Mrugtrushna Tarang

Children Stories Fantasy Thriller

4  

Mrugtrushna Tarang

Children Stories Fantasy Thriller

793 કેરેટ કોહ-એ-નૂર

793 કેરેટ કોહ-એ-નૂર

9 mins
43


  - દિવાળી અને ટાઈમટ્રાવેલ -

 ઈશ્વરી : 'આ વખતની દિવાળીમાં આપણે બધાં ક્યાંક ફરવા જઈએ એવું વિચારી રહી છું.'

સંપર્ક : 'પણ ક્યાં અને કેવી રીતે? એનો પણ વિચાર કરવો રહ્યોં ને !'

ઈશ્વરી : 'તને યાદ છે સ્કૂલના પ્રોજેકટ માટે તેં વિશ્વનાં લગભગ બધાં જ કોન્ટીનેન્ટ્સમાં વપરાતી સ્ટૅમ્પસનું કલેક્શન કર્યું હતું !'

સંપર્ક : 'હા, પણ એનું અહીંયા શું કામ?'

ઈશ્વરી : 'ચાલ, ક્યાં મૂક્યું છે એ કહે એટલે હું કરમચંદ જાસૂસ બનીને એને શોધવાનું આરંભ કરું.'

સંપર્ક : 'હશે ક્યાંક અહીં તહીં, કદાચ ન પણ હોય, કેટલા વર્ષો થૈ ગ્યાં, હવે કોણ સંભાળી રાખે એને?'

ઈશ્વરી : 'સંભાળનાર તું જ. ચાલ ચાલ, હવે નાટક બંધ કર અને શોધવામાં મદદ કર. તું ય જાણે છે ને હું ય બહુ સારી રીતે જાણું છું કે, તને તારી બધી જ વસ્તુઓ કાળજીપૂર્વક સંભાળીને પેટીપેક રાખવાની કુટેવ છે.'

સંપર્ક : 'એ કુટેવ જ અત્યારે કામે લાગી રહી છે હોં બેનબા, તો બહુ ચપડચપડ નૈં બોલવાનું હોં !'

ઈશ્વરી : 'અરે હા મારા વીરા ! હવે જલ્દીથી ભસ ને કે કયે મેડે ચઢાવી છે કે પછી કોઈ ગુપ્ત સ્થાને કે ચોરખાનામાં પીળા રૂમાલમાં ગાંઠ મારીને લપવી છે, કાં !'

દેવાંશ : 'દીદી, ભૈયા, શું શોધી રહયા છો ! મને પણ કહો ને, હું ય મદદ કરું થોડી.'

ઈશ્વરી : 'દેવુ, મારો લાડકો નાનો ભાઈલો ! તું કાર્ટૂન જો હં, હમણાં તારી જરૂર નથી, હશે ત્યારે નક્કી તને જ બોલાવશું હોં, હવે જા.'

સંપર્ક : 'તારે તો છેને પુરાતન વિભાગમાં જ નોકરી કરવા જેવી હતી. ક્યાં નાસા ને ક્યાં ઐતિહાસિક પુરાતત્ત્વનાં આર્ટિફેકટ્સ ! !'

દેવાંશ : 'દીદી, કહોને એ શું હોય આર્ટિફેક્ટ્સ?'

નિમરત : 'દે...વાંશ, ઓ દે...વાંશ ! ક્યાં છે તું?'

દેવાંશ : 'આ નીમૂડી અહીં ક્યાં આવી ગઈ, માથું ખાઈ જશે મારૂં ! ભાગ દેવુ ભાગ, છુપાઈ જા, નૈં તો આજે તું મર્યો જ સમજ' - બબડતો દેવાંશ ઊભી પૂંછડીએ ભાગ્યો... એની પાછળ એની બાળપણની ફ્રેન્ડ નિમ્મો ય ભાગી.

ઈશ્વરી : 'હાશ ! ગયો દેવુ, ચાલને ભઈલા થોડી ઝડપ વધારને, નૈં તો ફરી દેવુ આવી જશે ને આખા ફળિયામાં જગજાહેર થૈ જાશે કે આપણે દિવાળીની રજામાં બહારગામ જવાનો પ્લાન કરી રહ્યાં છીએ...ને'

સંપર્ક : 'હા, ને બા બાપુજીને ખબર પડી તો...તો... એક્સ્ટ્રા કલાસ લગાવી દેશે...ચાલ ચાલ ઝપાટો કર.' કહી પોતાની જોડ્યાં બહેન ઈશ્વરીનો હાથ ઝાલી વરંડામાં પાછળની બાજુએ આવેલ વખાર ઉપરની મેડીએ ચઢે છે. હાથ દઈ ઈશ્વરીને ય ઉપર તરફ ખેંચે છે.

