.

બ્રહ્મા અને શિવજીને પણ એ નવીન યંત્રમાં રસ જાગ્યો. અને, એમણે યંત્ર જોઈ એમાં 'ભાવ' અને 'સંવેદના' રોપિત કરી.

સમગ્ર દેવગણ ત્યાં ઉપસ્થિત થઈ ગયું. દેવી દેવતાઓ સ્વચાલક યંત્ર જોઈ મંત્રમુગ્ધ થઈ ગયાં.

પણ, સહુને કંઈક ખૂટતું હોય એવું લાગ્યું. અને, આખરે, ભગવાન વિષ્ણુએ એમાં 'જીવ' પૂર્યો.

'આત્મા' બની એમાં વાસ કરવાનું શરૂ કર્યું. અને,

એ સ્વચાલક યંત્ર માણસ બની આ ધરા પર અવતરિત થયો.

બોલો સિયાવર રામચંદ્ર કી જય..

બોલો જય હનુમાન કી જય..

બોલો શિવશક્તિ કી જય...

બોલો રાધેકૃષ્ણ કી જય.


Rate this content
Log in

Similar gujarati story from Abstract