Mrugtrushna Tarang

Comedy Drama

3.5  

Mrugtrushna Tarang

Comedy Drama

લાય ડિટેક્ટર

લાય ડિટેક્ટર

2 mins
20


રાજસ્વી વિચારો ધરાવનાર એક રાજસ્વી વર્મન વૈજ્ઞાનિકે રોબોટિક્સ વિષય પર રિસર્ચ શરૂ કર્યું. વર્ષોથી એક જ રોબોટને ટ્રેઈન કરવા તેમજ એને ડેવલપ કરવામાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ ગયો.

રિસર્ચ સેન્ટર તરફથી અંતિમ તારીખ પણ ક્રોસ થઈને બે અઠવાડિયા વીતી ગયાં. હવે એક્સ્ટેનશન મળવાની શક્યતા નહિવત હતી. અંતિમ પ્રયત્નરૂપે વૈજ્ઞાનિક રાજસ્વીએ એચઓડી રાજરમનને વાત કરી જોઈ.

ચોવીસ કલાકને બદલે બાર કલાક મળ્યાં હતાંં ફક્ત. તનતોડ મહેનત કરી એક રોબોટ તૈયાર કરવામાં આવ્યો - 'લાય ડિટેક્ટર'

ટ્રાયલ માટે પોતાનાં પુત્ર તથા પત્ની પર અજમાઈશ કરવાનું વિચારી રાજસ્વી વર્મન અનુસરણ કરવા રેમિ રોબોટ ઘરે લઈ ગયો.

નવી શોધ વિશે વિશેષ જાણવા માટે પત્ની તેમજ ટીનએજ પુત્ર ઘણો ઉત્સાહિત હતો.

રેમિ રોબોટની વિશેષતા કાર્યરત થાય પછી જણાવવી એવું વિચારી રાજસ્વીએ ખુશનુમા સાંજે ભોજન કર્યા બાદ ડેઝર્ટ ખાવા ટાણે તેનો પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો.

પિતા પુત્ર તેમજ પત્ની ચૂપચાપ ઠંડા ઠંડા આઈસ્ક્રીમ સાથે ગરમાગરમ ગુલાબજામુનનું ડેઝર્ટની મજા માણી રહ્યાં હતાંં.

યકાયક,

પિતા-:- દીકરા, આપ આજે શાળાનાં સમય દરમિયાન રીસેસ બાદ ક્યાં હતાં ?

પુત્ર-:- શાળામાં !

રેમિ રોબોટે પુત્રને થપ્પડ માર્યો.

પુત્ર અવાક થઈ જોઈ રહ્યો. રોબોટ લાય ડિટેક્ટર છે એ સમજતાં સહેજેય વાર ન લાગી એને.

પોતાનો જવાબ સુધારતાં એ બોલ્યો...

પુત્ર-:- ઓકે ! હું મારા મિત્રના ઘરે ઈંગ્લિશ ફિલ્મની ડીવીડી જોતો હતો.

પિતા-:- કયું મુવી ?

પુત્ર-:- 'કુંગ ફુ પાંડા'.

રેમિ રોબોટે પુત્રને ફરીથી એક થપ્પડ ચોડી દીધો.

પુત્ર-:- ઓકે ! તે એક 'શૃંગારિક ફિલ્મ' હતી.

પિતા-:- (આશ્ચર્યજનક સ્વરમાં) શું ! ? જ્યારે હું આપની ઉંમરનો હતો ત્યારે મને ખબર પણ નો'તી પડતી કે શૃંગારિક મૂવી કોને કહેવાય ! ?

રેમિ રોબોટે પિતાને ય તમાચો મારી દીધો.

પતિ તથા પુત્રનું ઝૂઠ પકડાતા મિસિસ રેવતી વર્મન પણ ઉલ્લાસિત થઈ ઊઠી. ખુશીથી તાળીઓ પાડવા લાગી.

ત્યાં,

માઁ-:- હા...હા...હા...હ.હા. તે છેવટે આપનો જ પુત્ર છે !

રેમિ રોબોટે માઁને થપ્પડ મારી દીધો.

...

"લાય ડિટેક્ટર તરીકેનો રોબોટ બનાવી ગુનો કર્યો કે નહીં એ તો ખબર નથી સાહેબ. પણ, એક લેસન નક્કી મળ્યું કે, લાય ડિટેક્શનનો પ્રયોગ ઘરમાં ન કરવો."

રોબોટિક્સ ડિપાર્ટમેન્ટનાં એચઓડી વર્મનની સંજીદગી જોઈ અવાક થઈ ગયાં. આગળ કંઈ બોલે એ પૂર્વે તો એમનાં ટેબલ પર એક એન્વલપ જોઈ શું કહેવું, શું નહીં, એ ગડમથલમાં હતાંં.

ત્યાં, "વર્ષોની તપસ્યા સમાજ તથા વિશ્વ માટે કારગત નોવડશે, એજ મારું ઘર તોડવાનું કારણ બનશે. એ જાણી સહુથી વધુ પીડા હાલ હું અનુભવી રહ્યો છું. ગઈકાલની એ સાંજ ભયાનક નીકળી રાજસ્વી વર્મનનાં પરિવાર માટે.. !"

 કહી ગ્રેટ સાયન્ટિસ્ટ વર્મન રાજસ્વી 'લાય ડિટેક્ટર'નું પેટન્ટ પોતાનાં પરિવારનાં નામ પર રજીસ્ટર્ડ કરાવી રાજીનામુ આપી સન્યાસી થઈ હિમાલયમાં જ રહી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Comedy