     મેડા પર કૈં કેટલીયે વસ્તુઓનો મેળો ભરાયો હોય એમ બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું. બા ન્હોતા એટલે કદાચ આ દિવાળી આવતા પહેલા કોઈએ સાફસફાઈ પણ નથી કરી. - ઘણી બધી પેટીઓને આઘીપાછી કર્યા બાદ સંપર્કને એની બાળપણની એલ્યુમિનિયમની પેટી મળી આવે છે, જેનાં પર ઢગલો ધૂળ જામેલી છે.

 સંપર્ક : 'ઈશુ, મ્હોં ઢાંક નૈં'તો દિવસભર એકસામટી પચાસેક છીંકો ખાતી રહીશ.'   

 ઈશ્વરી : 'હા, હા, બહુ વેવલો થા મા !'

   પેટીમાંથી એક નૈં, બે નૈં, ત્રણ નૈં, ઢગલો સ્લેમ બુક, પ્રોજેકટ બુક અને યુગો જૂની ઘડિયાળો, રમકડાના સિપાહીઓનાં પૂતળાં, ભમરડાં અને લખોટીઓ....એવું ઘણું બધું મળ્યું. ઈશ્વરીને તો મજાહ પડી ગઈ. માંગ્યું'તુ એક અને મળી ગ્યું અનેક ! ! - ઈશુએ ભગવાનનો પાડ માનતાં માનતાં આખી પેટી હાથમાં લઈને ધડામ દેતો ભૂસકો માર્યો. અને ભાગીને વખારની પાછળની ઓરડીમાં ઘુસી ગઈ અને હળવેકથી દરવાજો વાસી દીધો.

      એ ઈશુ ! ઓ ઈશ્વરી ! ની બૂમો પાડતો સંપર્ક એની પાછળ દોડ્યો પણ ઈશુ ક્યાં લપાણી એ ન સમજાતાં પગ પછાડી દીવાનખંડમાં બા પાસે મોઢું ચઢાવીને બેઠો. બા એ એકવાર બોલાવ્યો, પણ કોઈ જવાબ ન મળતાં પોતાના કામે લાગી ગયાં, ફરી ન બોલાવ્યો એટલે સંપર્ક હજુ ચીઢાયો.

      'ઓ માડી રે !' ની રાડ બધાંએ સાંભળી અને એ તરફ દોડ્યાં પણ ખરાં, પણ અવાજની દિશામાં કશું જ ન જડ્યું એટલે ભ્રમ સમજી બધાં પોતપોતાના કામે લાગી ગ્યાં. સંપર્ક અવાજ ક્યાંથી આવ્યો એ સમજી ગયો એટલે ગપચુપ વખારની પાછળવાળી ઓરડીમાં ગયો.

        ત્યાં જે જોયું એ જોઈને એ વધુ ગભરાયો. ચીસો પાડવા ગયો પણ મોઢામાંથી અવાજ જ ન નીકળ્યો. નકશાઓ ઉપર ચોંટાડેલી સ્ટેમ્પસ વાળી સ્લેમ બુક હવામાં જાદુઈ ચટાઈની જેમ તરી રહી હતી, અને લાકડાનાં રમકડાંઓ તેમ જ હાથવેંતનું રોકેટ પણ કાગળનાં હોય એમ અહીં તહીં ઊડી રહ્યાં હતાં ! - ત્યાં એણે "સેમ, બચાવ ! મને બચાવ, હું પડી જઈશ." જેવી ચીસો સાંભળી, ઉપર નીચે, આજુબાજુ બધે નજર ફેરવી પણ, કોઈ દેખાયું નૈં ! એટલે ગભરાતો ગભરાતો સેમ એટલે સંપર્ક ત્યાંથી ભાગી છૂટ્યો.

        સંપર્કના ગયા પછી રૉકેટને લટકતાંની સાથે જ ઈશુ પણ એક હાથવેંત જેટલી જ સાઈઝની બની ગઈ હતી, પણ એને એ ધ્યાનમાં જ નહોતું, એટલે ઈશુ નીચે ઉતરવાનો પ્રયત્ન કરતી રહે છે, કહેવત છે ને આપ મુએ વગર સ્વર્ગે ન જવાય.- બસ એવી જ ગત ઈશુની થઈ ગઈ હતી. જેટલા પ્રયાસો નીચે આવવાના કરતી એટલું રૉકેટ ઉપર તરફ જતું. એટલે એણે રૉકેટને આડું કર્યું કે તરત જ ખુલ્લા દરવાજેથી રૉકેટ બહાર ગયું અને ઉડવા લાગ્યું ઊંચે આકાશે. હવામાં ઉડવાની મજા તો આવી રહી હતી ઈશુને એ સાથે વાદળોની વચ્ચેથી નીચે પડવાનો વિચાર સુધ્ધાં ગભરાટ ઊભો કરી રહ્યો હતો, એટલે ઈશુએ આંખો બંધ કરી પોતાની પકડ રૉકેટ પર હજુ મજબૂત કરી.

      રાત પડી ચૂકી હતી અને મુસાફરીથી થાકેલી ઈશુ આમજ આસમાનમાં જ ઊંઘી ગઈ. રૉકેટ પણ જાણે કોઈ જાદુગરનો હુકમ માનતો હોય એમ હવામાં ક્ષણનાં છઠ્ઠા ભાગમાં સ્થિર થઈ પ્લેનની જેમ ધીમે ધીમે નીચે લેન્ડ થવા લાગ્યું એ જગ્યા ભારતથી કોસો દૂર આવેલ કાબુલ શહેરના મહેલમાં આવીને સ્થિર થઈ ગયું.

      સવારે ઠપ ઠપ નો જીરદાર અવાજ ઈશ્વરીનાં કાને પડ્યો, 'દેવાં....શ ! કેટલીવાર કહ્યું છે કે ઠપ ઠપ અવાજ કરીને નૈં ચાલવાનું.' કહી ઈશુએ એક કિલોનું વજન ધરાવતી પાંપણોને ફરી બીડી દીધાં. ત્યાં ફરી એવોજ પણ મોટો અવાજ સંભળાયો એટલે સફાળી ઊભી થૈ દેવાંશ ના નામનો સાદ પાડે એ પહેલા તો રૉકેટ સાથે જોડાયેલો એનો હાથ હવામાં આમજ ફંગોળાય છે અને એ હકીકતથી રૂબરૂ થાય છે કે એને ગઈકાલ સાંજની ઘટેલી સંપૂર્ણ ઘટના યાદ આવી જાય છે.         

         પોતાનાને ઘરમાં ન ભાળતા અનાયાસે જ એના મ્હોમાંથી તીણી ચીસ નીકળી જાય છે, અને મહેલમાં હલચલ મચી ઉઠે છે ! અવાજ ક્યાંથી આવ્યો? કોણે કાઢ્યો? અફરાતફરી મચી જાય છે... સૈનિકો આમથી તેમ ભાગમભાગી કરવા લાગ્યાં. પાછળથી એક મહાકાય રાજા જેવો ગણવેશ પહેરીને ચોકમાં આવે છે. ત્રણ તાળીઓ વગાડતામાં જ બધી દિશાઓમાંથી ચાર - છ - આઠ એમ ટુકડીઓમાં સૈનિકો હાજર થઈ ગયા. ઈશુ પોતાની આંખો ચોળી ખાતરી કરવા માંગે છે કે ખરેખર એ કોઈ ફિલ્મ જુએ છે કે સાચે જ આ એક હકીકતમાં ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે અને એ મૂક પ્રેક્ષકની જેમ ફક્ત દૃશ્ય નિહાળી રહી છે.

          સૌથી મોટો બૂટ પહેરેલો એક સિપાહીનો પગ અચાનક એની એકદમ બાજુમાં મૂકાયો. ધરતીકંપ થયો હોય એમ ઈશુ ઉપરથી નીચે સુધી કંપી ઉઠે છે. અને આ સ્વપ્ન નથી વાસ્તવિકતા છે, અને એ પોતે કાબુલના શાહશુજા જે 1773માં સત્તા પર આવ્યા અને એમના દરબારમાં ઊભી છે જ્યાં એનો ભાઈ ફૌજી ષડયંત્ર દ્વારા એને મારી પોતે સત્તાધીશ બનવાની તજવીજ કરી રહ્યો છે. અને એ પણ કોહ -એ-નૂર મેળવવા માટે ! !

          સિપાહી અને બાકીનાઓ સામે પોતાનાને ફક્ત 6 -7 ઈંચની જુએ છે એમાં હજુ આશ્ચર્યચકિત થૈ જાય છે. અને આવું કેવી રીતે બન્યું, હું ક્યાં છું? એવા બધા વિચારોમાં એને સ્નોવાઈટ અને સાત બૌનાંવાળી ફેન્ટસી વાર્તા યાદ આવી ગઈ. તેમ પોતે ટાઈમ ટ્રાવેલિંગ દ્વારા 1773ના સમયગાળામાં આવી ગઈ છે એ તથ્યના પુરાવા માટે પોતાનાં મોબાઈલ ફોનથી એ આખું દૃશ્ય પેનોરામા દ્વારા ક્લિક કરી રાખે છે. પ્રકાશના આટલા બધા ચમકારાઓ સાથેના ક્લિક ક્લિકના અવાજથી સિપાહીઓ સાવચેત થઈ ઝીણવટથી બધી જગ્યાએ ફાંફા મારે છે. કશું ન મળતા શાહશુજા પોતાના ભાઈથી પીછો છોડાવવા લાહોરના રાજા સાથે સંધિ પ્રસ્તાવ કબૂલ કરે છે કે શાહશુજા જો રાજગાદી પર બેસશે તો એ રાજા રણજીતસિંહ ને પોતાનો કિંમતી કોહ એ નૂર ભેંટ સ્વરૂપે આપશે.

           ઈશુની સમયસૂચકતાને કારણે એ રૉકેટની મદદથી ઊડી જાય છે. અને શાહશુજા પહેલા લાહોરના રાજા રણજીતસિંહના દરબારમાં પોતાની જાસૂસી નું પ્રમાણ આપવા જાય એ પહેલા જ શાહશુજા સાથે રાજાની દોસ્તી કુબુલ થતી જોઈ ચુપચાપ કોહ એ નૂરના સ્વદેશ યાત્રાની સાક્ષી બને છે. રણજીતસિંહ સાથેની લડાઈ બાદ શાહશુજા વચન પરસ્તી કરી કોહ-એ-નૂર રાજાને સુપ્રત નથી કરતો, અને યુદ્ધમાં કૈદી બને છે. આમ, કોહ એ નૂર જેનું નામ અપભ્રંશ નામકરણ કોહિનૂર બન્યું...લગભગ પોણોસો વર્ષ બાદ સ્વદેશ પહોંચે છે અને એ પણ યોગ્ય વ્યક્તિનાં હાથમાં પહેરેલ બ્રેસલેટમાં જડતર રૂપે.

        શાહશુજા કેદથી ભાગી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને શરણે જાય છે, અને રાજા રણજીતસિંહ પાસેના કોહ એ નૂર વાળી વાત જાહેર કરી સર ડેલહાઉઝીના મનમાં લાલચ અને લોભ પેદા કરવામાં કામયાબ બને છે, આમેય શીખ સામ્રાજ્યથી બ્રિટિશસર્સ ચિંતિત હતા જ, એમાં આ કારણ પણ મળી ગયું, એટલે રાજા રણજીતસિંહ સાથે લડવું તેમજ જીતવું લગભગ અશક્ય હતું, ત્યાં રાજા રણજીતસિંહ મરણપથારીએ પોતાના દરબારીઓને પોતાની અંતિમ ઈચ્છા જાહેર કરે છે કે આ કોહ એ નૂર જગન્નાથજીનાં મંદિરમાં પધરાવી દ્યો, પણ કોઈનું જીગર ચાલતું નથી, અને આખરે 27 જૂન 1839 એમનું મૃત્યુ થાય છે એમની પાંચ પત્નીઓમાંથી ચાર એમની પાછળ સતી થૈ ગઈ, પાંચમી રાણી પોતાના 10 મહિનાના પુત્ર દુલીપસિંહનો આશરો બનવા જીવંત રહે છે.

          ઈશુને ન તો ભૂખ લાગે છે કે ન તરસ...1839 થી 1843ના ગાળામાં રાજા રણજીતસિંહના છ વારસદારો વારાફરતી મૃત્યુને મુખે જાય છે અને 5 વર્ષના દુલીપસિંહનો વારો આવે છે રાજગાદી સંભાળવાનો અને ત્યારથી શીખ શાસનના પતનની પણ તૈયારી મુકમમલ બને છે. આ બધી ઘટનાઓનો પેનોરમા ફોટો કાઢવામાં જ એનો આખો દિવસ પૂરો થૈ જાય છે. રાત પડે છે થાકેલી ઈશ્વરી રોકેટને માથું ટેકવી જેવી પોતાની હથેળી ઘસે છે રૉકેટ ફરી ઊંચે આસમાને ઉડવા લાગે છે, અને ઊંચાઈનો ફોબિયા ન હોવા બાદ પણ ઈશુ ખુલ્લી આંખે પેરા ગ્લાઈડિંગની તીવ્ર ઈચ્છા ધરાવતી હોવા બાદ પણ હમણાં મજા નથી માણી શકતી અને ફરી રૉકેટને ટાઈટ પકડી ઊંઘી જાય છે.

          સવારે 7 વાગ્યે બાનાં મંત્રોચ્ચાર સાંભળી સફાળી ઊભી થૈ દોડતી બા પાસે પહોંચે ત્યાં સુધીમાં તો ઘરનાં બધાં જ એને જોઈ જાણે મંગળ ગ્રહથી કોઈ અજાયબ પ્રાણી આવ્યું હોય એમ સૌ એની સામે એકટક જોતા રહી જાય છે. બા જે ક્યારેય ન રડનારા આજે એમના આંસુ રોકાતા નથી. બાપુજી ઈશુને આખા શરીરે બસ ચુમ્યા જ કરે છે, એમને શું કોઈને ય વિશ્વાસ નથી બેસતો કે એમની લાડલી ઈશુ જીવતી પાછી ફરી છે !

          બા અને બાપુજી ઉંમરમાં હજુ વધારે ઘરડાં લાગી રહ્યા હતા, દેવાંશ નાના છોકરામાંથી યુવક થઈ ગયો હતો, સંપર્ક તો બે જોડ્યાં બાળકોનો પિતા બની ગયો'તો ! ! અને પોતે ગઈકાલે તો ઊડતી ગઈ'તી ને આજે ત્રીજે દિવસે પાછી ફરી છે, તો આટલું બધું પરિવર્તન ક્યાંથી કે કેમ શક્ય છે !

          અચાનક એની નજર આજનાં ન્યૂઝપેપર પર પડે છે ત્યારે ધ્યાનમાં આવે છે કે એ ત્રણ દિવસે નૈં પણ પાંચ વર્ષે પાછી ફરી છે. પોતાની ટાઈમ ટ્રાવેલની વાતોમાં એ બધા ફોટાઓ અને રેકોર્ડિંગસ સૌને સંભળાવે છે. બીજે દિવસે મિડિયામાં પણ એના પર આખો એક પાનાંનો મોટ્ટોમસ લેખ ફોટાઓ સાથે આવે છે, મોટામોટા લોકો ઈશુનો ઈન્ટરવ્યૂ લે છે, અને ઈશુ પ્રખ્યાત થઈ જાય છે.

          આ બધામાંથી પરવારી સંપર્કને લઈને ફરી એકવાર એ વખાર પાછળના ઓરડામાં જાય છે, પણ આ વખતે ત્યાં કશું જ શેષ નહોતું રાખ્યું. સાફસફાઈ કરીને રેસ્ટ રૂમ બનાવી દેવાયો હતો. ઘરમાં વણકહયો નિયમ બની ગયો કે જૂનો સામાન કોઈ પણ હિસાબે સંઘરી નહીં રાખવાનો, અને દિવાળીમાં કોઈ કરતા કોઈ ફટાકડાં નૈં ફોડે પ્રદુષણ ઘટાડવા માટે નૈં, ઈશુને ગુમાવવાની સજા રૂપે !

          આવતી દિવાળીએ ઈશ્વરીએ બધાને મનાવી લીધાં અને ફટાકડા ય ફોડયાં પણ રૉકેટ નહીં...

પણ,

ઈશ્વરીને એક વાતનો આત્મસંતોષ છે કે એણે પોતાની નજરે કોહ - એ - નૂર જોયો અને એ ટાઈમ ટ્રાવેલર પણ બનવામાં સફળ થઈ શકી.


Rate this content
Log in